નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શોખથી થયા પૂરા દરેક અરમાન

કોમલ નાની હતી, ત્યારથી એને પ્રકૃતિ અતિશય પસંદ. એને લીલીછમ વનરાજી, પક્ષીઓ, વરસતો વરસાદ, ઘેરાયેલા વાદળા, કળા કરતો મોર, વગેરે જોવાનું ખૂબ ગમતું. એની ઇચ્છા હતી કે પોતે કંઇક એવું કામ કરે કે લોકોને પણ આજના દોડધામભર્યા સમયમાં પ્રકૃતિનો સાથ મળી રહે. સવાલ એ થતો કે શું કરવું? આવા વિચારોમાં ને વિચારોમાં એણે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને કોલેજમાં આવી. કોલેજમાં એણે પોતાની બહેનપણી જીજ્ઞાને પોતાના મનની વાત કહી.

જીજ્ઞાના પપ્પા ચિત્રકાર હતા. તેમને એવી ઇચ્છા હતી કે પોતાની દીકરી ચિત્રકાર બને, પણ જીજ્ઞાને એટલો રસ નહોતો. એ તો મસ્તપણે જીવવામાં માનતી હતી. જ્યારે કોમલની વાત એણે સાંભળી, ત્યારે એને થયું કે કોમલને પોતાના પપ્પા કદાચ યોગ્ય માર્ગદર્શન આપી શકે. એ કોમલને પોતાના ઘરે લઇ ગઇ અને પપ્પા સાથે એનો પરિચય કરાવતાં કોમલની ઇચ્છાની વાત કરી.

જીજ્ઞાના પપ્પાએ કોમલને કહ્યું, ‘બેટા, તારે જો દરેકને પ્રકૃતિ સુધી પહોંચાડવા હોય તો એક કામ કર. તું ચિત્રો દોરતાં શીખી જા. પછી તને જે દ્રશ્ય ગમે તે કેનવાસ પર ઉતારીને તું પ્રકૃતિને લોકો સુધી પહોંચાડવાની સાથે કાયમ માટે તારા અંતરમાં પણ ઉતારી શકીશ.’ કોમલે જવાબ આપ્યો, ‘પણ અંકલ, મને તો ચિત્રો દોરતાં આવડતું નથી.’ જીજ્ઞાના પપ્પાએ કહ્યું, ‘તને ચિત્રો દોરતાં નથી આવડતું, પણ ફોટોગ્રાફ્સ લેતાં તો આવડે છે ને? તું તારા મોબાઇલમાં શરૂઆતમાં ફોટા લેજે. પછી તને ફાવી જાય તો કેમેરાથી ફોટા પાડજે.’ અને એમણે પોતાના એક ફોટોગ્રાફર મિત્ર સાથે કોમલની ઓળખાણ કરાવી.

કોમલ હવે ફોટોગ્રાફ લેતી અને એ ફોટોગ્રાફર અંકલને બતાવતી. તેઓ એને દરેક એંગલ, કલર, શેડ, ડિસ્ટન્સ વગેરે વિશે જણાવતાં. ધીમે ધીમે કોમલને ફોટોગ્રાફીમાં ફાવટ આવતી ગઇ. એક વાર એણે સૂર્યોદયનો જે ફોટોગ્રાફ લીધો તેને ફોટોગ્રાફી હરીફાઇમાં પ્રથમ ઇનામ મળ્યું. ઇનામ વિતરણ સમારંભ દરમિયાન ત્યાં હાજર પ્રખ્યાત ફોટોગ્રાફરે કોમલને કહ્યું, ‘કોમલ બેટા, તારા ફોટોગ્રાફ્સ તો હું ઘણા સમયથી જોઉં છું. મારે તારા પપ્પા સાથે વાત કરવી છે.’ અને જ્યારે કોમલના પપ્પા એ ફોટોગ્રાફરને મળ્યા, ત્યારે તેમણે પોતાના દીકરા માટે કોમલના હાથની માગણી કરી.

કોમલ સારી ફોટોગ્રાફર હોવાની સાથોસાથ આદર્શ ગૃહિણી અને પત્ની તરીકે પણ પોતાની દરેક કામગીરી કુશળતાથી નિભાવે છે. એ પોતાની જિંદગીથી ખુશ છે. એને જીવનમાં જે ધ્યેય જોઇતું હતું, તે ધ્યેયની સાથોસાથ એવી મંઝિલ પણ મળી ગઇ કે જે સામાન્ય રીતે શોધવામાં અન્ય યુવતીઓને મુશ્કેલી પડતી હોય છે.

આગળ વધીએ, વધતાં રહીએ

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી