નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શું પ્રેમમાં માત્ર મસ્તી, રોમાન્સ અને વાસના જ છે ?

 {EAV:d848c43935f1431f}
પ્રેમના આવેશમાં બકવાસ બહુ થાય છે પણ પ્રેમ ખાતર મરવા માટે બહુ ઓછા તૈયાર હોય છે. પ્રેમમાં મરવાની નહીં જીવવાની વાત કરવી જોઈએ. કૃષ્ણમૂર્તિ કહી ગયા, ‘સાચા પ્રેમ માટે ‘લૂઝ યોર માઈન્ડ એન્ડ લૂઝ યોર હાર્ટ’ અથૉત્ પ્રેમ થાય ત્યારે બહુ તર્ક વાપરવાને બદલે હૃદયનું જ કહ્યું માનો.’

વેલેન્ટાઈન-ડે-આવી રહ્યો છે ત્યારે પ્રેમ વિષે છીંછરી નહીં પણ જરા ઊંડાણવાળી વાત આજથી જાણીએ. થોમસ કાલૉઈલે કહેલું કે મેરિટ ઓફ ઓરિજિનાલિટી ઇઝ નોટ નોવેલ્ટી, ઇટ ઇઝ સિન્સિયારિટી. અથૉત્ મૌલિકતા એ કોઈ નાવીન્ય ભરેલું તત્વ નથી, મૌલિકતા એટલે લેખક તરીકેની તમારી નિષ્ઠા. માત્ર નિષ્ઠા. માત્ર તમારી ભૌતિક પ્રગતિ માટેની જ નહીં પણ એવી નિષ્ઠા જેમાંથી સામાન્ય જનસમાજને કામ લાગે તેવું લેખન. ખરેખર જુઓ તો જગતમાં કશું જ મૌલિક નથી. માત્ર ઈશ્વર-અલ્લાહ જ મૌલિક છે, બાકી બધું જ જુનું વાગોળીએ છીએ.

જહોન સ્ટુઅર્ટ મીલે કહેલું કે ઓલ ગુડ થિંગ્ઝ ધેટ એક્ઝિસ્ટ આર ધ ફૂટ ઓફ ઓરિજિનાલિટી. જહોન સ્ટુઅર્ટ મીલે ૧૮૫૯માં આ વાત કહેલી ત્યારે તેણે કહેલું કે હું કહેવા માગું છું કે સારી-ઉમદા વાતો મૌલિકતા થકી છે. આજકાલ ‘પ્રેમ કે રોમાન્સ’ જેવા શબ્દો વગોવાયેલા છે. પ્રેમ મૌલિક છે કે પ્રેમ મૌલિક હતો? કૃષ્ણ પ્રત્યેનો ગોપીઓનો પ્રેમ કે કાલીદાસનાં નાટકનાં પાત્રોનો પ્રેમ મૌલિક છે. અરે, તમારો પ્રેમ પણ મૌલિક હોઈ શકે છે જો તેમાં સાત્વિકતા હોય. પ્રેમનો કોઈ સોદો ન હોય કારણ કે માત્ર પ્રેમ જ પ્રેમનું વળતર છે.

પ્રેમમાં જ્યાં સોદા જેવી મ્યુચ્યુઆલિટી (પરસ્પરતા) આવી ગઈ તેવો જ પ્રેમ મૌલિકતા ગુમાવી દે છે. તમને પ્રેમનો પ્રતિધ્વનિ મળે કે ન મળે તમે દૂર બેઠાં જેમ ઈશ્વર-અલ્લાહને ભજો છો તેમ પ્રેમી પાત્રને પ્રેમ કરવો જોઈએ. વેલેન્ટાઈન કાર્ડ લખો કે ન લખો! મહાન ચિંતક જિદુ કૃષ્ણમૂર્તિએ ‘ઓન લવ એન્ડ લોનલીનેસ’ ઉપર ભારે ચિંતનાત્મક વકતવ્ય આપેલાં તે પુસ્તક રૂપે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ પ્રગટ કર્યા છે. પરંતુ પ્રેમ વિષે એક આધ્યાત્મિક પુરુષ જો નવી જ વાત લખતા હોય તો ટૂંકમાં તેને જાણવી જોઈને.

જિદ્દુ કૃષ્ણમૂર્તિ દક્ષિણમાં ૧૮૯૫માં એટલે કે ૧૧૬ વર્ષ પહેલાં જન્મેલા. તેમની મેધાશક્તિ જોઈ થિયોસોફિકલ સોસાયટીએ તેમને દત્તક લેવાનું નક્કી કર્યું. તેમનામાં અધ્યાત્મની ચિનગારી જોઈને તેમને ‘ખોળે બેસાડેલા’. થિયોસોફિકલ સોસાયટીને લાગ્યું કે કૃષ્ણમૂર્તિ જગતગુરુ બની શકે છે. એટલા માટે કે તેઓ મૌલિકતાથી વિચારતા અને વિચારો સાથે બાંધછોડ ન કરતા. પ્રેમની બાબતમાં પણ કહેતા કે તેમાં બાંધછોડ ન ચાલે. ‘બાંધ’ એટલે સખત રીતે બંધાવું અને ‘છોડ’ એટલે કે એક વખત પ્રેમ કર્યા પછી તેમાંથી કોઈ મુકત ન થઈ શકે.

આપણો મુદ્દો હતો કે કૃષ્ણમૂર્તિ જેવા ‘પ્રેમ’ની વાત કરે છે તો એ પ્રેમ વિષે શું કહેવા માગે છે ? પોતે જ પ્રશ્ન ઉઠાવે છે કે આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આ પ્રેમ શું છે? શું પ્રેમ એ કોઈ એક વિચારની પેદાશ છે? શું પ્રેમમાં માત્ર મસ્તી, રોમાન્સ અને વાસના જ છે ? શું પ્રેમને કેળવી શકાય છે? મોટે ભાગે લોકો પ્રેમમાંથી પ્લેઝર મેળવવા માગે છે. શું પ્રેમ એ માત્ર આનંદ કે સેક્સ્યુઅલ-પ્લેઝરની વાત છે? આપણું મન સતત સતત પ્લેઝર શોધતું હોય છે પણ એ પ્લેઝરની કિંમત ચૂકવવા આપણે તૈયાર નથી. પ્રેમની સાથે પીડા જોડાયેલી છે તેને સ્વીકારો તો પ્રેમનો ખરો આનંદ મળે. કૃષ્ણમૂર્તિ સરસ પ્રશ્ન પૂછે છે-

(૧) જે માનવી અદેખો હોય, લોભી હોય, મહત્વાકાંક્ષી હોય કે પ્રેમ મેળવવા હિંસક થતો હોય તો તે પ્રેમ કરી શકે ?

(૨) જો માણસે સાચા પ્રેમી બનવું હોય તો તેણે તેની મહત્વાકાંક્ષાઓને તગેડી મૂકવી જોઈએ. તેમણે પોતાનો લોભ એટલે કે જેને ચાહે તેને માત્ર પોતાનું જ અને પોતાનું જ કરવા માગે તે પ્રેમ નથી. એ તો નર્યો માલિકીભાવ છે. હિટલરશાહી છે. તમે આ તમામ નકારાત્મક તત્વોને હડદોલી દો તો તે પછી જ તમને પ્રેમ મળે. ઓન્લી થ્રુ નિગેશન યુ કમ ટુ ધ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંગ કોલ્ડ લવ- અથૉત્ તમે બધી સ્વાર્થ વૃત્તિ, માલિકીભાવ અને વાસનાને કોરાણે મૂકો (અસ્વીકૃત કરો) તો જ પ્રેમ પામી શકો અને એ સાચો પ્રેમ છે.

કૃષ્ણમૂર્તિ એક સરસ વાત કહી ગયા. મુંબઈમાં તેઓ ૧૨ માર્ચ ૧૯૫૦માં બાસઠ વર્ષ પહેલાં આવેલા. ત્યારે એક દોઢડાહ્યા શ્રોતાએ લંબાણથી પૂછ્યું ‘મને લાગે છે કે માનવી જેને પ્રેમ કહે છે તેમાં સેક્સ આવી જાય છે અને એ સેક્સના તત્વને હાંકી શકાય નહીં. આમ, પ્રેમ એક પ્રોબ્લેમ બની જાય છે. સેક્સની ઇચ્છા થાય ખરી પણ તમને શું માત્ર સેક્સ જોઈએ છે ? શું સેક્સ ધિક્કારપાત્ર વિષય છે?. સેક્સ અમારે માટે સમસ્યા બની છે... પ્લીઝ કંઈક કહો.’

આવી વાત પૂરી થઈ એટલે કૃષ્ણમૂર્તિએ તુરંત શ્રોતાનો ઉધડો લીધો. કહ્યું ‘એવું શું કામ બને કે આપણે દરેક ચીજને પ્રોબ્લેમ બનાવી દઈએ છીએ! શું પ્રેમ એ કોઈ પ્રોબ્લેમ છે ? અરે, પ્રેમ તો જબ્બર સોલ્યુશન છે. માનવીને જે કાંઈ કોરાધાકોરપણાની સમસ્યા છે તેમાં પ્રેમ એક જબ્બર લુબ્રિકેટિંગ શક્તિ આપે છે.

પ્રેમ પ્રોબ્લેમ ક્યારે બને છે? કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે આપણો પ્રેમ સુપર ફિસિયલ હોય છે. માત્ર સપાટી પરનો જ પ્રેમ હોય છે.તેમાં ઊંડાણ હોતું નથી. મારા કવિ મિત્ર દેવદત્તે એક શેર સંભળાવ્યો એમાં આજના પ્રેમીઓની બે મોંઢાની વાત છે.

મેરે મહેબૂબને કસમેં ખાઈથીં, સાથ સાથ જીને ઔર મરને કી
યહ તો અચ્છા હુઆ વોહ જબ મરી, તબ મૈં વહાં નહીં થા
મૈં વહાં હોતા તો યહાં નહીં હોતા.

જ્યારે બે પ્રેમીઓ મળે છે ત્યારે ભાવાવેશમાં ઘણું બકી નાંખે છે. સાથે સાથે જીવશું અને સાથે સાથે મરીશું. પણ વાસ્તવમાં શું થાય છે? સાચો પ્રેમ કરનારી પ્રિયતમાં પ્રેમમાં ઝૂરી ઝૂરીને મરે છે ત્યારે તેનો કહેવાતો પ્રેમી ક્યાંક ગાયબ હોય છે અને પ્રિયતમાના મોતની વાત સાંભળે છે ત્યારે એ હરામજાદો કહે છે કે સારું થયું કે હું ત્યારે- પ્રેમિકા મરી ત્યારે ત્યાં હાજર નહોતો. નહીંતર મારે પણ મરવું પડત!’ શાયર કહેવા માગે છે કે પ્રેમમાં આવેશમાં આવા બકવાસ બહુ થાય છે પણ પ્રેમ ખાતર મરવા માટે બહુ ઓછા તૈયાર હોય છે. પણ પ્રેમમાં મરવાની નહીં જીવવાની વાત કરવી જોઈએ. કૃષ્ણમૂર્તિ કહી ગયા, ‘સાચા પ્રેમ માટે ‘લૂઝ યોર માઈન્ડ એન્ડ લૂઝ યોર હાર્ટ’ અથૉત્ પ્રેમ થાય ત્યારે બહુ તર્ક વાપરવાને બદલે હૃદયનું જ કહ્યું માનો.’

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !