નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો ફરાળી સ્પાઈસી 'સાબુદાણા વડા'

 
બનાવો સાબુદાણાના વડા

સામગ્રી:

1/2 કપ સાબુદાણા
1/2 કપ બાફી ને મેશ કરેલા બટાકા
1/2 કપ શેકેલી શીંગ નો ભૂકો -અધકચરો
1/4 કપ છીણેલું નાળીયેર
2 થી 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા
1 ચમચી ખાંડ
સ્વાદ પ્રમાણે સિંધવ
1 ટી.સ્પૂન લીંબુ નો રસ
shello ફ્રાય કરવા તેલ
૧ ટેબ.સ્પૂન તલ તે પલાળી રાખો.
૧ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટી.સ્પૂન જીરું પાવડર

રીત:

-સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ 3 થી 4 કલાક માટે પલાળી રાખો.
-ત્યારબાદ તેમાં બાફીને મેશ કરેલા બટાકો ઉમેરો,
-તેમાં શેકેલી શીંગ,છીણેલું નાળીયેર,જીરું પાવડર,લીલા મરચા,સિંધવ,લીંબુ નો રસ ,ખાંડ,તલ અને કોથમીર ઉમેરી મિક્સ કરો.
-સ્વાદ પ્રમાણે સિંધવ ઉમેરી .બરોબર મિક્સ કરી તેની નાની નાની પેટીસ વાળો.
-હવે તેને નોનસ્ટિક પર થોડુ તેલ મુકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો
-તેને કોથમીરની ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

કોથમીર ની ચટણી બનાવવા ની રીત:

-1 કપ સમારેલી કોથમીર માં 2 થી 3 લીલા મરચા,સિંધવ,1 ટી.સ્પૂન લીંબુ નો રસ,1 ટી.સ્પૂન ખાંડ
અને 1 ટેબ.સ્પૂન શીગદાણા નાખી મિક્સર માં ક્રશ કરી લો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી