નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

"એ સાડી મને આપજો, મારા મૃતદેહ પર લપેટવાની છે"

 

-કસ્તુરબા ગાંધીજીના પ્રત્યેક કાર્યના સૂક્ષ્મનિરીક્ષક અને પારખું હતાં
-સુતરાઉ કાપડની પટ્ટીને બદલે ખરબચડી ખાદીની પટ્ટી ઘા પર બાંધી
-ખાદી પ્રત્યે બાને પ્રેમ થઈ ગયો હતો
કસ્તુરબા આમ તો ઝાઝું ભણેલા ન હતાં પણ એમની સમજશક્તિ અપૂર્વ અને સૂક્ષ્મ હતી. ગાંધીજીના વિચારોનાં તેઓ કર્મઠ આચાર્યા તો હતાં જ પણ બાપુની પ્રત્યેક કાર્યની નાડનાં તે સૂક્ષ્મનિરીક્ષક અને પારખું હતાં.

ડગલે ને પગલે બા નાં કાર્યોમાં બાપુની ખરી જીવનસંગિનીનાં દર્શન થતાં. બાપુનાં વ્રતોએ બાનાં વ્રતો. બાપુના વિચારોએ બાના આચારો. બાપુની પસંદગી એ બાની પસંદગી. આથી જ પોતાના પહેરવેશ અને કપડાંની પસંદગીમાં પણ બા બાપુને જ અનુસર્યાં. બાએ 1919-20માં ખાદી ધારણ કરી હતી એટલું જ નહીં ખાદી ધારણ કરવાની બાની સંકલ્પના કેવળ અનુકરણ ન હતું. પણ ખાદી પ્રત્યે બાને પ્રેમ થઈ ગયો હતો.

એક વખત બાને ટચલી આંગળીએ વાગ્યું એટલે બા સહજભાવે ખાદીનો પાટો બાંધતા હતાં. ત્યાં એક બહેને ઝીણા સુતરાઉ કાપડની પટ્ટી લાવી આપી. બાએ એ પટ્ટી બાંધવાની તો ના પાડી પણ કહ્યું - મારે તો ખાદીનો પાટો જ ખપે. એ ખરબચડી હશે તો પણ મને નહીં ખૂંચે.

બીજો એક પ્રસંગ છે. આગાખાન મહેલમાં બાપુ ઉપવાસ કરી રહ્યાં છે. આથી સેવાગ્રામમાં રહેલા કપડાં સાથીઓને વહેંચી દેવાનું બાએ સૂચન કર્યું. પણ તે સાથે જણાવ્યું કે - ' બાપુજીએ પોતાના હાથે કાંતેલી અને મારા માટે ખાસ તૈયાર કરેલી સાડી તો મને જેલમાં જ મોકલી આપજો. મારા મરણ પછી મારા દેહ ઉપર એ સાડી લપેટવાની છે.' 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત