નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્ટિવ જોબ્સની iChoice હતી એક ગુજરાતી વ્યક્તિ...!

આજે દુનિયાને i-phone, i-pad, i-podeથી માહિતગાર કરાવનારા સ્ટિવ જોબનો જન્મ દિવસ છે. 24 ફેબ્રુઆરી 1955ના દિવસે જન્મેલા સ્ટિવ જોબ્સનાની પસંદ પણ એક ગુજરાતી હતી.

ચાલો ત્યારે આજે દુનિયા જે જોબ્સને ચાહતી હતી તે ગેજેટ કિંગની i-Choice કોણ હતું ? આ સવાલનો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે કે તેઓ એક ગુજરાતીને વ્યક્તિગત રીતે પસંદ કરતા હતા.

-એક ગુજરાતી હતા સ્ટિવ જોબ્સની iChoice

-એક લિડીંગ મેગેઝીનને આપેલા ઈન્ટર્વ્યુમાં એપલના સ્થાપકે કરેલો ખુલાસો


વર્ષ 1999માં એપલના સ્થાપકને પુછવામાં આવ્યું હતું કે, વીસમી સદીમાં તમે કઈ વ્યક્તિને સૌથી વધુ પસંદ કરો છો. ત્યારે જોબ્સે જવાબ આપ્યો હતો કે, "મોહનદાસ ગાંધી. એ શખ્સ 'પર્સન ઓફ ધ સેન્ચૂરી' છે. કારણ કે, તેમણે આપણા માનવ સ્વભાવની ખંડનાત્મક બાજુ દેખાડી હતી.'' જોબ્સના મતે ગાંધીજી 'ક્રિએટિવ પર્સનાલિટિ' હતા. કારણ કે, તેમણે દુનિયાને આક્રમક બનવા માટેનો નૈતિક માર્ગ દેખાડ્યો હતો.

એ જ ઈન્ટર્વ્યુમાં જોબ્સે ઉમેર્યું હતું કે, "ગાંધીએ દેખાડ્યું કે નૈતિક કાર્યો દ્વારા આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. શારીરિક આક્રમકતાના બદલે નૈતિક કાર્યો દ્વારા બદલાવ લાવી શકીએ છીએ. આપણી જાતિને વધુ જ્ઞાનની જરૂર નથી. "

સ્ટિવ જોબ્સ દ્વારા મહાત્મા ગાંધી જેવા જ ગોળ ચશ્માનો ઉપયોગ કરવામાં આવતો હતો. "થિન્ક ડિફરન્ટ"પ્રચાર અભિયાન દરમિયાન સ્ટિવ જોબ્સે ગાંધીજી સહિત વિશ્વની અનેક હસ્તીઓના ચિત્રોનો ઉપયોગ કર્યો હતો. આ અભિયાન અંગે જોબ્સનું માનવું હતું કે, "સર્જનાત્મક લોકો વિશ્વને સુંદર બનાવી શકે છે, તે એપલ બ્રાન્ડની વિશેષતા રહી છે ,"

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !