નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચાલો, G-Mail અને Yahoo સિવાયની દુનિયાના સફરે

 
 
ઇન્ટરનેટ યુઝ કરનાર દરેક વ્યકિત કોઇ ને કોઇ ઇમેલ સર્વિસ સાથે જોડાયેલી છે, રિડિફ, જીમેલ, યાહૂ ઇન હોટમેલ ઉપરાંત બીજી ઘણી સેવાઓ પણ સલામત છે

Zoho.com/mail

ભારતમાંથી સંચાલિત ઉત્તમ આંતરરાષ્ટ્રીય મેલ સર્વિસ છે. ઝોહો મેલમાં બિઝનેસ યુઝર્સ અને સામાન્ય યુઝર્સ એમ બંને માટે ઇમેલ એકાઉન્ટ બનાવવાની સુવિધા છે. સામાન્ય યુઝર્સ ફ્રી એકાઉન્ટ બનાવી શકે છે. તેમાં પાંચ જીબી સુધીની સ્પેસ આપવામાં આવે છે. ઇન્સ્ટન્ટ મેસેન્જર અને કેલેન્ડર તેના સારા ફીચર્સ છે. અગત્યના સંદેશા અને કોન્ટેકટ્સને વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ કરવા, તમારા મેસેજને ફોલ્ડર્સ અને લેબલ્સમાં વર્ગીકત કરવા જેવી સુવિધાઓ ગમે એવી છે. મેલબોકસ જાહેરખબરોથી સંપૂર્ણપણે ફ્રી છે. તમે ઇરછો તો તમારા મેસેજને થોડીવાર પછી મોકલવાની(ડિલેડ રિપ્લાય)ની સુવિધાનો લાભ લઇ શકો છો. બેદરકારીમાં તમારાથી કંઇ ખોટું લખાઇ ગયું હોય એવા સંજોગોમાં આ બહુ ઉપયોગી નીવડશે.

mail.com

ઇમેલ માટે આનાથી ઉત્તમ વિકલ્પ કદાચ અન્ય કોઇ નથી. આને સહેલાઇથી યાદ રાખી શકાય છે. તેનું નામ પણ કેટલું સરળ છે. આ સૌથી જૂની અને જાણીતી ઇમેલ સર્વિસમાંની એક છે. જોકે, ભારતમાં આનો ઉપયોગ ઓછો થાય છે. જો તમારે તમારા વ્યવસાય અથવા વિસ્તારના આધારે તમારું ઇમેલ આઇડી જોઇતું હોય તો અહીં બસ્સો વિકલ્પ હાજર છે તેમાંથી તમને અનુકૂળ આવે તે વિકલ્પ તમે પસંદ કરી શકો છો. જેમ કે એન્જિનિયર.કોમ, જર્નલિસ્ટ.કોમ, આર્કિટેકટ.કોમ અથવા તો એશિયા.કોમ. અનલિમિટેડ ઇમેલ સ્ટોરેજ, સ્પામ ફિલ્ટર અને એન્ટિવાયરસ સુર ાા, લેબલ્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની સુવિધાને લીધે દુનિયાભરના કરોડો યુઝર્સને આ સર્વિસ ગમે છે.

inbox.com

પોતાની સ્પીડ માટે જાણીતી આ ઇમેલ સર્વિસ યુઝરને પાંચ ગીગાબાઇટની સ્ટોરેજ સ્પેસ આપે છે. સ્પષ્ટ ઇન્ટરફેસ, ઝડપી સર્ચ, માઇક્રોસોફટ વર્ડની જેમ રિચ ટેકસ્ટ એડિટિંગ, એન્ટિવાયરસ સ્કેનિંગ વગેરે તેની વિશેષતા છે. ઇમેલને ઓર્ગેનાઇઝ કરવા માટે સ્ટાર્સ, ફોલ્ડર્સ, લેબલ્સ અને ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકાય છે. ૩૦ એમબી સુધીનું એટેચમેન્ટ મોકલવાની સુવિધા ખૂબ કામ લાગે એવી છે. કેલેન્ડર, નોટ્સ અને ઇમેજ ગેલેરી પણ હાજર છે. વધુ એક બાબત આકર્ષે તેવી છે. યુઝર્સ ઇનબોકસને પોતાના મનગમતા રંગ અને ડિઝાઇનમાં સજાવી શકે છે. આ સુવિધા અન્ય કોઇ મેલ સર્વિસ પૂરી પાડતી નથી.

aol.com/mail

અમેરિકન ઓનલાઇન કંપની અમેરિકા ઓનલાઇન(એઓએલ)ની આ મેલ સર્વિસની અમેરિકામાં બોલબાલા છે. પોતાની અનલિમિટેડ ઓનલાઇન સ્ટોરેજ, દમદાર સ્પામ, વાયરસ સુર ાા અને સરળ ડિઝાઇનના કારણે લોકોને આ સર્વિસ ખૂબ ગમે છે. તેમાં કેલેન્ડર, ચેટ અને સોશિયલ નેટવર્કિંગનો પણ સમાવેશ થાય છે. અહીં ઉપલબ્ધ રિચ એચટીએમએલ ફોર્મેટિંગ સુવિધા દ્વારા યુઝર પોતાનો મેસેજ એમએસ વર્ડની જેમ ફોર્મેટ કરી શકે છે. એસએમએસ મોકલવો હોય તો તે પણ શકય છે. એક સારી એડ્રેસ બુક, ઓટો રિપ્લાય સુવિધા, ઇવેન્ટ્સને ઘ્યાનમાં રાખવાની અને શિડયુલ બનાવવા જેવી સુવિધાઓ પણ છે.

myspace.com/mymail

જાણીતી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ માયસ્પેસની આ ઇમેલ સર્વિસ છે. તે બીજી બધી ઇમેલ સર્વિસ કરતાં કંઇક જુદો જ અનુભવ કરાવે છે. અનલિમિટેડ સ્ટોરેજ સ્પેસ હોવાને કારણે યુઝરને કયારેય પોતાના ઇમેલ મેસેજ ડિલિટ કરવાની જરૂર પડતી નથી. તેના સ્પામ અને વાયરસ ફિલ્ટર ઘણા સારા છે તેથી યુઝર પોતાની ઇમેલ સર્વિસ સેફ હોવાની બાબતે નિિશ્ચંત બની શકે છે. જોકે, અહીં ફોલ્ડર્સ કે લેબલ્સ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. તેથી યુઝર્સને પોતાના મેલ ઓર્ગેનાઇઝ કરવામાં થોડી મુશ્કેલી પડે એવું બને. ઇમેલ મોકલવા, રિચ ટેકસ્ટ ફોર્મેટિંગ, સ્પામ મેસેજને રિપોર્ટ કરવા જેવા કામ ખૂબ સરળતાથી કરી શકાય છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !