નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાવધાન...! બિન્દાસ યુવતીઓ સાથે શિવાની જેવું બની શકે

 
કોઇ યુવતી બિન્દાસ રીતે યુવાન સાથે વાત કરે કે તેની પાસે કંઇ માગે તો તેમાં યુવાનો પોતાનું જ હિત કેમ વિચારતાં હશે? શું વિજાતીય વ્યક્તિ સાથે નિખાલસ અને નિર્દોષ સંબંધોની સંભાવના જ મરી પરવારી છે?
ભલે એ ગમે તેટલી બિન્દાસ હોય, પુરુષમિત્રો સાથે સારું બનતું હોય, પણ એણે મજાક કરતી વખતે એટલું યાદ રાખવાની જરૂર હતી કે પોતે જેની સાથે મજાક કરી રહી છે એ એક વિજાતીય વ્યક્તિ છે. એની મજાકને એ ગંભીર રીતે લઇ શકે છે
પ્રિય વાચકો, અત્યાર સુધી આ કોલમમાં તમે પ્રેમ, પ્રેમીઓ, દંપતી, દાંપત્યજીવન, અંગત સંબંધો વગેરે સંબંધિત અનેક પાસાં અંગે વાંચ્યું છે. આજે હું તમને મારી ખાસ બહેનપણી શિવાની વિશે કહેવા માગું છું. શિવાની અત્યંત દેખાવડી તો ન કહી શકાય, પણ જોવી ગમે. તેના કેટલાક અવગુણને બાદ કરીએ, તો કોઇ પણ યુવાનને ગમી જાય એવી, પરંતુ લગ્નના નામે એણે શરૂઆતથી જ માતાપિતાને ના કહી દીધેલી.
ના, એવું રખે માનતાં કે શિવાનીને કોઇ કડવો અનુભવ થયો હશે. એના મિત્રવર્તુળમાં એને યુવાનો સાથે સારું બનતું. બોલવામાં પણ એ અન્ય યુવતીઓ કરતાં બિન્દાસ, પણ કોઇની એટલી હિંમત ન પડે કે શિવાની સમક્ષ આડીતેડી વાત કરે. નહીંતર એનું ત્રીજું લોચન ખૂલતાં વાર ન લાગે. આવી શિવાનીને હમણાં એક અંગત કહેવાય એવા વિજાતીય મિત્રનો એવો અનુભવ થયો કે એણે મને સવાલ કર્યો, ‘શું વિજાતીય મૈત્રી ક્યારેય નિર્દોષ ન હોઇ શકે?’ આ સવાલે મને પણ બે મિનિટ વિચારતી કરી દીધી. આજે એની વાત જણાવું છું, એના સવાલનો જવાબ કદાચ તમારામાંથી કોઇ આપી શકે તો...
બન્યું એવું કે થોડા દિવસ અગાઉ વેલેન્ટાઇન ડે ગયો, ત્યારે પોતાના માટે વિવિધ ગિફ્ટ લેવાની શોખીન શિવાનીને એના એક મિત્રએ કહ્યું કે માર્કેટમાં કંઇક અલગ પ્રકારની ગિફ્ટ આવી છે. એવી ગિફ્ટ જે દેખાવમાં તો સામાન્ય લાગે, પણ તેમાં સ્ત્રીઓ માટે પહેરવાના અંત:વસ્ત્રનો છુપાયેલ હોય. શરૂઆતમાં તો એ આ વાત કરતાં સહેજ અચકાયો,પણ શિવાનીએ મજાક કરી કે, વાત કરતાં આટલા અચકાવ છો, તો એ ગિફ્ટ કેવી હશે? જ્યારે મિત્રએ એ અંગે વિગતવાર સમજાવ્યું, ત્યારે શિવાનીએ પોતાના એ હિતેચ્છુ મિત્રને એ ગિફ્ટ પોતાના માટે ખરીદવાનું કહ્યું. એ મિત્રએ જવાબ આપ્યો, હું એ ગિફ્ટ તને આપું તો તારે એ મને બતાવવાની. મજાકમાં શિવાનીએ હા કહી અને મજાકમજાકમાં એ દિવસ તો પસાર થઇ ગયો.
બીજા દિવસે જ્યારે એ મિત્રનો ફોન આવ્યો કે ગિફ્ટ તો મળી નહીં, પણ મારે તારી સાથે તારી પાસે એ જોવાની રહી ગઇ. ત્યારે શિવાનીને ખ્યાલ આવ્યો કે પોતાની આવી મજાક કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અત્યાર સુધી એ તો મજાક જ કરી રહી હતી. બોલવામાં બિન્દાસ હોવાથી એની વાતને ક્યારેય કોઇએ આવી ગંભીરતાથી લીધી ન હોવાથી અને આ મિત્ર તો વર્ષોથી એના હિતેચ્છુ હોવાથી એને કલ્પના પણ નહોતી કે વાત આટલી ગંભીર બની જશે. એ દિવસે જ સાંજે એણે મને ફોન કર્યો અને ઉપર પૂછેલો પ્રશ્ન મને પૂછ્યો. વાત સાંભળીને હું પણ બે મિનિટ સ્તબ્ધ થઇ ગઇ કેમ કે એ મિત્રને હું સારી રીતે ઓળખું. મને પણ વિચાર આવ્યો કે શું આવું ખરેખર બની શકે? બે વિજાતીય વ્યક્તિ વચ્ચે ક્યારેય નિર્દોષ મૈત્રી ન હોઇ શકે?
જોકે તટસ્થતાથી વિચારતાં મને સમજાય છે કે વાંક આમાં શિવાનીનો છે. ભલે એ ગમે તેટલી બિન્દાસ હોય, પુરુષમિત્રો સાથે સારું બનતું હોય, પણ એણે મજાક કરતી વખતે એટલું યાદ રાખવાની જરૂર હતી કે પોતે જેની સાથે મજાક કરી રહી છે એ એક વિજાતીય વ્યક્તિ છે. એની મજાકને એ ગંભીર રીતે લઇ શકે છે. ના, એવું ન સમજતાં કે દરેક પુરુષો આવી મજાકને ગંભીરતાથી લેતાં હોય છે. શિવાનીના બીજા પણ ઘણા મિત્રોને હું જાણું છું, જેમની સાથે એ ક્યારેક એવી ચર્ચા કરતી હોય કે કોઇ દંપતી સાંભળે તો તેમને એવું લાગે કે આ પરિણીત યુવતી હશે. છતાં ક્યારેય કોઇ આડીઅવળી વાત કે અનુભવ થયો હોવાનું મને યાદ નથી.
સવાલ અહીં એ થાય છે કે કેમ હંમેશાં બિન્દાસ રીતે વર્તતી, મજાક અને વાતો કરતી યુવતીને માટે પુરુષને એક જ વિચાર આવે છે? શું કોઇ યુવતી અને યુવાનના નિર્દોષ સંબંધો ન હોઇ શકે? કોઇ યુવાન સાથે મજાક કરવી એનો અર્થ એવો થાય કે એ યુવતીને તમારી સાથે અંગત સંબંધ બાંધવામાં રસ છે અને એ તૈયાર જ છે? કોઇ યુવતીને યુવાનની માફક ક્યારેક મજાક કરવાનો કે કોઇને પરેશાન કરવાનો અધિકાર નથી?
આજની યુવતીઓ માટે શિવાનીનો આ કિસ્સો સાવચેત થઇ જવા જેવો છે. અત્યારે યુવતીઓ બોલવામાં બિન્દાસ અને અનેક મિત્રો ધરાવતી હોય છે, હરવાફરવામાં કોઇ જાતનો પ્રતિબંધ નથી હોતો. અલબત્ત, તેઓ પોતે જે મિત્રો રાખે અને મૈત્રી આગળ વધારે તેમાં સાવચેતી રાખતી જ હોય છે, પણ ક્યારેક શિવાનીની બાબતમાં બન્યું એવું બનવાની શક્યતા નકારી શકાય એમ નથી.
કેમ પુરુષ પરિણીત હોવા છતાં એ નથી સમજતો કે પોતાના પર વિશ્વાસ મૂકનાર પોતાની સ્ત્રીમિત્રની મજાકને ગંભીરતાથી ન લેવાય? આજે જો એની જ પત્નીને કોઇ આવી વાત ગંભીરતાથી કહી જાય તો શું એ સહન કરી લેશે? અથવા માની લેશે કે પોતાની પત્નીના સંબંધો નિર્દોષ છે? અથવા જો એની પત્નીને આ સંબંધની જાણ થશે તો શું એનું હૈયું નહીં દુભાય?
સવાલો તો અનેક જાગે છે મનમાં અને થાય છે કે આવા મિત્રોને ક્યારેક બરાબર પાઠ શીખવવો જોઇએ, પણ દોષ તો અંતે યુવતીનો જ નીકળવાનો કે એણે આવી મજાક કેમ કરી? અંતે માત્ર એટલું જ કહીશ કે ભલે તમારા અનેક વિજાતીય મિત્રો હોય અને તેમની સાથે મુકત મને ગમે તે મજાક કરતાં હો, પણ ક્યારેય એવી રીતે વાત ન કરશો કે શિવાનીની માફક વિજાતીય મૈત્રીની નિર્દોષતા અને વિશ્વાસ ગુમાવી બેસવાનો સમય આવે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !