નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકોની પ્રિય કાર્ટુનની દુનિયા

 
 
નાના બાળકોને કાર્ટુન મળે એટલે ખુશ ખુશ થઇ જાય. ચેનલ સામે તો ચોવીસ કલાક બેસાડી રાખો તો પણ ઓછા પડે. એમાંય હવે તો તેમને ગમતા કાર્ટુન કેરેકટર તેમની દરેક ચીજવસ્તુ પર મળે તો તો કંઇ કહેવાની જરૂર ખરી? આજકાલ બાળકોના કપડાં, સ્કૂલબેગ, લંચબોક્સ, ગેમ્સ, પેન-પેન્સિલ, કંપાસ વગેરે દરેક પર બાળકોને પ્રિય એવા વિવિધ કાર્ટુન કેરેકટર્સ જોવા મળે છે.

લંચબોક્સ, કંપાસ, સ્કૂલબેગ વગેરે પર બાળકોના ગમતા કાર્ટુન દોરેલા કે પેઇન્ટ કરેલા હોવાની સાથે ફૂટવેરમાં પણ હવે તો કાર્ટુન જોવા મળે છે. કંપાસ બોક્સ આખું જ મિકી માઉસના આકારનું હોય તો બાળક તેના પ્રત્યે આકષૉયા વિના રહેતું નથી. એવી જ રીતે બાળકને તમે વારંવાર દૂધનો ગ્લાસ ભરીને આપો તો નહીં પીએ, પણ જો એ ગ્લાસ પર ડોનાલ્ડ ડક અથવા મિકી-મિનિ દોરેલા હશે તો એવા ગ્લાસ કે મગમાં એ હોંશે હોંશે દૂધ પી જશે.

કપડાં પર પણ અત્યારે વિવિધ પ્રકારના કાર્ટુન દોરેલા હોય છે. તેમાં સ્પાઇડરમેન, બેનટેન, પોકેમોન, વગેરે કાર્ટુન તો બાળકોના ટી-શર્ટ કે પેન્ટ પર ક્યાંક ને ક્યાંક સ્થાન ધરાવતાં જ હોય છે. આવા કપડાં લેવા માટે બાળકો ક્યારેક તો માતાપિતા સમક્ષ રીતસર જિદ કરતાં હોય છે. બાળકને ગમે તેવા સુંદર કપડાં અપાવ્યા હોય કે તેણે પહેર્યાં હોય તો પણ એને કાર્ટુન કેરેકટરવાળા ડ્રેસ પહેરવા વધારે ગમે છે.

પેન કે પેન્સિલ પણ જો કાર્ટુનના ચિત્રવાળા અને નોટબુક પર કાર્ટુન દોરેલું હશે તો બાળકને વારંવાર ભણવા માટે કહેવું નહીં પડે.તમારે ક્યારેક ચકાસવું હોય તો ચકાસી જોજો. નાના બાળકો કાર્ટુન કેરેકટરવાળા સ્કૂલબેગ, લંચબોક્સ, નોટબુક, પેન-પેન્સિલ વગેરે પ્રત્યે જેટલા આકષૉશે તેટલા સાદી ચીજવસ્તુ તેને આપશો તો એ રસ નહીં દાખવે. રીટાબહેનના મોન્ટીની જ વાત કરીએ.

એ અત્યાર સુધી સ્કૂલનું હોમવર્ક કરવા બેસે ત્યારે રીટાબહેન એને કહીકહીને થાકી જાય કે, ‘મોન્ટી, તારી નોટબુકના પાનાં તો જો. સાવ ફાટી ગયાં છે. થોડી સાચવીને, પૂંઠું ચડાવીને રાખ.’ તો પણ તે ધ્યાન આપે નહીં. થોડા દિવસ પહેલાં એના પપ્પા એના માટે મિકી માઉસના પૂંઠાવાળી નોટબુક અને પેન્સિલ લઇ આવ્યા. હવે એ નોટબુક અને પેન્સિલ એ જીવની જેમ સાચવે છે. અત્યારે માર્કેટમાં નાના બાળકોના ફૂટવેર પર પણ વિવિધ કાર્ટુન કેરેકટર્સ બનાવેલા જોવા મળે છે.

મિકી, મિનિ, ડોનાલ્ડ ડક, સ્કૂબી ડૂ વગેરેના કાર્ટુન દોરેલાં હોય એવા ફૂટવેર મોટા લોકોનું પણ ધ્યાન આકર્ષે એવા હોય છે, તો નાના બાળકોની ઘેલછા વિશે તો વાત જ ક્યાં કરવી? આવા સુંદર મજાના રંગબેરંગી કાર્ટુનવાળા ફૂટવેર પહેરવાનું તો તેમને ગમે જ છે. આવા ફૂટવેર તેઓ આખો દિવસ હોંશભેર તો પહેરે છે, સાંજે કાઢવા માટે પણ તૈયાર થતાં નથી. આમ, નાના બાળકોની દુનિયામાં કાર્ટુન કેરેકટસેg પોતાની લોકપ્રિયતા દ્વારા વર્ચસ્વ જમાવી દીધું છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત