નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મરતા પહેલા આ 5 શહેરોની મુલાકાત ચોક્કસ લેતા આવજો

 
આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે જો આ ન જોયું કે પછી આમ ન કર્યું તો શું જીવ્યા? આ વસ્તુ ન ખાધી તો શું ખાધું! ત્યાં ન ગયા તો ક્યાંય ન ગયા! જો કે આ છેલ્લી વાત તો સાચી છે. દુનિયામાં કુદરતી અને માનવસર્જીત સુંદરતાનો ખજાનો છે. જો તમે ખરા પ્રવાસી હોવ અને ફરવાના શોખીન હોવ તો તમારે આ 5 શહેરોની મુલાકાત તો લેવી જ જોઈએ.
 

1. ન્યૂ યોર્ક શહેર: અત્યાધુનિક, સર્વદેશી શહેર જેમાં યોજાય છે અગણ્ય સાસ્કૃતિક કાર્યક્રમો, તેનું સંપૂર્ણ ઉદાહરણ પૂરુ પાડે છે ન્યૂ યોર્ક શહેર. ઊંચી બિલ્ડિંગોનું જંગલ, અંત વગરનું જીવન, પ્રવૃતિઓ. તમારા જીવનમાં એકવાર તો બિગ એપલના મુલાકાતી બનવું જ જોઈએ. જો તમે અહીં ન જઈ શકો તો બીજે ક્યાંક જવાનો કોઈ અર્થ નથી રહેતો.
 

2. જેરૂસલેમ: માનવ ઈતિહાસમાં સૌથી મહત્વનું શહેર વિશ્વના ત્રણ મુખ્ય ધર્મનું સ્થાન છે. ભલે તમે કોઈ પણ ધર્મના અનુયાયી ન હોય તો પણ તમારે એક વખત તો આ શહેરની મુલાકાત લેવી જ જોઈએ.
 

3. શાંઘાઈ: અમેરિકા જેવા રાષ્ટ્ર કરતા એક બિલિયન જેટલા વધુ લોકોનો સમાવેશ કરતું શહેર એટલે શાંઘાઈ. વિશ્વ ભવિષ્યમાં ચીનને પૂજશે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને તેની આધુનિક આર્થિક સત્તા જો એક વાર ન જુઓ તો મનમાં વસવસો રહી જશે.
 

4. પેરિસ: રોમાન્સ, સુંદરતા, ઈતિહાસ અને સંસ્કૃતિ આ બધાનુ મિશ્રણ એટલે પેરિસ. જો તમે એક વાર પેરિસના એફિલ ટાવર પર ચઢીને પેરિસની સુંદરતા ન માણો તો તમે ખરા પ્રવાસી જ ન ગણાઓ. યુરોપના સૌથી રોમાન્ટિક શહેરની મુલાકાત લેવામાં સૌથી વધુ સમય ફાળવજો.
 

5. એમેઝોનના જંગલો: વિશાળ અને પ્રાણીસંપત્તિથી જીવંત એમેઝોનના મોટા, હરિયાળા જંગલો ખૂંદવા દક્ષિણ અમેરિકા ક્યારે જવાના છો? માત્ર સાઉથ આફ્રિકાના જંગલોથી પરિચિત હોવું પૂરતું નથી. અસલી રોમાંચની મજા માણવા એમોઝનનાં મોટા જંગલો જોવા જવું તો પડે જ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી