નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

10 મિનીટમાં બનાવો 'સ્ટફ્ડ ચીલ્લા'

 
5 વ્યક્તિઓ માટે બનાવો સ્ટફ્ડ ચીલ્લા

સામગ્રી:
2 વાટકી બેસન
1/4 વાટકી સોજી
1/4 વાટકી છાશ
1 ટેબલ સ્પૂન ડુંગળી,આદુ લસણની પેસ્ટ
100 ગ્રામ પનીરના નાના નાના ટુકડા
3 ટામેટા જીણા સમારેલા
1/2 વાટકી બાફેલા વટાણા
કોથમીર સમારેલી
ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ અનુસાર

રીત:
-ચણાનો લોટ, સોજી, છાશ, સોડાને વ્યવસ્થિત રીતે ભેગું કરી લો
 
-તેમાં પાણી ઉમેરી ચિલ્લા બનાવવાનું ખિરુ તૈયાર કરો
 
-તેમા મીઠુ મરચુ આદુ લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરો,
 
-નોન સ્ટિક પેન ગરમ કરો, તે જ્યારે ગરમ થઈ જાય તેના પર પાણીની છાટ મારો
 
-ચોખ્ખા કપડાંથી તવો સાફ કરી, ચીલ્લા બનાવવા ખીરુ વ્યવસ્થિ ફેલાવો
 
-કળછીથી તેને ગોળાકારમાં ફેરવો અને બન્ને તરફથી આછા ગોલ્ડન બ્રાઉન રંગનું શેકો
 
-પનીર, ટામેટા, વટાણા અને મરચું મીઠુ કોથમિર મેળવી તૈયાર ચીલ્લાને ધ્યાનથી ફોલ્ડ કરી લો
 
-આ ગરમ ગરમ સ્ટફ ચીલ્લા કોથમીર-ફુદીનાની ચટની કે સોસ સાથે સર્વ કરી શકાય.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી