જો ભારતના સૌથી ધનિક અને સૌથી ગરીબ સીએમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી દેશના સૌથી ધનિક સીએમ છે. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સૌથી ગરીબ મુખ્યમંત્રી છે.
માયાવતી - ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રીનો તાજ જાય છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બહેન માયાવતીને. બહેનજીની પાસે 86 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બહુજન સમાજ પાર્ટીના મુખિયા માયાવતીની પાસે 75 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિ છે, જેમાં ઓખલામાં એક 15.5 કરોડ રૂપિયાનું કોમર્શિયલ સેન્ટર અને સરદાર પટેલ રોડ પર એક 54 કરોડ રૂપિયાનો પ્લોટ સામેલ છે. આ સિવાય બહેનજીની પાસે 90 લાખ રૂપિયાની જ્વેલરી પણ છે.
પ્રકેશા સિંહ બાદલ - પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદ દેશના બીજા નંબરના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. બાદલની પાસે 8.6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 4 કરોડ રૂપિયાની ફાર્મલેન્ડ અને અંદાજે 2 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિ છે. આ સિવાય 38 લાખની જ્વેલરી પણ બાદલની સંપત્તિમાં સામેલ છે.
એન કિરણકુમાર રેડ્ડી - આંધ્રપ્રદેશના સીએમ કિરણ કુમાર રેડ્ડી પણ આ લિસ્ટમાં સામેલ છે. રેડ્ડી દેશના ત્રીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે. તેમની પાસે 8.1 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 2.7 કરોડ રૂપિયા તો તેમના ઘરની જ કિંમત છે.
બીએસ યેદુરપ્પા - કર્ણાટકના યેદુરપ્પા બીજેપીના કદાવર નેતા માનવામાં આવે છે. તેમની પાસે 5.38 કરોડ રૂપિયાની સંપત્તિ છે. યેદુરપ્પાની પાસે 31.5 લાખ રૂપિયાનું સોનું અને 15.9 લાખ રૂપિયાની કિંમતની ચાંદી છે. જ્યારે 3 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.
નવીન પટનાયક - નવીન પટનાયક ઓરિસ્સાના મુખ્યમંત્રી છે. તેમની કુલ સંપત્તિ 4.7 કરોડ રૂપિયા છે. તેમની પાસે ભુવનેશ્વરમાં 1.5 કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ છે. તેની સાથે જ 3 કરોડથી વધારેની પ્રોપર્ટી દિલ્હી અને ભુવનેશ્વરમાં છે. તમને જણાવી દઇએ કે નવીન પટનાયક કુંવારા છે અને છતાં પણ તેમની પાસે 1.5 લાખની જ્વેલરી છે.
ભુપેન્દ્રસિંહ હુડ્ડા - હરિયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની પાસે અંદાજે 3.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. હુડ્ડાની પાસે અંદાજે 55 લાખ રૂપિયાનું સોનું છે.
ઉમર અબ્દુલ્લા - જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની પાસે 2 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં હિમાચલમાં તેમની એક ફેકટરી અને દિલ્હીમાં એક ફ્લેટ સામેલ છે. આ સિવાય ઉમર અબ્દુલાની પાસે 40 લાખની જ્વેલરી છે.
નરેન્દ્ર મોદી - ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે 1.78 કરોડની સંપત્તિ છે. તેમાં ગાંધીનગરમાં જ 1.65 કરોડ રૂપિયાનો એક ફ્લેટ છે, જ્યારે આઠ લાખ રૂપિયાની બેન્ક ડિપોઝીટ છે.
આ તો થઇ દેશના સૌથી ધનિક સીએમ. હવે આપણે વાત કરીએ દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી અંગે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તેમની કુલ સંપત્તિ ફક્ત 15.2 લાખ રૂપિયા છે. તેમની બેન્ક ડિપોઝીટ 6.42 લાખ, એલઆઇસી 2.6 લાખ રૂપિયાની છે.
ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે.
Comments
Post a Comment