નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાને અમે જ બતાવ્યું ચેઈન્જ અમારાથી આવ્યો

ટીશર્ટસ! ટાઇટસ, લેગિંગ્સ અને ટ્યૂનિક્સનો આ જમાનો ૫૮ વર્ષ પહેલાનાં પોષાક સાથે દૂરદૂરનો સંબંધેય નથી જાળવતો એમ લાગે છે.

લાઇફસ્ટાઇલ:

‘રાતે વહેલા જે સૂઇ, વહેલાં ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર’ જેવી કહેવતો હવે માત્ર શીખવા-શિખવાડવા પૂરતી સીમિત બની છે. ઘરના આંગણામાં ઢાળેલો કાથીનો ખાટલો, પાણીનો ટાંકો, સનબ્રેકર્સ વગેરે આજે અવનવા સ્વરૂપે દેખાય છે. હવે ઘરોમાં લેટેસ્ટ લેધર ફર્નિચર, આર.ઓ. પ્લાન્ટ, વેનિશિંગ બ્લાઇન્ડસ, એ.સી. અને વોટર સોફ્ટનરનું મહત્વ વધ્યું છે.

આવા ફેરફારને કારણે લાઇફસ્ટાઇલમાં પણ ધરખમ પરિવર્તન દેખાયું છે. માટીનાં લીંપેલા નિળયાવાળા ઘરોનું સ્થાન આજે ગ્લાસ અને ઇટાલિયન માર્બલે લઇ લીધું છે.

ફૂડ હેબિટ્સ:

રોટલો, ઘી ને છાશ અથવા ખીચડી, કઢી ને ઓળોવાળું એ પૌષ્ટક ભાથું આજે ગુજરાતી હોટેલ્સનાં મેનૂકાર્ડમાં શોભી રહ્યાં છે. ક્યારેક ક્યારેક સ્વાદ બદલવા પૂરતો આવો ખોરાક ખાતી આજની જનતા પિઝા, ભેળ, પાણીપૂરી, પાસ્તા અને મન્ચુરિયન જેવી વાનગીઓના રસિયા બની રહ્યા છે. જો કે આવી ફૂડહેબિટ્સ સાથે આજનો યુવાવર્ગ ઘણો જ હેલ્થકોન્શિયસ પણ બની રહ્યો છે.

ટ્રાન્સપોટેંશન:

ઘોડાગાડી, વીન્ટેજકાર અને સાઇકલવીરોનાં એ જમાનામાં ડામરની પાકી સડકો પણ ક્યાંક જ જોવા મળતી. ધૂળિયા રસ્તાઓ પર એકલ-દોકલ હાલતા-ચાલતા મુસાફરો અને વગડાઓ વચ્ચે દોડતી એકાદ-બે મોટરકારનું હોર્ન તો દૂર દૂર સુધી સંભળાતું. એવા જમાનાએ ક્યાંક એવી તો હરણફાળ ભરી કે આજે વાહનો પાર્ક કરવાની જગ્યા નથી મળતી. બાઇક્સ અને નવી મોટરકારનો આજે ઘણો જ ક્રેઝ દેખાઇ રહ્યો છે અને આવા શોખને પોષી રહી છે આજની સડકો, ફ્લાયઓવર્સ અને અન્ડરગ્રાઉન્ડ બ્રિજીઝ...

એજ્યુકેશન:

બી.કોમ. અને બી.એ.માં ફર્સ્ટકલાસ આવવું કે વિદેશ ભણવા જવું એ તો એ વખતે સુપર હાઇ સ્ટેટસની નિશાની ગણાતી. ફોરેન ભણવા જતી વખતે તો ચહેરો ઢંકાઇ જાય તેટલા હારતોરા થતા. વૃક્ષની નીચે માસ્તર ફૂટપટ્ટી લઇને ભણાવતા હોય તે જુના જમાનાનાં એજ્યુકેશનનું ચિત્ર નજર સામે મંડાઇ રહે. જ્યારે પહેલાનાં જમાનાનાં ભણતર વિશે વાત થાય. આજે હાઇફાઇ લેબ્સ અને વાઇફાઇ ઝોનવાળા એજ્યુકેશન સેન્ટર્સ, વિદેશ ભણવા જવું, એક્સાથે બે-ત્રણ ડિગ્રીઓ લેવી, ઓનલાઇન કોર્સિસ કરવા એ એક સામાન્ય બાબત બની ગઇ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી