જો કસરત ન કરતાં હો અને ખાંડવાળા પીણાં પીતાં હો,તો અઠવાડિયામાં અડધો કિલો વજન વધી શકે છે
વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ.
ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે.
નાનાથી માંડી અને વૃદ્ધો સુધી દરેકનું ગળપણ પ્રત્યેનું ખેંચાણ અનોખું જ રહ્યું છે. આપણે ત્યાં સરેરાશ કેટલી ખાંડનો વપરાશ થાય છે તે તો કદાચ કહેવું અઘરું છે, પરંતુ જે પ્રમાણે મીઠાઇની દુકાનો ખુલતી જાય છે અને ત્યાં જે ભીડ હોય છે તે જોઇને આપણે લોકોનો ગળપણ પ્રત્યેનો પ્રેમ જાણી શકીએ છીએ. તે ઉપરાંત ચોકલેટ અને કેકનું પણ ધૂમ વેચાણ થાય છે. આઇસક્રીમ માટે તો એમ કહેવાય છે કે કોઇ આઇસક્રીમ દુનિયામાં ત્યારે જ ચાલે જ્યારે તેને ગુજરાતીઓ પાસ કર્યો હોય. કોઇ પણ નવા આઇસક્રીમ સૌથી પહેલાં ગુજરાતમાં મૂકાય છે.
શું ખાંડ ખરેખર ખરાબ છે? ખાંડનો સૌથી મોટો ગુનો એ છે કે તેનાથી ડાયાબીટિસ થાય છે. શું ડાયાબીટિસ ફક્ત ખાંડથી જ થાય છે? જેઓ ખાંડ લેવાનું બંધ કરે તેમને શું ડાયાબીટિસમાં રાહત થાય છે? ખરેખર તો ગુજરાતીઓ દેશમાં સૌથી વધુ તેલનો વપરાશ કરે છે અને ઓછામાં ઓછો વપરાશ અનાજ પાછળ કરે છે.
ખાવાની ખોટી રીતભાત અને અનિયમિત જીવનશૈલીને કારણે આજે ગુજરાતીઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધતું જાય છે. કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય એવા ખોરાકથી તમારો ‘glycemin Index’ વધે છે. આવા ખોરાકમાં ખાંડ ઉપરાંત વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને ચોખા આવી જાય છે. એવું માનવામાં આવે છે કે જો High glycemin food જેમ કે, મેંદો કે ખાંડ વધુ પ્રમાણમાં વાપરો તો ડાયાબીટિસ કે હાઇ બ્લડપ્રેશર થઇ શકે છે.
ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે. જેમ કે, ઠંડા પીણાંની ૩ બોટલ જો પાણીના બદલે લેવામાં આવે તો તેમાં તમે શરીરમાં લગભગ ૪૫૦ કેલેરી એક્સ્ટ્રા નાખી દો છે.
જો એ રેગ્યુલર ખોરાક ખાય અને કસરત વ્યવસ્થિત ન કરતાં હોય તો આવા વ્યક્તિ રોજના ૩ બોટલ ઠંડા પીણાંની લે તો અઠવાડિયાનું અડધો કિલો વજન વધારે છે. આપણી વાનગીઓ બનાવવાની રીત જ એવી છે કે જ્યાં ખાંડ આવે ત્યાં તેલ, ઘી વધુ આવે જ. જેમ કે બિસ્કિટ, કેક, આઇસક્રીમ, ચોકલેટ વગેરે બધામાં જ ખાંડ અને ફેટનું પ્રમાણ વધારે આવે જ છે.
આ ઉપરાંત, No fat or No Sugar વાળી વસ્તુઓ દરેક વખત ખાવાલાયક નથી હોતી. જેમ કે, No Fat વાળી વસ્તુઓમાં સ્વાદ માટે વધુ ખાંડનો ઉપયોગ થાય છે, તે જ રીતે No Sugar વાળી મીઠાઇ કે ચોકલેટમાં Sugar Substitues આવે છે જે નુકસાનકારક હોય છે.
વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ. આનાથી મોંમાં ઉત્પન્ન થતાં રસ ખાંડ અને સ્ટાર્ચને દાંતમાં જમા થતાં રોકે છે. બાળકો જ્યારે વધુ ખાંડ લે છે ત્યારે તેઓ વધુ પડતાં એક્ટિવ થઇ જાય છે અને તોફાન કરે છે. વધુ પડતાં ખાંડવાળા પીણાં બાળકોને હાઇપર એક્ટિવ બનાવી શકે છે.
ઘણા લોકો માને છે કે કસરત કરતાં પહેલાં અથવા પછી જો ખાંડવાળા પીણાં પીવામાં આવે તો તે વધુ એનર્જી આપે છે. જે દરેક વખતે સાચું નથી કારણ કે શરીરને એનર્જી સ્નાયુ અને લીવરમાં સ્ટોર થયેલું ગ્લુકોઝ આપે છે. કસરતના પહેલાં કલાકમાં કાર્બોદિત પદાર્થો (ખાંડ નહીં.) જે કસરતના અમુક કલાક પહેલાં લેવામાં આવ્યા હોય તે એનર્જી આપે છે. ફક્ત મેરેથોન જેવી રમતમાં એ જ સમયે ખાંડ લેવામાં આવે તો મદદરૂપ થાય છે.
ટૂંકમાં, ખાંડથી શરીરને સ્વાદ સિવાય કોઇ ખાસ ફાયદો નથી. સમતોલ આહાર જેટલો જરૂરી છે એટલી જ સમતોલ માત્રામાં ખાંડ પણ જરૂરી છે. ખાંડ જો ફક્ત સ્વાદ પૂરતી અથવા દિવસની ૧-૨ ચમચી લેવામાં આવે તો સ્વાદ સંતોષે છે અને નુકસાનકારક નીવડતી નથી.
Comments
Post a Comment