નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો લિપ યરની રોમાંચક વાતો!

 
મિલેનિયમ વર્ષ શરૂ થયા પછી ૨૦૧૨ ત્રીજું લિપ યર છે

ગ્રેગોરિયન કેલેન્ડરમાં ૨૯ ફેબ્રુઆરી વર્ષનો સાંઇઠમો દિવસ હોય છે.

ગ્રેગોરિયન કેલેન્ડરમાં લિપ ડે તરીકે ઓળખાતો દિવસ ૨૯ ફેબ્રુઆરી મોટેભાગે એવી જ સાલમાં આવતો હોય છે જેને ચાર વડે ભાગી શકાય. જેમ કે ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૧૨૧૬ વગેરે. મિલેનિયમ વર્ષ શરૂ થયા પછી ૨૦૧૨ ત્રીજું લિપ યર છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં ૨૯ ફેબ્રુઆરી વર્ષનો સાંઇઠમો દિવસ હોય છે.

આધુનિક કેલેન્ડર્સમાં ૩૬૫ દિવસ હોય છે, સૂરજની આસપાસની એક પ્રદક્ષિણા પુરી કરવામાં અંદાજે ૩૬૫ દિવસ અને ૬ કલાક લાગતા હોય છે. દર ચાર વર્ષે સુર્યની દેખીતી સ્થિતિને જાળવવા માટે એક વધારાનો દિવસ વર્ષમાં ઉમેરવામાં આવે છે જેમાં ૩૬૫ દિવસ ઉપરનાં છ કલાક ગુણ્યા ચાર વર્ષ લેખે એક દિવસ ઉમેરવામાં આવે છે.

જો કે અલ્ફોનસાઇન ટેબલ્સ મુજબ પૃથ્વી સુર્યની આસપાસ એક ચક્કર પુરું કરવામાં ૩૬૫ દિવસ, પાંચ કલાક અને ૪૯ મિનિટ અને ૧૬ સેકન્ડ લાગે છે. આ થોડાઘણા ફરકને બરાબર કરવા માટે એ જ વર્ષને લિપ યર બનાવાય છે જેને ચારસોથી ભાગી શકાય. એટલે કે ૧૬૦૦, ૨૦૦૦ લિપ યર હતા પણ ૧૭૦૦, ૧૮૦૦ કે ૧૯૦૦ની સાલ લિપ યર નહોતા એ જ રીતે ૨૧૦૦, ૨૨૦૦ કે ૨૩૦૦ના વર્ષ લિપ યર નહીં હોય.

ગ્રેગોરિયન કેલેન્ડર દર ૪૦૦ વર્ષે રિપીટ થાય છે એટલે કે બરાબર ૨૦,૮૭૧ અઠવાડિયા અને ૯૭ લિપ ડેઝ (૨૯ ફેબ્રુઆરીને લિપ ડે કહેવાય છે).

આ સમય દરમિયાન ૨૯ ફેબ્રુઆરી ૧૩ વખત રવિવારે, મંગળવાર કે ગુરુવારે આવે, ૧૪ વખત શુક્રવાર કે શનિવારે આવે અને ૧૫ વખત સોમવાર કે બુધવારે આવે.

લિપયર અને લિપ ડેના વિચારથી લિપ સેકન્ડનો કોનસેપ્ટ જુદો છે જે પૃથ્વીના ફરવાની ઝડપને આધારે અસ્તિત્વમાં આવે છે.

જ્યારે કેલેન્ડરમાં ૩૦મી ફેબ્રુઆરી હતી!

આજે ઘણીવાર લોકો મજાક કરે છે ૩૦મી ફેબ્રુઆરીએ તો મારા લગ્ન છે! જે માળો શેય પરણતો ન હોય એ અચાનક કેવી રીતે ઘોડીએ ચઢે એમ નવાઇ લાગે, પણ પછી ખબર પડે કે આ તો પટાવે છે, કારણકે ૩૦મી ફેબ્રુઆરી તો હોતી જ નથી. પણ ઈસ.૧૭૧૨માં સ્વિડનના કેલેન્ડરમાં ૩૦મી ફેબ્રુઆરીની તારીખ પણ હતી. ૧૮મી સદીમાં જ્યારે કેલેન્ડર બદલવા માટે તારીખો આઘી પાછી કરાઇ અને તેમાં થયેલી ચૂકને કારણે સ્વિડનના કેલેન્ડરમાં ૩૦મી ફેબ્રુઆરી હતી.

સોવિયેત યુનિયનના ક્રાંતિકારી કેલેન્ડરમાં પણ ૩૦મી ફેબ્રુઆરી હતી કારણકે તેઓ પાંચ દિવસનું અઠવાડિયું બનાવવા માગતા હતા અને ૩૦ દિવસનો દરેક મહિનો હોય એમ બદલાવ કરવા માગતા હતા. ઇસ. ૧૭૦૦ની સાલમાં જે સ્વિડન હતું તેમાં ફિનલેન્ડ પણ હતું. તે સમયે જુલિયન કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડરમાં બદલવા માટે તેમણે કવાયત કરી.

જુલિયન કેલેન્ડર પ્રમાણે ૧૭૦૦નું વર્ષ લિપ યર હોવું જોઇતું હતું પણ તે સ્વિડનમાં લિપ યર નહોતું. જો કે ૧૭૦૪ અને ૧૭૦૮ ભુલથી લિપ યર બન્યા. આ કારણે સ્વિડનનું કેલેન્ડર ન તો જુલિયન કેલેન્ડર પ્રમાણે હતું કે ન ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે હતું. આ સ્થિતિ બદલવા ફરી સ્વિડને જુલિનય કેલેન્ડર િસ્વકાર્યું. ૧૭૧૨ની સાલમાં જુલિનય કેલેન્ડર અનુસરવાની શરૂઆત થઇ ત્યારે ફેબ્રુઆરી ૩૦ની તારીખ હતી. સ્વિડનનો ગ્રેગોરિય કેલેન્ડરમાં ફાઇનલ ફેરફાર ૧૭૫૩માં થયો જ્યારે દસ દિવસનો ફેરફાર કરાયો.

આ પરિવર્તનથી ૧૭મી ફેબ્રુઆરી ૧લી માર્ચ બની ગઇ, જો કે લોકોને આ ફેરફારથી બહુ મજા ન પડી કારણકે બધાને લાગ્યુ કે તેમની જિંદગીના ૧૧ દિવસ કોઇ લઇ ગયું.સોવિયટ યુનિયને ૧૯૨૯ની સાલમાં કેલેન્ડર બદલ્યું અને ૧૯૩૧ સુધી તે લાગુ કરાયેલું. દરેક મહિનો ત્રીસ દિવસનો હતો પાંચ-છ દિવસ ‘મંથલેસ’ મહિના વગરના હતા. જો કે પછીથી આ કેલેન્ડર બરખાસ્ત કરાયું કારણકે એમાં સન્ડે રેસ્ટનો કોનસેપ્ટ અનુસરી નહોતો શકાતો.

લિપ યરની ટિટ-બિટ્સ

યુકે અને હોંગકોંગમાં ૨૯મી ફેબ્રુઆરીએ જન્મેલા લોકો જે તે લાગુ પડતા વર્ષની ૧લી માર્ચના દિવસે કાયકીય રીતે ૧૮ની વયના કહેવાય છે. યુરોપિયન યુનિયનમાં ૨૯ ફેબ્રુઆરી ઓફિશ્યલી લિપ ડે છેક ૨૦૦૦ની સાલમાં બન્યો.

દર ૨૯મી ફેબ્રુઆરીએ ફ્રાંસમાં હ્યુમરસ પિરિયોડિકલ - રમુજી સામિયક ‘ધી સેપર્સ કેન્ડલ’ બહાર પાડવામાં આવે છે. સેપર કેમ્બરના કોમિક કેરેકટરને આધારે આ નામ નક્કી કરવામાં આવ્યું છે, આ કેરેકટરનો જન્મ દિવસ કોમિક સ્ટ્રીપ અનુસાર ૨૯ ફેબ્રુઆરી ૧૮૪૪ છે એની રચના જયોર્જીઝ કોલમ્બે ૧૮૯૦માં કરી હતી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !