Posts

Showing posts from April, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચીઝી વેજીટેરિયન રીસોટો

બાળકોને ભાવશે ચીઝી વેજીટેરિયન રીસોટો સામગ્રી: 3 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ 8 કપ વેજીટેબલ બ્રોથ 2 કપ અરબોરિઓ રાઈસ મીઠું અને મરી સ્વાદ અનુસાર 2/3 કપ છીણેલું ચીઝ રીત: -એક મોટા પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો અને તેમાં અરબોરિઓ રાઈસ નાંખો. સતત હલાવતા રહો અને ચોખાને 3થી 4 મિનીટ સુધી પકાવા દો. -આ દરમિયાન અડધો કપ જેટલા વેજીટેબલ બ્રોથને ચોખા સાથે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો. -જ્યારે મિશ્રણ સૂકુ થવા લાગે ત્યારે બાકીના વેજીટેબલ બ્રોથ ઉમેરતા રહો. જ્યા સુધી ચોખા ચઢી ન જાય ત્યા સુધી હલાવતા રહો અને વેજીટેબલ બ્રોથ ઉમેરતા રહો. લગભગ 20 મિનીટ જેટલો સમય લાગશે. -હવે ગેસ બંધ કરી દો અને તેમા ચીઝ ઉમેરો અને જ્યા સુધી તે પીગળી ન જાય ત્યા સુધી હલાવતા રહો. -ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી નાંખો. જો ઈચ્છો તો ઉપરથી ચીઝ છીણીને નાંખી શકો. નોંધ ઈટાલિયનો રીસોટો એ એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર છે જે તમે ધારો છો એના કરતા પણ જલ્દીથી તૈયાર થઈ જાય છે. વેજીટેરિયન Next Story બનાવો 'જાપાનીઝ પીનટ કુકી' રીસોટોની રેસીપી ક્રીમી અને ચીઝી છે જેથી બાળકોને પણ ભાવશે.

ખાસ હોમ મેઈડ ટિપ્સથી જડમૂળથી મટશે એસીડીટી

જરૂરિયાત કરતાં વધારે ભોજન, પાણી ઓછી માત્રામાં લાવવાથી ભોજન સાથે જોડાયેલી ખરાબ આદતોના કારણે છાતીની બળતરાની સમસ્યા ઉદભવે છે. આ બીમારીને ગૈસ્ટો ઇસોફેગિયલ રિફ્લક્સ ડિસીઝ કહે છે. સાધારણ ભાષામાં આને છાતીમાં બળતરા થાય છે કે એસીડીટી કહેવાય છે. જો તમે પણ એસીડિટીને કારણે છાતીમાં બળતરા અનુભવી રહ્યા હો તો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાયો અપનાવો. - રોજ તાજા ફૂદીનાનો રસનું સેવન કરો. - એક ગ્લાસ પાણીમાં બે ચમચી સફરજનનો રસ તથા બે ચમચી મધ મેળવીને ખાતાં પહેલા આનું સેવન કરો, આ શ્રેષ્ઠ ઉપાય છે. - જમવાના અડધા કલાક બાદ વરિયાળી ચાવો. - જમવાના પહેલા એલોવેરા જ્યુસનું સેવન કરો. - આદુનો પ્રયોગ ભરપૂર માત્રામાં કરો, વાટેલા આદુનો પ્રયોગ પણ ચા માં કરવાથી પણ છાતીની બળતરા ઓછી થાય છે. - મોં માં એક લવિંગ રાખીને તેને ધીરે- ધીરે ચુસો. - તુલસીના પાન ચાવવાથી પણ ઘણો લાભ મળે છે. - જમવાના પહેલા બે કલાક પહેલા લીંબુના રસમાં સીંધાળુ મેળવીને પીવાથી પણ છાતીની બળતરામાં પણ લાભ મળે છે. - ભોજનમાં લીંબુનો પ્રયોગ આગળ પડતો કરો. - મૂળાનું સેવન કરવાથી પણ લાભ મળે છે. - મૂળાનો રસ પીવાથી પણે લાભ મળે છે. - હરડે ખાવાથી પણ રાહત મળે છે. - નાળિયેર પાણીનું

'જાપાનીઝ પીનટ કુકી'

જાતે ટ્રાય કરો 'જાપાનીઝ પીનટ કુકી' સામગ્રી: 1 3/4 કપ કેક ફ્લોર 1/2 કપ બટર 1 કપ બ્રાઉન સુગર, પેક્ડ 2 ઈંડા વેનિલા એક્ટ્રાક્ટ્સ 1/2 કપ પીનટ રીત: -બટર અને બ્રાઉન સુગરને ફીણો અને પછી તેમાં ઈંડા અને વેનિલા મિક્સ કરો. -આ મિશ્રણમાં કેક ફ્લોર ઉમેરો. તેમા પીનટ ઉમેરીને હળવેથી ભેળવો. -એક બેકિંગ ડિશને ગ્રીઝ કરો અને એક ટીસ્પૂન દ્વારા ખીરાને ડિશ પર નાની નાની કુકીસમાં પાથરો. -તેને 20 મિનીટ સુધી ફ્રિઝમાં રાખો. -ત્યારબાદ 320 ફેરનહિટ પર 15થી 20 મિનીટ સુધી બેક કરો. -તમે આટલા ખીરામાંથી 2 1/2 ડઝન કુકીસ બનાવી શકાય છે.

ફળોનો રાજા એમ જ કહેવામાં નથી આવતો કેરીને, જાણી લો ગૂણ

કેરીને આમ જ કંઈ ફળોનો રાજા કહેવામાં નથી આવતો. તે ગૂણથી પણ એટલું જ મહાન ફળ છે. કાચી અને પાકી બન્ને કેરી ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે. ચાલો આજે કાચી અને પાકી કેરીના કેટલાક ખાસ ગૂણ વિશે વાત કરીએ. -કાચી કેરીના ટુકડાને પાણીમાં ઉકાળી પનો બનાવવામા આવે છે જે ગરમીમાં લૂથી આપણું રક્ષણ કરે છે. -કાચી કેરીના ટુકડાને પગના તળીયે લગાવવાથી પણ લૂ સામે રાહત મળે છે. -શરીરની ગરમી મારી ઠંડક પહોચાડે છે જેથી પિત્તની સમસ્યા દૂર થાય છે. -પાકી કેરીમાં સેલ્યૂલોઝ અને મોટોસ શર્કરા હોય છે જે શક્તિ પ્રદાન કરે છે. -પાકી કેરી દૂધ સાથે 3 મહિના સુધી સતત લેવાથી પૌરુષત્વ વધે છે. -કાચી કેરી તાસીરે ખાટ્ટી હોવાથી તેનાથી વાસણ અને ઘરેણા પણ ચોખ્ખા થાય છે. -કેરીના ગોટલામાં પણ ઘણું પોષક તત્વ હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. -આંબાના પાદડાં બાળી તેની ધૂણી લેવાથી ગળાનો કોઈપણ પ્રકારનો રો મટે છે. -કોઈપણ પ્રકારની ફોડલી ખિલમાં કેરીની છાલ પાણીમાં ઘસી જે તે જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે. -ડાયાબિટીસના દર્દીએ કેરીથી દૂર રહેવું જોઈએ.

કસરત કરીને થાકી જાઓ, છતાં વજન નથી ઉતરતું?

કસરત દરમિયાન ઘટેલું વજન પાછું વધી જાય કે એ વખતે પાણી પીવાય કે નહીં વગેરે પ્રશ્નો વિચાર માગી લે છે. પ્રશ્ન :હું છેલ્લા ચાર વર્ષથી સતત કસરત કરું છું. શરૂઆતમાં ત્રણ કિલો વજન ઊતરી ગયું, પણ ધીમે ધીમે એ વજન પાછું આવી ગયું છે. હવે વજન ઉતરતું નથી. એ માટે શું કરવું? ઉત્તર :કસરત કરવી એ સ્વસ્થ શરીર માટે ખૂબ અગત્યનું છે, પરંતુ તેટલું જ જરૂરી તમારા ખોરાક બાબતે ધ્યાન રાખવું તે પણ છે. જો તમે એક પણ મિનિટ ઊભા રહ્યા વગર ઝડપથી ચાલો, તો તમારી ૨૫૦ કેલેરી બળે, પરંતુ આ કેલેરી બાળ્યા પછી ઘરે આવીને ત્રણ નંગ મેથીના ખાખરા ઘી લગાવીને ખાઇ જાવ તો આ કેલેરી રીપ્લેસ થઇ જાય છે. ઘણી વાર આપણે કસરત કરીને આપણી જાતને લાયસન્સ આપી દઇએ છીએ કે આટલી બધી કસરત તો કરું છું. હવે જે ખાવું હોય તે ખવાય. માટે જ કસરત અને ડાયટ બંને સાથે હોય તો જ જોઇતો ફાયદો મેળવી શકાય છે. પ્રશ્ન :શું કસરત દરમિયાન પાણી પી શકાય? કસરત કર્યા પછી કેટલા કલાકે પાણી પીવાય? ઉત્તર :જ્યારે કસરત કરીએ છીએ ત્યારે શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થાય છે. વળી, ઉનાળામાં કસરત કરતાં વધુ પરસેવો થતો હોય, ત્યારે કસરત દરમિયાન ક્રેમ્પ ન આવે, ચક્કર ન આવે અને શરીરમાંથી પાણી ઓછું ન થાય ત

ટિપ્સ ઉનાળાની ગરમીમાં કારને ઠંડી રાખશે

જો કારનું એ.સી. યોગ્ય રીતે કામ નથી કરતું, તો તેનાં બ્લોઅરમાંથી ઓછી હવા નીકળવાની શરૂ થઇ જાય છે. અને કારનું કેબિન ઘણી વાર પછી ઠંડું થવાનું શરૂ કરે છે. આવે વખતે સમજી લેવું કે તમારી કારને સર્વિસની જરૂર છે. બ્લોઅરથી ઓછી હવા આવે ત્યારે સમજવું કે કૂલિંગ ફોઇલ પર ધૂળ જામી ગઇ છે. કેટલીક વખત એસીથી ગેસ પણ ઓછો થતો હોય છે, પરંતુ ગેસ લીક થાય છે કે કેમ તે ચકાસી લો. જો કારમાં એ.સી. ચલાવો ત્યારે અવાજ આવે, તો એ.સી.ને તરત જ ચેક કરાવો. આ પરિસ્થિતિમાં કંપ્રેસરની પુલી ખરાબ થવાની કે બેલ્ટ ઢીલો થઇ જતો હોય છે. એન્જિનનાં કૂલિંગ સિસ્ટમને પણ ફિટ રાખવું જરૂરી છે, તેનું કારણ એ છે કે એ.સી. ચલાવવાથી એન્જિન પર લોડ વધી જતો હોય છે અને એન્જિન વધારે ગરમ થઇ જતું હોય છે. એન્જિનનું કૂલેંટ અને રેડિયેટર પણ ચેક કરાવવું જોઈએ.

કેસર-બદામ કુલફી

ગરમીમાં ગમશે કેસર-બદામ કુલફી સામગ્રી 1 લિટર દૂધ 100 ગ્રામ માવો 8 ટેબલ સ્પૂન ખાંડ 2 ટેબલ સ્પૂન મલાઈ 2 ટેબલ સ્પૂન બદામની કતરણ 2 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ 1 ટી સ્પૂન એલચીનો ભૂકો 1/2 ટી સ્પૂન કેસરનો ભૂકો રીત -એક વાસણમાં દૂધ ઉકાળવા મુકો -તે ઉકળે એટલે તેમાં માવો ઉમેરો -હવે તે ઘટ થાય એટલે તેમાં ખાંડ અને કેસરનો ભુકો ઉમેરો -ખાંડનું પાણી બળે એટલે એલચીનો ભુકો ઉમેરવો -બરાબર જામી જાય એટલે મલાઈ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો -ઠંડુ પડે એટલે કુલફીના મોલ્ડમાં ભરી ઉપર બદામ-પિસ્તાના કતરણ નાખી મોલ્ડ બંધ કરી દો -ડિપ ફ્રિઝ કરો ચિલ્ડ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલ્ફી કાઢી તેની મઝા ઉઠાવો

iPhoneને પરસેવો, 13 મિનિટમાં વેચ્યા દોઢ લાખ મોબાઇલ

ચીનની કંપની એક્સોમી એ 12 મિનિટ અને 41 કેસન્ડમાં એમાઇયૂઆઇ મોબાઇલના દોઢ લાખ હેન્ડસેટ વેચી નાંખ્યા જો તમે વિચારી રહ્યા છો કે અમે એપ્પલ, સેમસંગ કે નોકિયાના કોઇ મોબાઇલની વાત કરી રહ્યા છીએ તો તમે ખોટા છો. આ નહીં તો કોઇ મોટી બ્રાન્ડ છે અને નહીં તો કોઇ મોટી કંપની છે. ચીનની કંપની એક્સોમી એ 12 મિનિટ અને 41 કેસન્ડમાં એમાઇયૂઆઇ મોબાઇલના દોઢ લાખ હેન્ડસેટ વેચી નાંખ્યા. આ કોઇ મોટી કંપની નથી પરંતુ ચીનમાં આ કંપની સફળતાથી પોતાનો વેપાર કરી રહી છે. ઉલ્લેખનીય છે આઇફોન દુનિયાભરમાં હિટ જઇ રહ્યો છે પરંતુ આ ચીની કંપની તમામ કંપનીઓને પરસેવો છોડાવી દે તો નવાઇ નહીં. આ હેન્ડસેટની ગયા વર્ષે જ જાહેરાત કરાઇ છે. આ હેન્ડસેટની 7મી બૈચ હતી. આ મોબાઇલમાં અન્ય મોબાઇલની જેમ જ કેટલીક ખાસ વાતો છે. તેમાં 1.5 ગીગાહર્ટ્ઝનું સ્નેડ્રેગન પ્રોસેસર લાગેલું છે. આ સિવાય તેમાં વાઇફાઇ, 8મેગાપિક્સલ કેમેરા, અંડ્રોયડ 2.3.5 જિંજરબોર્ડ ઓએસ અને 1930 એમએએચ બેટરી છે. હાલ આ મોબાઇલ ભારત આવી રહ્યા નથી, તેની કિંમત 15600 રૂપિયા છે.

'વેઢમી'

3 વ્યક્તિઓ માટે ઘરે બનાવો પૂરણપોળી સામગ્રી: 1 કપ તુવેરની દાળ 1 કપ ખાંડ અથવા ગોળ 1/2 ટી સ્પૂન ઈલાયચીનો ભૂકો 1/2 ટી સ્પૂન ખસખસ 1/4 ટી સ્પૂન જાયફળનો ભૂકો 1 1/4 કપ ઘઉંનો લોટઘી પ્રમાણસર રીત: -કૂકરમાં તુવેરની દાળમાં થોડુંક પાણી નાખી બાફી કાઢો, દાળ બફાઈ જાય એટલે પાણી કાઢી લેવું -તુવેળની દાળને ઘી લગાવેલા તાંસળામાં કાઢો, જરૂર પ્રમાણે ગોળ કે ખાંડ ઉમેરો, ધીમા તાપે મુકી તેને વ્યવસ્થિત -જો પુરણ બહુ ઢીલુ લાગે તો 2 ટી સ્પૂન ઘઉંના લોટમાં ઘીનું મોણ નાંખી લોટ ભભરાવો અને પુરણને એકદમ ઘટ્ટ કરો -તેના ઉપર ઈલાયચી, જાયફળ અને ખસખસનો ભૂકો ભભરાવો -થાળીમાં ઘી ચોપડી તેમાં પૂરણ કાઢવું અને તેને ઠંડુ થવા દો-રોટલીના લોટ કરતાંસહેજ કઠણ કણક બાંધો. ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણો  -તેમાં પૂરણ ભરી તેને ફરી વણો. -ધીમા તાપે શેકી તેના પર ઘી લગાવી ગરમ ગરમ પોરણ પોળી કઢી સાથે સર્વ કરો

અમદાવાદમાં બનશે ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડિંગ!

- રાજ્યની સૌપ્રથમ ગ્રીન હોસ્પિટલ અને સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે. હોસ્પિટલના ટેરેસ પર હેલિપેડ ઉભું કરાશે - લક્ઝુરિયસ, સેમી-સ્પેશ્યલ અને જનરલ વોર્ડ્સ પણ બીજીબાજુ ઉભા કરાશે - ત્રણેય ટાવરના ધાબા પર હેલિપેડ ઉભા કરાશે - સરકાર હેલિકોપ્ટર સર્વિસ 108 ઇમરજન્સી સર્વિસીની જેમ શરૂ કરી શકે છે ગુજરાતમાં કુદરતી હોનારત કે ઇમરજન્સી સારવાર જેવી સ્થિતિમાં તાબડતોડ તબીબી સારવાર મળે એ માટે 108 સેવાની જેમ હેલિકોપ્ટર સર્વિસ પણ શરૂ થઇ શકે છે. વાડીલાલ સારાભાઇ હોસ્પિટલને અત્યાધુનિક બનાવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ બીડું ઝડપયું છે. તેના અંતર્ગત હોસ્પિટલની પ્રીમાઇસીસમાં ત્રણ મલ્ટી-સ્પેશ્યાલિટી ટાવર ઉભા કરાશે. આ ટાવર બાંધવાનો ખર્ચ અંદાજે 331 કરોડ રૂપિયા થશે, જેનો ઉપયોગ ઇમરજન્સી સિચ્યુએશન ઉભી થાય ત્યારે કરાશે. ત્રણ ટાવરના કન્સટ્રકશન માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. આ અંગે એએમસીના ચીફ ગુરુપ્રસાદ મોહપતરામે જણાવ્યું કે રાજ્યની સૌપ્રથમ ગ્રીન હોસ્પિટલ અને સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે. હોસ્પિટલના ટેરેસ પર હેલિપેડ ઉભું કરાશે. તેમજ લક્ઝુરિયસ, સેમી-સ્પેશ્યલ અને જનરલ વોર્ડ્સ પણ બીજીબાજુ ઉભા કરાશે. વીએસ હોસ્પિટલ

કાલે લોન્ચ થઇ રહ્યું છે દુનિયાનું સૌથી સસ્તું ટેબલેટ!

- આકાશ ટેબલેટને બનાવનાર કંપની ડેટાવિંડ આવતીકાલે યૂબીસ્લેટને બજારમાં ઉતારી રહી છે - ડેટાવિંડ કંપનીએ તેનું બુકિંગ ઘણા સમય પહેલાં શરૂ કરી દીધું હતું - કંપનીએ તેનો ભાવ 2999 રૂપિયા નક્કી કર્યો ભારતમાં લોન્ચ થયું સૌથી સસ્તું ટેબલેટ આકાશ ભલે લોન્ચ થયા બાદ લોકોના હાથમાં આવ્યું નથી. પરંતુ હવે તેનું અપગ્રેડેડ વર્ઝન યુબીસ્લેટ આવતીકાલે લોન્ચ થઇ રહ્યું છે. આકાશ ટેબલેટને બનાવનાર કંપની ડેટાવિંડ આવતીકાલે યૂબીસ્લેટને બજારમાં ઉતારી રહી છે. તમને જણાવી દઇએ કે ડેટાવિંડ કંપનીએ તેનું બુકિંગ ઘણા સમય પહેલાં શરૂ કરી દીધું હતું. કંપનીએ તેનો ભાવ 2999 રૂપિયા નક્કી કર્યો હતો. યૂબીસ્લેટને આકાશ કરતાં શ્રેષ્ઠ ટેબલેટ માનવામાં આવી રહ્યું છે આથી તેની કિંમત પણ તેનાથી થોડી વધુ છે. પરંતુ આકાશ કે અપગ્રેડેડ અને માર્કેટ વર્ઝન જ છે. તેને યૂબીસ્લેટ નામ અપાયું છે. આ ટેબલેટની સાથે યૂબસ્લેટની વેબસાટઇના મતે આ ટેબલેટની સાથે 98 રૂપિયામાં 2 જીબી પ્લાન પણ ઓપ્શનલ મળશે. આ ટેબલેટમાં ઇન્ટરનેટ સર્ફિંગ સિવાય પણ ઘણા બધા કામ કરી શકાશે. જે આકાશમાં કરી શકાતું નથી. આ ટેબલેટની સ્ક્રીન 7ઇંચ, 800 મેગાહર્ટઝ પ્રોસેસર, 3200 એમએચની બેટરી અને એંડ્રોયડ 2
ગરમીમાં અપચો કે ખાવાનું ન પચતા ભારેપણું, જીવ મુંઝાવા જેવું થાય, બેચેની લાગે, ઉલટી વગેરે સમસ્યાઓ પેટમાં ગડબડ હોવાથી થા છે. એવામાં આપણી ખાવા-પીવાની કેટલીક ચીજોનું સેવન સાચી રીતથી કરી ઉપચાર કરી શકીએ છીએ. લીંબૂ –અપચો થવાથી લીંબુની ફાડપર નમક લગાડી ગરમ કરીને ચૂસવાથી ભોજન સરળતાથી પચી જાય છે. જમરુખ – અપચો કે આફરો ચડ્યવાથી ખાધા પછી 250 ગ્રામ જમરુખ ખાવું જોઈએ. જીરું –જીરું, સૂંઠ, સિંધાલું નમક, પીપળ, મરી સમાન માત્રામાં મેળવી, પીસીને તેમાં એક ચમચી રોજના દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે ફાંકી લો. અનાનસ –અનાનસની ચીર પર નમક અને મરી નાખીને ખાવો તો અજીર્ણ દૂર થાય છે. પપૈયું – ખાવાનું ન પચ્યા પછી પપૈયું ખાવાથી સારું રહેછે. પપૈયાના સેવનથી આ સમસ્યા દૂર થઈ જાય છે. ગાજર –ગાજરના રસમાં પાલકનો રસ મેળવી પીવાથી અપચો દૂર થાય છે. ટમેટા –ટમેટા પર નમક અને મરી છાંટી ખાવાથી અપચો દૂર થાય છે. મૂળો –અપચો થવા પર ભોજનની સાથે મૂળી નમક અને મરી નાખીને બે મહીના સુધી ખાવો.

અમિતાભ બચ્ચન, પ્રકરણ –39

અમિતાભ બચ્ચન શશિકપૂરનો કેમ કરતા હતા છાનોમાનો પીછો? તો આવી છે અમિતાભની જાહેર અને ખાનગી જિંદગી દરેક વ્યક્તિની બે જિદંગીઓ હોય છે. બહારની એટલે કે જાહેર જિંદગી અને અંદરની એટલે કે ખાનગી અથવા અંગત ઘરેલુ જિંદગી. હું પણ આમાં અપવાદ નથી અને તમે પણ નથી. જાહેર અથવા બાહ્ય જિંદગી બધાંને હોઇ શકે છે. એના માટે ફિલ્મ સ્ટાર, રાજનેતા કે કોઇ પણ ક્ષેત્રની મહાન વ્યક્તિ બનવું જરૂરી નથી. હું ડોક્ટર તરીકે મારા દર્દીઓ સાથે જે રીતે વર્તું છું અથવા લેખક તરીકે મારા વાંચકો સમક્ષ જે રીતે પેશ થતો હોઉં છું એના કરતાં તદ્દન જૂદી જ રીતે મારા અંગત જીવનમાં વર્તન કરતો હોઉં છું. તમારામાંથી કોઇ બેન્ક કર્મચારી હશે, કોઇ શિક્ષક હશે, કોઇ અન્ય વ્યવસાઇમાં હશે, પણ એ ભૂમિકા ભજવી લીધા પછી જ્યારે તમે ઘરે પાછા ફરતા હશો, ત્યારે તમારા વ્યક્તિત્વનું બહારનું વરખ ઊતરી જતું હશે અને તમે એવા જ રૂપમાં પેશ આવતા હશો જેવા તમે ખરેખર હશો. હું આમાં કશું ખોટું ગણતો નથી. બહારની દુનિયામાં આપણે અસહજ વર્તન કરવું જ પડે છે, કારણ કે એવું આપણને શીખવવામાં આવે છે. આપણી નોકરી કે વ્યવસાયની પણ એવી જ માંગ હોઇ શકે છે. પણ ઘરમાં એવું આભાસી, કૃત્રિમ વર્તન દાખવવાની

પાલક તલની ટીક્કી

પાલક તલની ટીક્કી સામગ્રી: 400ગ્રામ તાજી પાલક 1 મોટુ બટાટું 20 ગ્રામ સફેદ તલ, શેકેલા લસણ, 3 કળી 10 ગ્રામ આદુ 1 નાની ડુંગળી, સમારેલી 10 ગ્રામ લીલા ધાણા 1 લીલુ મરચું 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ મીઠું સ્વાદ અનુસાર રીત: -પાલકને બાફી લો અને તેમાથી વધારાનુ પાણી કાઢી લો. -બટાટાને બાફીને તેને છૂંદી નાંખો. -એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ, સલણ, ડુંગળી અને લીલા ધાણા નાંખીને સાંતળો. -તેમાં પાલક અને બટાટુ ઉમેરીને બરાબર પાકવા દો. ત્યાર બાદ તેમા શેકેલા તલ ઉમેરો. -આ મિશ્રણને ઠંડુ પડવા દો. તેને ટીક્કીના આકારમાં વાળી લો

વધતા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે આ Device

ટૂંક સમયમાં જ બજારમાં એવા ડિવાઇસ રજૂ થશે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે. એક પોર્ટેબલ સીડી પ્લેયર જેવું દેખાતું આ ડિવાઇસ હેડફોન દ્વારા મનને શાંત કરતું સંગીત તમારા કાનમાં વહેશે અને તમારા શ્વાસને કાબૂમાં રાખશે. *શું છે ડિવાઇસ તેને રેસ્પિરેટ નામ આપવામાં આવ્યું છે. સૌ પહેલાં તે છાતી પર બાંધવામાં આવેલી એક સ્ટ્રીપની મદદથી સંબંધિત વ્યકિતની શ્વસન પ્રક્રિયાને ચેક કરે છે. ત્યારબાદ આ ધૂન વિખરાવી શરૂ થઇ જાય છે, જેને અનુરૂપ વ્યકિતને પોતાની શ્વસનપ્રક્રિયા વ્યવસ્થિત કરવી પડે છે. આવી રીતે ધીમે ધીમે દર્દીનું બ્લડપ્રેશર કંટ્રોલમાં આવે છે. *શું ફાયદો થશે આમાં એવું પણ સહેજે નથી કે, આ ડિવાઇસને કારણે બ્લડપ્રેશરના દર્દીને જે દવા ખાવી જ ન પડે. દવા પણ ચાલુ રાખવી પડે છે. પણ આ દવા તેમને જે જલદી જલદી દવા ખાવાની ઝંઝટ છે તેને દૂર કરે છે. *કેટલાક નિયમ અને કાયદા પણ આનો ઉપયોગ કરનાર વ્યકિતને દિવસ દરમિયાન દસ મિનિટના ચાર સેશનમાં સંગીત સાંભળવાનું હોય છે. *કિંમત અને કયાં મળશે? તેની કિંમત લગભગ ૫૨૫ રૂપિયા જેટલી છે. સૌ પ્રથમ તેને બ્રિટનમાં રજૂ કરવામાં આવશે

SBIએ ગ્રાહકોને છેતરપિંડીથી બચવા આપી ખાસ સુવિધા

- એસબીઆઇ એ ઇલેક્ટ્રોનિક ડેબિટ કાર્ડ સ્ટેટ બેન્ક વર્ચુઅલ રજૂ કરવાની જાહેરાત કરી - તેનો ઉપયોગ ઇન્ટરનેટથી લેવડદેવડ માટે કરાશે - આ કાર્ડને ગ્રાહક સ્ટેટ બેન્ક ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી બનાવી શકે છે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પોતાના ગ્રાહકોને એક ખાસ સુવિધા આપવા જઇ રહ્યું છે. એસબીઆઇ એ ઇલેક્ટ્રોનિક ડેબિટ કાર્ડ સ્ટેટ બેન્ક વર્ચુઅલ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ ઇન્ટરનેટથી લેવડદેવડ માટે કરાશે. બેન્કે ઓનલાઇન બેકિંગ લેવડદેવડમાં વધતી છેતરપિંડીથી પોતાના ગ્રાહકોને રાહત આપવા માટે આમ કર્યું છે. બેન્કે કહ્યું કે આ કાર્ડને ગ્રાહક સ્ટેટ બેન્ક ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી બનાવી શકે છે. એક સમયમાં કેટલાંય કાર્ડ બનાવી શકાય છે પરંતુ વેલેડિટી માત્ર 48 કલાકની હશે. ત્યારબાદ આ કાર્ડ સમાપ્ત થઇ જશે અને ફરીથી નવું કાર્ડ બનાવાશે. બેન્કના મતે વર્ચુઅલ ડેબિટ કાર્ડથી લેવડ-દેવડ કરવા પર ગ્રાહકોની મૂળ બેકિંગ માહિતી અન્ય પક્ષને નહીં મળે. આ ઇન્ટરનેટ ઉપયોગ કરનાર ગ્રાહકો માટે સુરક્ષિત ઓનલાઇન ચૂકવણી ઉપલબ્ધ કરાવશે. દિલચસ્પ છે કે વર્ચુઅલ કાર્ડ બનાવાનો કોઇ ખર્ચ થશે નહીં. પ્રત્યેક ઓનલાઇન લેવડદ

અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરતા હો તો વાંચી લેજો

- અમદાવાદ-મુંબઇ રૂટની ફ્લાઇટમાં બને છે એવા બનાવો જે વિચારતા કરી મુકે - સતત બની રહી છે ચોરીની ઘટનાઓ - મોટાભાગની ઘટનાઓમાં બેગ તૂટેલી જોવા મળે છે - મોંઘીદાટ વસ્તુઓ અને કેમેરાની થાય છે ચોરી અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ચેન્નાઇના રહેવાસી એવા એક હવાઇ મુસાફરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની બેગમાંથી 50 હજાર રૂપિયાની રોકડ ગુમ થઇ ગઇ હતી. તે મુંબઇથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. કહેવાય છે કે ચેકિંગ દરમિયાન મુસાફરની બેગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી જેની તેને જાણ પણ કરી દેવાઇ હતી. ચોરીનો આ બીજો એવો બનાવ છે જે મુંબઇ-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટમાં બન્યો હોય. અમદાવાદ-મુંબઇ ફ્લાઇટમાં બની રહેલી ચોરીની ઘટનાઓ સુરક્ષાની ખામી તરફ અંગુલી નિર્દેશ કરી જાય છે. આવી ઘટનાઓ રોકવા પોલીસે શું પગલાં લીધા તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ચોરીની ઘટનાઓ સતત બની રહી છે. જેમાંની મોટાભાગની ઘટનાઓમાં બેગ તૂટેલી જોવા મળે છે અને તેમાંની મોંઘી વસ્તુઓની ચોરી થઇ ગઇ હોય છે. એરપોર્ટ સિક્યુરિટી સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે "ચોરીની 80 ટકા જેટલી ઘટનાઓ નોંધાતી જ નથી કારણ કે ઘણીવાર મુસાફર ફ્લા

તમારી ત્રાસદાયક નોકરી છે Back Painનું મુખ્ય કારણ

-અસંતોષકારક નોકરી મગજ જ નહીં પણ કમરનો દુખાવો પણ વધારે અસંતોષકારક નોકરી માથાના દુખાવાનું કારણ હોય જ છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસના તારણ અનુસાર તેનાથી પીઠનો દુખાવો પણ થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ શોધી કાઢયું હતું કે અસંતોષકારક નોકરી કરનારાઓને અન્યોની સરખામણીએ પીઠના નીચેના હિસ્સામાં વધુ અને ગંભીર દુખાવાની ફરિયાદ રહે છે. તેમણે એવું પણ શોધી કાઢયું હતું કે અભ્યાસમાં સમાવાયેલા પૈકી ત્રીજા ભાગના લોકોને ક્યારેક સામાન્ય પીઠનો દુખાવો હતો. તેમને અસંતોષકારક નોકરીના કારણે રોજ પીઠમાં દુ:ખવા લાગ્યું હતું જેની અસર તેમની કારકિર્દી અને સામાજિક જીવન પર જોવા મળી હતી. કર્મચારીઓને વધારાની સિક લિવ (માંદગીની રજા)ની જરૂર હોવા છતાં અને તેઓ ડોક્ટરને તેમના દુખાવાની ફરિયાદ કરતા હોવા છતાં, માત્ર અમુક જ લોકોને ડસ્કિ ખસી જવા જેવા શારીરિક ફેરફારો જવા મળ્યા હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું. શારીરિક રચનાનાં પરીક્ષણો પરથી જાણવા મળ્યું હતું કે તેના રોજના પીઠના દુખાવા પાછળ શારીરિક ફેરફાર જેવું કોઈ જ ચોક્કસ કારણ જવાબદાર નહોતું. સંશોધક ટીમના માર્કસ મેલ્લોહે જણાવ્યું હતું કે કામના સ્થ

બળાત્કારનો ભોગ બનેલી એક સ્ત્રીની સાચુકલી કથામાંથી સર્જાયું નાટક

બળાત્કારનો ભોગ બનેલી એક સ્ત્રીની સાચુકલી કથા સાંભળીને નાટ્યલેખક વિલિયમ માસ્ટ્રીઓનીએ ‘એક્સ્ટ્રીમીટીઝ’ નામનું અદ્ભુત નાટક લખ્યું હતું! ટાઇટલ્સ He who can copy, can do ! (Leaonardo Da Vinci) ‘વર્ષો પહેલાં હું એક ૪૫ વર્ષની સ્ત્રીને મળેલો. નામ રાખીએ ‘મીરાં’. એનો જખમી ચહેરો સૂઝી ગયેલો, ઠેકઠેકાણે કાપા હતા,.ગઇ રાતે મીરાં પર બળાત્કાર થયેલો. મને નહોતી ખબર કે એ સ્ત્રી સાથેની મુલાકાત મારી જિંદગી બદલી નાખશે! હું સાવ અજાણ્યો પુરુષ હતો એટલે એણે શરમાયા વિના રેપ વિશે નગ્ન ભાષામાં બધું જ કહ્યું. ૧૯ વર્ષના એક છોકરાએ એના ઘરમાં ઘૂસીને એને એકલી જોઈને એના પર વારંવાર બળાત્કાર કર્યો. મીરાંએ પોલીસમાં ફરિયાદ કરી. મીરાંનાં ગુપ્તાંગોની ચીતરી ચઢે એવી તપાસ કરવામાં આવી. ઓળખ પરેડમાં મીરાંએ રેપિસ્ટને ઓળખી કાઢ્યો. મહિનાઓ પછી કેસ શરૂ થયા. ત્યાં મીરાંએ બળાત્કારની આખી ઘટના એના પરિવાર, વકીલો, પત્રકારોની સામે વારંવાર વિસ્તારથી કહેવી પડી. શર્મનાક સવાલો પૂછવામાં આવ્યા અને કોર્ટમાં પેલો છોકરો સફેદ શર્ટ, સૂટ અને ટાઇમાં જેન્ટલમેનની જેમ બેઠો બેઠો હસતો હતો. એ ભણેલગણેલ, પૈસાવાળાનું સંતાન લાગતો હતો. છોકરાની પૂછપરછ થઈ ત્

હેલ્ધી 'સ્પ્રાઉટેડ ચટપટા'

ગરમીમાં ભાવશે તેમજ હેલ્ધી પણ રાખશે 'સ્પ્રાઉટેડ ચટપટા' સામગ્રી - 1 કપ મગ, મઠ, ચોળા(દેશી) મગફળી દાણા અને વટાણા, ડુંગળી ઝીણી સમારેલી કાકડી ઝીણી સમારેલી ટામેટા ઝીણા સમારેલા કોથમીર ઝીણી સમારેલી 2-3 લીલા મરચા ઝીણા સમારેલા, 1 કપ પાલક અને કોબીચ 2 ટેબલ સ્પૂન તેલ વઘાર માટે 1 ટેબલ સ્પૂન જીરુ અને રાઈ લીંબૂ અને મીઠુ સ્વાદમુજબ. સજાવવા માટે - દાડમના દાણા એક વાડકી અને લીલા ધાણા રીત - -મગ, મઠ, ચોળા, મગફળીના દણા, ચણા, વટાણાને આખી રાત પલાળી લો. -સવારે ચોખ્ખા પાણીથી ધોઈને અંકુરિત અનાજને ઉકળતા પાણીમાં બે મિનિટ નાખો. -પાણીને સારી રીતે નિતારીને બહાર કાઢી લો. -તમે ઈચ્છો તો તેને કાચા પણ ઉપયોગમાં લઈ શકે છે. -હવે સારી રીતે ધોયેલા ડુંગળી, કાકડી, ટામેટા, કોબીજ, પાલક, લીલા ધાણા વગેરેને અંકુરિત અનાજની સાથે મિક્સ કરી લો. -તેમા થોડું મીઠુ ઉપરાંત થોડુ સંચળ પણ નાખો અને એક વાર ફરીથી સારી રીતે મિક્સ કરી લો. -હવે તેલને એક પેનમાં ગરમ કરી તેમા જીરુ, રાઈનો વધાર લગાવો અને આ વઘાર તૈયાર મિશ્રણમાં ઉપરથી નાખો. -દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

મેટ્રોથી આગળ વધીને મેગાલોપોલિસ સુધી પહોંચશે

ફ્યૂચર એટલે કે પરિવર્તન. આ પરિવર્તન સારા પણ હોઈ શકે છે અને ખરાબ પણ. પરંતુ પરિવર્તન અપરિહાર્ય છે. તેનાથી કોઈ બચી શકે નહીં - માનવી પણ નહીં, સમાજ પણ નહીં અને તેનું રહેઠાણ પણ નહીં. વિશ્વ અમરત્વ તરફ આગળ ધપી રહ્યું છે અને શહેર દાનવાકાર બની રહ્યાં છે... ભવિષ્યની સંભાવનાઓ રોમાંચ જગાવે છે. વિકાસ અને વિજ્ઞાનિક શોધના દમ પર નિર્માણ થઈ રહેલું ભવિષ્ય કાલ્પનિક વાર્તાઓ જેવું લાગે છે. આપણું ભવિષ્ય અનેક પ્રકારની સંભાવનાઓથી ભરેલું છે. તેમાં આભાસી અને વાસ્તવિક અમરત્વથી લઈને અસાધ્ય રોગોની સારવાર સુધી, ઘણું બધું સામેલ છે. એટલું જ નહીં, આ ભવિષ્યમાં માનવીય જીવનની સાથે-સાથે શહેરોની રચનામાં થનારાં પરિવર્તનો પણ સામેલ છે, જેની ઝલક અત્યારથી મળવા લાગી છે. મેટ્રોથી આગળ મેગાલોનો જમાનો ગામથી તાલુકો, તાલુકાથી શહેર અને તેનાથી આગળ મહાનગર. પરંતુ હવે એવું શહેર વિકસી રહ્યું છે, જેની વસ્તી અનેક દેશોની વસ્તી જેટલી હશે. મોટાં શહેરો આસપાસનાં ગામો-તાલુકા સ્તરનાં શહેરો નજીકના અન્ય શહેરો સાથે મળી રહ્યાં છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં બોસ્ટન, ન્યૂર્યોક, ફિલાડેલ્ફિયા, બાલ્ટિમોર અને વોશિંગ્ટન જેવા મહત્ત્વનાં શહેરો જોડવાની પ્રક્રિય

અમિતાભ બચ્ચન : પ્રકરણ 38

અમિતાભ નામનો અભિનેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હતો જ નહીં! -જ્યારે અમિતાભના જીવનમાં એવરેસ્ટ જેવડા આફતો આવી ચડ્યા ચડતી અને પડતી કોની જિંદગીમાં નથી આવતી હોતી?! તમારી જિંદગીમાં પણ આવેલી જ હશે, મારી જિંદગીમાં પણ આવેલી છે. એકાદ-બેવાર તો એવું પણ થયું છે મારી સાથે કે જ્યારે ચોતરફ અંધકાર જ અંધકાર છવાઈ ગયો હોય. આશાનું એક પણ કિરણ ક્યાંયે દેખાતું ન હોય. દુશ્મનો વાર પર વાર કરતા હોય અને મિત્રો મદદ કરવાને બદલે હસતા હોય. આર્થિક દ્રષ્ટિએ ભયંકર ખાડામાં ઉતરી પડ્યો હોઉં, શારીરિક બિમારી ત્રણ-ચાર મહિનાથી દોરીવળી હોય, મન પણ ભાંગી પડવાની અંતિમ હદ પર પહોંચી ગયું હોય. આવું ત્રણેક વાર તો મને બરાબર યાદ આવી રહ્યું છે. હું ઈશ્વરનો ઉપકાર માનું છે કે આ દરેક પ્રસંગે હું તૂટી જવાને બદલે ટકી ગયો છું. મારી અડગતા, હિંમત અને ઠંડી તાકાત ઉપરાંત મારા કુટુંબના સભ્યોના સબળ ટેકાથી હું ટકી ગયો છું. એ સિવાયનું પણ કોઈક પરીબળ ચોક્કશ હશે, એને તમે ભગવાનના આશિવાર્દ કહો કે તમારા મિત્રો, ચાહકોની શુભેચ્છા કહો. મારી એક નવલકથા 'પડઘા ઊગ્યા પ્રેમના' ના પ્રથમ પાનાં ઉપર મેં આ શેર ટાંક્યો છે: ન જાને કિસકી દુઆ ઓં કા અસર હૈ યે/ જબ ડૂ

1,2,3, નહીં પપૈયાના પૂરા 10 ઈલાજો રાખશે તમને ટનાટન

પપૈયા એક એવું ફ્રૂટ છે જે ટેસ્ટી હોવાની સાથે જ ગુણોથી ભરપૂર છે. પપૈયા નિયમિત સેવનથી શરીરને વિટામિન- એ અને વિટામિન-સીની એક નિશ્ચિત માત્રા પ્રાપ્ત થાય છે, જે આંધળાપણાથી બચવે છે. પીળા રંગના પપૈયાના મુકાબલે લાલ પપૈયામાં કૈરોટિનની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે. પપૈયાના અનેક ગુણો છે આપણા આરોગ્યનું સુરક્ષા કવચ તેના અનેક લાભમાંથી જાણી એ અહીં તેના 10 ઈલાજો... 1 - આ ફળનું ચિકિત્સકીય મહત્વ પણ વધારે છે, આ સુપાચ્ય થાય છે. પેટમાં ગેસ બનવાથી રોકે છે. 2 - કબજીયાતનું દુશ્મન અને સ્વાસ્થ્ય વર્ધક છે. પપૈયામાં મળતું પાઈપન નામનું એંન્જાઈમથી ભોજન પચવામાં મદદ મળે છે. એ જાડાપણાનું પણ દુશ્મન છે. 3 - પેટના રોગોને દૂર કરવા માટે પપૈયાનું સેવન કરવું લાભ કારી હોય છે. પપૈયાના સેવનથી પાચનતંત્ર સારું થાય છે. 4 - પપૈયાનો રસ અરૂચી, અનિદ્રા, માથાનું દર્દ, કબજીયાત તથા જાડા વગેરે રોગોમાં રાહત આપે છે. 5 - પપૈયાનો રસનું સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે. 6 - પપૈયું પેટના રોગ, હૃદય રોગ, આંતરડાની કમજોરી વગેરેને જૂર કરે છે. પાકેલા કે કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી પેટ માટે લાભકારી થાય છે. 7 - પપૈયાના પાનના ઉપયોગથી હાઈ બી

રાઇટ ટુ એજ્યુકેશન એક આદેશ, અનેક સવાલ

સુપ્રીમ કોર્ટે છથી ચૌદ વર્ષની વયજુથનાં ગરીબ બાળકો માટે ખાનગી શાળાઓમાં પચ્ચીસ ટકા સીટો અનામત રાખવાનો અને તેમને નિ:શુલ્ક ભણાવવાનો આદેશ કર્યો છે. તેની પાછળની ભાવના સારી છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ ધારીએ તેટલો સરળ નથી. ગરીબોને ઊંચું શિક્ષણ મળશે, પરંતુ સાથોસાથ એજ્યુકેશન માફિયાઓ તેમાં છીંડાં પણ શોધી કાઢશે. - ગરીબ બાળકોને ખાનગી શાળામાં નિ:શુલ્ક પ્રવેશ મળશે, પણ પ્રોજેક્ટ્સ, પિકનિકસ વગેરે ખર્ચાનું શું? - આ ફાયદો માત્ર છથી ચૌદ વર્ષના બાળકોને જ આપવા પાછળનો તર્ક શો છે? - આ કાયદામાંથી છટકવા ખાનગી શાળાઓ પોતાના વર્તમાન વિદ્યાર્થીઓમાંથી જ ૨૫ ટકાને ગરીબ બતાવી દે તો? - ગરીબ બાળકના પરિવારને અમુક નિશ્વિત રકમનાં એજ્યુકેશનલ કૂપન આપી શકાય. ઘસાઇને ચટપટ થઇ ગયેલો એક જોક છે: જાપાન, ચીન અને ભારતના શાસકોએ ટેક્નોલોજીમાં કોણ આગળ એ જાણવા હોડ લગાવી. ચીનાઓએ વાળથી પણ દસ ગણો બારીક એક તાર બનાવ્યો અને કહ્યું કે આનાથી બારીક તાર કોઇ ન બનાવી શકે. જાપાને એ તારની સોંસરવું કાણું પાડી આપીને તેને સૌથી પાતળી પાઇપ બનાવી આપી. હવે વારો ભારતનો આવ્યો. આપણાવાળાઓએ એ તાર પર લખી નાખ્યું, મેઇડ ઇન ઇન્ડિયા. આ જોક યાદ આવવાનું કારણ રાઇટ ટુ એ

ટ્રેકિંગ અથવા બીચ પર સ્વાસ્થ્ય સંભાળ છે જરૂરી

ટ્રેકિંગ માટે જાવ કે પછી દરિયાકિનારે જલસાથી મોજાંને આવતાં-જતાં જુઓ, પણ પ્રવાસ દરમિયાન વજન વધી ન જાય તેનું ધ્યાન ચોક્કસ રાખવું જોઇએ. ઉનાળાની રજાઓ નજીક છે ત્યારે પ્રવાસનું આયોજન કરવું ખૂબ જ અગત્યનું છે. પ્રવાસ દરમિયાન આખું કુટુંબ નજીક આવે છે. પ્રવાસમાં રોજ નજર સમક્ષ એટલી બધી જુદી જુદી વાનગીઓ આવે છે કે ભૂખને રોકવી મુશ્કેલ બને છે. ખરેખર તો તમે વજન ઉતારવાનું વિચારતાં હો કે જાળવી રાખવાનું, પ્રવાસ એ વજન ઉતારવાનો સહેલો રસ્તો બની શકે છે. - આખા પ્રવાસ દરમિયાન એકાદ દિવસ બંને સમય તમારે જે ખાવું હોય તે ખાઇને બાકીના દિવસો સાચવી લો. જેમ કે, બીજા દિવસોએ હળવો ખોરાક લઇને બેલેન્સ કરી લો. - જ્યારે જમવા જાવ ત્યારે બને ત્યાં સુધી તમે જ મેનુ સીલેકટ કરો. જેમ કે, હોટલમાં પણ ઓછા તેલના શાકભાજીવાળા પરોઠા, દહીં, ઇડલી-સંભાર, તેલ વગરના ઉત્તપા અને સંભાર, દહીં-ભાત, રોટલી અને રાયતું જેવી વાનગીઓ વજન મેઇન્ટેન કરવામાં મદદરૂપ થઇ શકશે. - પ્રવાસ દરમિયાન કસરત કરવાનું ભૂલશો નહીં. બને તો જીમમાં અથવા ચાલવા નીકળી પડો અને કેલેરી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. - કુટુંબીજનોની કંપનીને માણતાં બને તેટલું ધીમું ખાવ. ખોરાકનું પાચન

ઇટાલીમાં રહીને અમેરિકાના વિઝા મળે ખરા?

સવાલ:મારી સિસ્ટરે ૧૦મા ધોરણની એકઝામ આપીને રોહડ્સ આઇલેન્ડ્સ, અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ત્રણ વીકના સમર કેમ્પ માટે એપ્લાય કર્યું છે. તેને આઇ-૨૦ મળે તો વિઝાના કેટલા ચાન્સિસ છે?-હર્ષિલ ખજાનચી, વડોદરા જવાબ:અમેરિકાની કોઇપણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળે અને આઇ-૨૦ તમને મળે એટલે સ્ટુડન્ટ વિઝા મળે જ તેવું માનવું નહીં કે વિઝા આપવો જ પડે તેવો કોઇ નિયમ નથી. આ પ્રકારના વિઝાનો મહત્વનો આધાર વિઝા ફોર્મ તથા ઇન્ટરવ્યૂ છે જેની બરાબર ચોક્કસાઇપૂર્વક તૈયારી કરવી જોઇએ. સવાલ:યુ.એસ.એ.ના વિઝિટર વિઝા માટે કર્યું સ્ટેટ સારું? વિઝા માટે કર્યું ફોર્મ ફિલઅપ કરવું પડે? ક્યા ડોક્યુમેન્ટ્સ જોઇએ? અમેરિકા આવવા જવા સુધીનો કેટલો ખર્ચ થાય?-કેતન પંચાલ, અમદાવાદ જવાબ:અમેરિકાના વિઝિટર વિઝા માટે કોઇ સ્ટેટ પસંદ કરવાનું હોતું નથી. વિઝિટર/ટુરિસ્ટ વિઝા માટે ડી.એસ. ૧૬૦ ફોર્મ ઝીણવટપૂર્વક ભરવું પડે. સામાન્ય રીતે વિઝિટર વિઝાનો ઇન્ટરવ્યૂ માત્ર પાંચથી દસ જ મિનિટમાં પૂરો થઇ જતો હોઇ તમારી પાસે કોઇ ડોક્યુમેન્ટ્સ માગવામાં આવતા નથી. બતાવવા રિકવેસ્ટ કરશો તો ચોખ્ખી ના પાડી દેશે. છતાં આવકના પુરાવા, ઇન્કમટેક્સ રિટર્ન વગેરે સાથે

ઘરે બનાવો રૂમાલી રોટી

ઘરે આ રીતે બનાવો 'રૂમાલી રોટી' સામગ્રી: 1 1/2 કપ ઘઉંનો લોટ 50 ગ્રામ મેંદો 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર 2 ટે. સ્પૂન તેલ લોટ બાંધવા માટે પાણી જરૂર પ્રમાણે રીત: -ઘઉંનો લોટ મેદો મીઠુ અને બેકિંગ પાવડર ભેળવી તેને ચાળી લો -તેમાં તેલ પાણી મેળવી મુલાયમ કણક બાંધો -ધ્યાન રાખો રૂમાલી રોટીની કણક થોડી લચીલી હોવી જોઈએ -હવે આ કણકને જીણા સતરાઉ કપડાથી ઢાકી અડધા કલાક માટે રાખો -આ લોટના નાના નાના લુઆ પાડી પાતળી (ટિશ્યૂ પેપર જેવી) ગરમ રોટલી વણો -તવા પર શેકી ગરમ ગરમ સર્વ કરો

કેવી રીતે કરશો કમ્પ્યૂટરનું ઈમરજન્સી શટડાઉન?

જાણો એવી રીત વિશે જેનાથી આપ આપના કમ્પ્યૂટરને કોઈ નુકસાનની આશંકા વિના તરત જ શટડાઉન કરી શકો છો. કમ્પ્યૂટર પર કામ કરતા અચાનક આપને જો ક્યાંય જવું પડે તો આપ શું કરશો? શક્ય છે કે, કમ્પ્યૂટરને સીધું સ્વીચ ઓફ કરી દો, પણ એવું કરવા જતા કમ્પ્યૂટરને નુકસાન થઈ શકે છે. કમ્પ્યૂટરને ડાયરેકટ શટડાઉન કરવાથી એમાં ચાલી રહેલા પ્રોગ્રામ સાચી રીતે બંધ નથી થઈ શકતા, જેનાથી બીજીવાર એનો ઉપયોગ કરવામાં તકલીફનો સામનો કરવો પડી શકો છો. એવામાં પછી શું કરશો? જાણો એક એવી રીત વિશે જેમાં કમ્પ્યૂટરને કોઈ નુકસાન ન થાય એ રીતે તરત શટડાઉન કરી શકાય છે. *કમ્પ્યૂટર તરત શટડાઉન કરવા માટે સ્ક્રીન પર નીચે આપેલા બારમાં જઈને રાઈટ ક્લિકકરી ટાસ્ક મેનેજરને ઓપન કરવા માટે ctrl+alt+cel શોર્ટકટનો પણ પ્રયોગ કરી શકો છો. *ટાસ્કર મેનેજર ખૂલ્યા બાદ એપિ્લકેશન ઓપ્શનને પસંદ કરી એમાં ચાલી રહેલા બધા પ્રોગ્રામ બંધ કરી દો એટલે કે end taskનો ઓપ્શન પસંદ કરો. *ત્યાર બાદ alt+ કમાંડ આપી શટડાઉન આઈકનને ઓપન કરી લો. *પછી CTR L કીને દબાવીને શટડાઉન અથવા ટર્નઓફનો ઓપ્શન પસંદ કરો.

શું ખરેખર આજે સંબંધો ‘ડિસ્પોઝેબલ’ જ બની રહ્યાં છે?

આપણા સમાજની એક ખાસિયત છે કે તરસ છીપાઇ ગયા પછી ખાલી ગ્લાસનો કોઇ ભાવ પૂછતું નથી. અલબત્ત, આ બાબતને ક્યારેય સારી ગણવામાં આવતી નથી. છતાં સમાજ પોતાના સ્વાર્થ અને મતલબ પૂરતો દરેકનો ઉપયોગ પોતાની રીતે કરી લે છે. એક સમય હતો, જ્યારે સંબંધોને ગંભીરતાથી બાંધવામાં આવતા હતા, નિભાવવામાં આવતાં હતાં. ભલે ને માત્ર મોં બોલ્યા સંબંધો હોય તો પણ તેને એવી રીતે જાળવવામાં આવતાં કે લોકોને ક્યારેક વિચાર આવે કે આ સંબંધ કેટલા દીર્ઘકાલીન છે? માતાપિતાએ બાંધેલા સંબંધો દીકરા અને તેમના દીકરા પણ નિભાવતાં અને પેઢીઓ સુધી બે પરિવાર વચ્ચે સંબંધો સચવાયેલા રહેતાં. જ્યારે હવે જમાનો બદલાયો છે. આજના જમાનામાં સંબંધોની ગંભીરતા ઘટી રહી છે, આત્મીયતામાં ઓટ આવી રહી છે. સંબંધોની ઉષ્મા, તેનો અર્થ અને તેનું સાચું સ્વરૂપ ધીમે ધીમે પોતાના અસ્તિત્વને ગુમાવી રહ્યાં છે. આજકાલ લોકો લોહીના સંબંધો નથી નિભાવતા, ત્યારે માત્ર માનેલા સંબંધોની તો વાત જ ક્યાં કરવી? આનું કારણ છે, આપણો સમાજ અને લોકો હવે મૂડીવાદી અને વાસ્તવિકતાવાદી બની ગયા છે. તેમને માટે એવા જ સંબંધો મહત્વના છે, જે તેમને ઉપયોગી થાય. સમાજમાં તેમના માનમરતબા અને પ્રતિષ્ઠાને વધારે. જો આ

તન-મન રાખે સ્વસ્થ સ્પા ટ્રીટમેન્ટ

પ્રશ્ન :મારે સ્પા ટ્રીટમેન્ટ લેવી છે, પરંતુ મને ખ્યાલ નથી કે સ્પા ટ્રીટમેન્ટ કેવી રીતે લેવાય? આ સ્પા ટ્રીટમેન્ટ ક્યાં લઇ શકાય? તેમાં શેનો સમાવેશ થતો હોય છે? ઉત્તર :તમે કોઇ પણ બ્યૂટિ પાર્લરમાં જઇને સ્પા ટ્રીટમેન્ટ લઇ શકો છો. સામાન્ય રીતે સ્પા ટ્રીટમેન્ટમાં બોડી સ્પા, હેર સ્પા વગેરેનો સમાવેશ થાય છે. સ્પા ટ્રીટમેન્ટ લેવાથી શરીર રિલેકસ થાય છે અને ત્વચા સ્વચ્છ તથા કાંતિવાન બને છે. જ્યારે હેર સ્પા ટ્રીટમેન્ટ વાળને સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર બનાવે છે. તમે કોઇ બ્યૂટિ પાર્લરમાં આ ટ્રીટમેન્ટ લઇ શકો છો. પ્રશ્ન :મારા ચહેરા પર ખૂબ જ ફોલ્લીઓ થઇ જાય છે. મને કોઇએ એવી સલાહ આપી કે મારે સુખડના પાઉડરનો લેપ લગાવવો જોઇએ. શું આ લેપ લગાવવાથી ફોલ્લીઓ દૂર થઇ જશે? ઉત્તર :સુખડના પાઉડરથી ઠંડક થાય છે. તમારી ત્વચા તૈલી હોય તો ઉનાળામાં તૈલગ્રંથિઓમાંથી તેલ વધારે નીકળે છે. ધૂળના રજકણો, માટી, મેલ વગેરે તેની સાથે ભળવાથી ત્વચા પર ફોલ્લીઓ થઇ જાય છે. તમે સુખડના પાઉડરમાં થોડું ગુલાબજળ મિકસ કરીને ચહેરા પર જ્યાં ફોલ્લીઓ થઇ હોય ત્યાં નિયમિતરૂપે લગાવો. તેની ઠંડકથી ફોલ્લીઓ ઓછી થઇ જશે. પ્રશ્ન :મારી ત્વચા નોર્મલ પ્રકારની છે. રંગ

બાળકની નસકોરી ફૂટે ત્યારે.....

ઉનાળામાં નસકોરી ફૂટવાથી નાના બાળકો તો ઠીક, મોટા પણ ક્યારેક ગભરાઇ જાય છે. આવા સમયે શાંતિથી યોગ્ય ઉપાય અજમાવવા જોઇએ. ઘણા લોકોને ઉનાળાની તીવ્ર ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા પરેશાન કરે છે. આવી ગરમીમાં બિચારા ફૂલ જેવા કોમળ બાળકોની સ્થિતિ તો કેવી થાય? ઘણા બાળકોને પણ ઉનાળામાં નસકોરી ફૂટતી હોય છે. આનું કારણ ઋતુના પ્રમાણમાં શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જવું તે છે. જ્યારે કેટલાક લોકો અથવા બાળકોને વધારે પડતાં ઉષ્ણ ગણાય એવા પદાર્થોનું સેવન કરવાથી પણ નસકોરી ફૂટે છે. ઉનાળામાં તો આ સમસ્યા વધારે ગંભીર બને છે. બાળકને જ્યારે નસકોરી ફૂટે ત્યારે તાત્કાલિક લોહી વહેતું કેવી રીતે બંધ કરી શકાય તે માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય અહીં જણાવ્યા છે. - ડુંગળી કાપી તેને નાક પાસે રાખી બાળકને સુંઘવાનું કહો. - બાળકનું માથું આગળની તરફ ઝુકાવી માથા પર પાણી રેડૉ. - કાળી માટી પર પાણી રેડી તે સુંઘાડૉ. - રૂના પૂમડાંને સફેદ સિરકાવાળું કરી તેના જે નસકોરાંમાંથી લોહી નીકળતું હોય તેમાં નાખો. - નસકોરી ફૂટે ત્યારે સીધા બેસાડી નાકના બદલે મોં દ્વારા શ્વાસ લેવાનું કહો. - નાક પર ઠંડા પાણીમાં પલાળેલા રૂનાં પૂમડાં મૂકો. રૂના નાનાં નાનાં

હોસ્ટેલમાં ભણવા જતી દીકરીને શું કહું?

બહારગામ હોસ્ટેલમાં રહેતી દીકરીએ સાવધ રહેવું જોઇએ. ઘણી વાર આવી યુવતીઓ સાથે અનિચ્છનીય ઘટના બને છે. પરિણામે યુવતી અને પરિવારને સમસ્યાનો સામનો કરવાનું આવે છે. આ લેખમાં બહુ જ અગત્યનો, અત્યંત રસપ્રદ અને આજની સામાજિક સ્થિતિમાં કાયદો ક્યાં મદદે આવી શકે એમ છે તેની વાત કહેવાનું બહુ જરૂરી લાગે છે. થોડાક દિવસ પહેલાં મારી પાસે એક બહેન આવ્યાં અને તેમણે મને કહ્યું કે, તેઓ મહિલાઓને લગતા કાયદાઓના લેખ નિયમિત વાંચે છે અને તેમને હવે ખ્યાલ આવ્યો છે કે મહિલાના રક્ષણ માટે ઘણા કાયદા છે અને મહિલાને પણ પોતાને ઘણા અધિકાર છે. તેમને એક પ્રશ્ન મૂંઝવતો હતો, જેના માટે તેઓ મને મળવા આવેલાં. તેમનો પ્રશ્ન એ હતો કે, ‘હું એક સંયુક્ત કુટુંબમાં રહું છું જેમાં નિવૃત્ત સસરા, સાસુ, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી છે. મારે એક દીકરી છે જેણે હાલમાં જ બારમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. એ ભણવામાં ખૂબ તેજસ્વી છે અને એને કોલેજ કરવા મુંબઇ જવું છે. અમારું કુટુંબ ખૂબ રૂિઢચુસ્ત વિચારસરણી ધરાવે છે, કુટુંબના સભ્યોને હજુ આજના બદલાતા જમાનાની અસર ખાસ થઇ નથી. વર્ષોથી ચાલ્યા આવતા રીતરિવાજોને અનુસરીએ છીએ.’ તેઓ પોતે ફકત દસ ચોપડી ભણેલાં છે અને પોતાની દ

ઘરે હેર સ્ટ્રેટનિંગ કરવું કેટલું હિતાવહ?

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા હોઠ અત્યંત કાળા પડી ગયા છે. તે પહેલાં જેવા કુદરતી ગુલાબી રંગના થાય એ માટે શું કરવું જોઇએ? ઉત્તર : તમે હોઠ પર લાઇમ જયૂસનું મિશ્રણ લગાવો. આ મિશ્રણમાં લીંબુનો રસ, મધ અને ગ્લિસરીન મિકસ કરો. આને નિયમિત રીતે દરરોજ હોઠ પર લગાવવાથી થોડા મહિના પછી તમારા હોઠનો રંગ ગુલાબી થવા લાગશે. પ્રશ્ન : મારા ચહેરા પર દાઝી જવાથી ડાઘ પડી ગયાં છે. આ ડાઘ ઝડપથી દૂર થાય તે માટે કોઇ ઉપાય જણાવશો? ઉત્તર : તમે એ નથી જણાવ્યું કે તમારો ચહેરો કેવી રીતે દાઝી ગયો છે અને કેવા ડાઘ છે. તેમ છતાં તમે તાજું નાળિયેર લઇ તેને બાળી નાખો. આ નાળિયેરને પથ્થર પર ઘસવાથી તેલ નીકળશે. તેને ડાઘ પર ઘસવાથી ધીરે ધીરે ડાઘ દૂર થઇ જશે. પ્રશ્ન : હું હજી પંદર વર્ષની જ છું, પણ મારા વાળ અત્યારથી સફેદ થવા લાગ્યા છે. મેં થોડા સમય પહેલાં વાળને કલર કરાવ્યો હતો. તે પછી મેંદી લગાવવાને લીધે વાળ ડબલ શેડ્સના થઇ ગયા છે. મારે શું કરવું જોઇએ? ઉત્તર : કોપરેલમાં આંબળાનો પાઉડર નાખી તે એકદમ કાળા રંગનું થાય ત્યાં સુધી ઉકાળો. આને એક કલાક વાળમાં લગાવી રાખી પછી ધોઇ નાખો. આનાથી વાળ સફેદ થતાં અટકશે. વાળને પોષણ મળે તે માટે અઠવાડિયે એક

મા-બાપ હકીકત સ્વીકારતાં થાય

પોતાનું સંતાન મંદ બુદ્ધિનું છે એ વાત જાણતાં હોવા છતાં ઘણી વાર મા-બાપ વાસ્તવિકતા સ્વીકારતાં હોતાં નથી. જ્યારે સ્વીકારે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. આમાં સમયસર સારવાર શક્ય છે. ગંદકી ઉપર પડદો ઢાંકી દેવાથી ગંદકી દૂર થઇ જતી નથી, પરંતુ તેમાં ધીરે ધીરે કોહવાટ થાય છે અને તેની વાસ વધારે આવે છે. તે જ રીતે ઘણા લોકો પોતાની મુશ્કેલીઓને બરાબર જોઇ શકતાં હોવા છતાં સમજતાં નથી હોતાં અને વધારે ઉપાધિ વહોરી લેતાં હોય છે.આજની જ વાત કરું તો, એક મા-બાપ એમના પંદર વર્ષના દીકરાને લઇને મારી પાસે આવ્યા અને જણાવ્યું કે આને ખેંચની બીમારી છે અને તેની સારવાર કરો. અત્યાર સુધી બાધા-આખડી, ભૂત-ભૂવાથી ચલાવતા હતા અને અમને પણ સાચું લાગતું હતું કારણ કે તેને ખેંચ ફકત બપોરના સમયે જ આવતી હતી. ભૂવાનું કહેવું હતું કે બપોરનું ભૂત આવ્યું છે એટલે જમવાના સમયે જ આવું થાય છે. આ તો હમણાંથી રાત્રે ખેંચ આવવા માંડી એટલે કાંઇક સારવાર કરાવવાનો વિચાર કર્યો. અત્યાર સુધી દવા કરાવવાનો પ્રયત્ન સિવિલ હોસ્પિટલમાં કર્યો હતો, પરંતુ દવા કામ નથી આવતી. સાથે આવેલા દીકરો મંદ બુદ્ધિનો છે તેવું કોઇ પણ જોનાર પણ કહી દે, પરંતુ મા-બાપ તે સ્વીકારવા તૈયા

ચટપટી 'દાલ મૂઠ'

વેકેશનમાં બાળકો માટે બનાવો 'દાલ મૂઠ' સામગ્રી - 250 ગ્રામ કાળા મસુર 150 ગ્રામ ઝીણી સેવ કાજુ, દ્રાક્ષ, મગજતરી બીજ જરૂર મુજબ 1/2 ટી. સ્પૂન તજ - લવીંગ પાઊડર પ્રમાણસર મીઠું 1 ટી. સ્પૂન સંચળ 1 ટી. સ્પૂન મરી પાઊડર 1 ટી. સ્પૂન આંબોળીયાનો પાઊડર તળવા માટે તેલ રીત - -મસૂરને 7 કલાક પલાળી રાખો. પછી ચારણીમાં નીતારી કપડા પર પહોળા કરી, -કોરા પડતા ગરમ તેલમાં તળી લો -પછી કાજુ, દ્રાક્ષ, મગજતરી બીજ સહેજ તળીને નાંખવા. -પછી સંચર મરી લવીંગ પાઊડર, આંબોળીયા પાઊડર ઉમેરી બધો મસાલો કરી બરાબર હલાવો

20 લાખ કરતાં વધુ વર્ષથી આ ગામમાં વરસાદ પડ્યો નથી!

દુનિયામાં આ જગ્યાએ સેંકડો માઇલો સુધી બરફની જમીન જ દેખાય છે આ વિસ્તારમાં તાપમાન -89 ડિગ્રી સુધી પહોંચી જાય છે એન્ટાર્કટિકા ખંડમાં 1912માં માણસના પગલા પડ્યા હતા. આ પછી 1950ના દાયકામાં અહીંયા ઔપચારિક સંશોધનો થવા લાગ્યા અને અલગ અલગ રેકોર્ડો નોંધાવા લાગ્યા. માઇલો સુધી પથરાયેલા બરફવાળા આ વિસ્તારમાં તાપમાન -89 ડિગ્રી સુધી પહોંચી જાય છે. કોઈ રણ વિસ્તારની જેમ જ અહીંયા પણ સેંકડો માઇલો સુધી બરફની જમીન જ દેખાય છે. આથી રણવિસ્તારોની જેમ અહીંયા પણ દૂરની જગ્યા પણ નજીક લાગે છે. આટલા બધા બરફ છતાં પણ અહીંના વાતાવરણમાં જરા પણ ભેજ નથી. આથી અહીંયા ક્યારેય વરસાદ પડતો નથી. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે Previous Story ક્યાંક તમારા મોતનું કારણ પણ આ જ ન બની જાય! Next Story 'મારી જગ્યાએથી દુર થઈ જા, નહીં તો જોવા જેવી થશે' અહીંયા પાછલા 20 લાખ વર્ષોથી વરસાદ પડ્યો નથી.

જોઈલો, કુદરતે નહીં ભાઈ, માણસે કરી બતાવ્યો ચમત્કાર

શું એક જ છોડમાં બે પ્રકારની શાકભાજી ઉગી શકે ? તમારો જવાબ કદાચ ના માં જ હશે. પરંતુ આવુ બિલ્કુલ નથી. હૉર્ટિકલ્ચર દ્વારા એક છોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેના મૂળમાં બટેકા ઉગ્યા છે અને તેની ડાળીઓમાં ટમેટા ઉગી નીકળ્યા છે. આ છોડને નામ આપવામાં આવ્યું છે 'અમાટર'. - 'આલૂ' અને 'ટમાટર' મળીને બન્યા 'અમાટર' - જેને ઉગાડવા ઉપર બે પ્રકારના શાકભાજી આપતા છોડનો પાક થઈ શકે કુદરત અજીબો-ગરીબ કારનામાઓ કરવામાં માહેર છે, પરંતુ કેટલીક વખત તેનાથી પણ વધારે અદભૂત નજારા જોવા મળી જાય છે. મૂળિયામાં બટેકા અને ડાળીમાં ટમેટા કુદરતી રીતે ઉગવા અશક્ય છે, પરંતુ હાર્ટિકલ્ચરે આ અદભૂત કારનામો કરી બતાવ્યો છે. ખાસ વાત એ છે કે છોડ સારો એવો ઉગ્યો છે, અને તેમાં એક જ સમયે બન્ને પ્રકારની શાકભાજી ઉગી નીકળી છે. હાર્ટિકલ્ચરમાં રસ ધરાવનારા મોહિત ગાડેકર તેમજ સાયન્સ કૉલેજમાં બાયોટેક્નોલોજીની વિદ્યાર્થીની સોનૂ કાંવરે મળીને લાંબા સમય સુધી તેની ઉપર અભ્યાસ કર્યો અને એક દિવસ તેમની મહેનત રંગ લાવી. 'આલૂ' અને 'ટમાટર' મળીને બન્યા 'અમાટર' લાંબી પ્રક્રિયા પછી છોડમાં બન્ને શાકભાજી એક સાથે આવી

તમારા ટીવીને કંટ્રોલ કરો તમારા આઈફોનની મદદથી

આઇફોનને રિમોટ તરીકે વાપરવા માટે યૂઝર્સને પોતાના ટેલિવિઝન સેટ પર એક એપલ ડિવાઇસની જરૂર પડે છે. આ સાથે એક વાયરલેસ રૂટર (પીલ) અને પીલ કેબલની જરૂર પડે છે, જે ઘરના વાઇ-ફાઇ રૂટરઓપન એથરનેટ પોર્ટ સાથે લિંક રહેશે. ચોક્કસ અંતર રાખવું : આ એક વાયરલેસ પ્રોટોકોલ ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ કનેક્ટિવિટી માટે કરવામાં આવે છે. પણ તે ૨૫ ફૂટની અંદર હોય તે જરૂરી છે. આ પીલ ડિવાઇસ ટીવી સેટ માટે કામ કરે છે માટે તેને તેની નજીક રાખવામાં આવે છે. યૂઝર્સે તેને એપ્પ સ્ટોરમાંથી ફ્રી પીલ એપ્પ ડાઉનલોડ કરવું પડશે ત્યાર પછી આઇફોન રિમોટની જેમ કામ કરશે. પ્રોગ્રામની પસંદગી કરો : તેના યોગ્ય ઉપયોગ માટે પીલમાં પસંદગીના પ્રોગ્રામ્સ સેટ કરવા પડશે. પીલના સહસંસ્થાપક બાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે ઘણી વખત અમારો મોટાભાગનો સમય એ શોધવામાં ચાલ્યો જાય છે કે શું સારું છે? અને દિન-પ્રતિદિન આ મુશ્કેલી વધુ ને વધુ મુંઝવી રહી છે. આવામાં પીલના માધ્યમથી મનપસંદ કાર્યક્રમ જોવાની સલાહ મળી શકે છે. તેની મદદથી તમે ટ્વિટર કે ફેસબુક પર મિત્રો સાથે શેરિંગ કરી શકો છો કે તમે શુ જોઈ રહ્યા છો પેંડોરા રેડિયોની જેમ : પીલ બિલકુલ નેટિફ્લકસ અને પેંડોરા રેડિયોની

વેજીટેબલ પરોઠા

વેજીટેબલ પરોઠા સામગ્રી : પાલકની ભાજી – ૫૦ ગ્રામ, વટાણા – ૫૦ ગ્રામ, લીલાં ચણા – ૫૦ ગ્રામ, આદું – નાનો ટુકડો, લીલા મરચાં – ૨ નંગ, અજમો – અડધી ચમચી, તલ – ૧ ચમચી, ચોખાનો લોટ – ૨ ચમચા, ચણાનો લોટ – ૧ ચમચો, ઘઉંનો લોટ – ૨૦૦ ગ્રામ, મીઠું – સ્વાદ મુજબ, તેલ – જરૂર પ્રમાણે રીત : -પાલક, વટાણા, લીલા ચણા, આદું અને લીલાં મરચાંને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો. -આ પેસ્ટમાં અજમો, તલ અને મીઠું ભેળવો. -હવે બધા લોટને મિકસ કરી તેમાં તેલનું મોણ નાખી પેસ્ટને લોટમાં સારી રીતે મિકસ કરી કણક બાંધો. -પ્રમાણસર લૂઆ લઇ પરોઠાં વણી લોઢી પર બંને બાજુએ શેકી લો.

ફળોનો રાજા એમ જ કંઈ નથી કહેવામાં આવતો કેરીને, જાણી લ્યો ગૂણ

કેરીને આમ જ કંઈ ફળોનો રાજા કહેવામાં નથી આવતો. તે ગૂણથી પણ એટલું જ મહાન ફળ છે. કાચી અને પાકી બન્ને કેરી ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે. ચાલો આજે કાચી અને પાકી કેરીના કેટલાક ખાસ ગૂણ વિશે વાત કરીએ. -કાચી કેરીના ટુકડાને પાણીમાં ઉકાળી પનો બનાવવામા આવે છે જે ગરમીમાં લૂથી આપણું રક્ષણ કરે છે. -કાચી કેરીના ટુકડાને પગના તળીયે લગાવવાથી પણ લૂ સામે રાહત મળે છે. -શરીરની ગરમી મારી ઠંડક પહોચાડે છે જેથી પિત્તની સમસ્યા દૂર થાય છે. -પાકી કેરીમાં સેલ્યૂલોઝ અને મોટોસ શર્કરા હોય છે જે શક્તિ પ્રદાન કરે છે. -પાકી કેરી દૂધ સાથે 3 મહિના સુધી સતત લેવાથી પૌરુષત્વ વધે છે. -કાચી કેરી તાસીરે ખાટ્ટી હોવાથી તેનાથી વાસણ અને ઘરેણા પણ ચોખ્ખા થાય છે. -કેરીના ગોટલામાં પણ ઘણું પોષક તત્વ હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. -આંબાના પાદડાં બાળી તેની ધૂણી લેવાથી ગળાનો કોઈપણ પ્રકારનો રો મટે છે. -કોઈપણ પ્રકારની ફોડલી ખિલમાં કેરીની છાલ પાણીમાં ઘસી જે તે જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે. -ડાયાબિટીસના દર્દીએ કેરીથી દૂર રહેવું જોઈએ.