નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણવું છે, ગુજરાતમાં મુસલમાનો કેવી રીતે આવ્યા?


ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ હતી. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ અમદાવાદ શહેરનો પહેલો લેખિત ઈતિહાસ અંગે જણાવી રહ્યું છે.

ગુજરાત વનૉક્યુલર સોસાયટીએ સન ૧૮૫૦માં ‘અમદાવાદનો ઈતિહાસ’ લખાવીને ઈનામ આપવાનો ઠરાવ કર્યો હતો અને જેનું લખાણ પસંદગીને પાત્ર થાય તેને રૂ.૫૦-૦૦નું ઈનામ આપવાનું નક્કી થયું હતું, એ માટે સ્પર્ધા શરૂ થઈ,  અનેક લોકોએ યોગદાન આપ્યું હશે, પણ વનૉક્યુલર સોસાયટીના સહાયક મંત્રી મગનલાલ વખતચંદે લખેલો ઈતિહાસ ઈનામને પાત્ર બન્યો.

૧૮૫૧માં સોસાયટીએ લિથોપ્રેસમાં છપાવીને એ પ્રસિદ્ધ કર્યો. આ ગ્રંથ શહેર વસ્યું ત્યારથી લઈને ૧૮૫૦ સુધીના સમયગાળાને આવરી લેતો હતો. ત્રણ ભાગમાં લખાયેલ આ ગ્રંથનો પહેલો ભાગ શહેરના વર્ણનથી શરૂ થાય છે. ગુજરાતમાં મુસલમાનો કેવી રીતે આવ્યા ત્યાંથી લઈને અકબર પછીના સુબેદારોની વિગત પહેલા ભાગમાં આપવામાં આવી છે, જે માટે ‘મિરાતે અહેમદી’નો બર્ડ કૃત તરજુમો તથા એ સમયે પ્રચલિત વાતો અને નજરે જોયેલી હકીકતોનો ઉપયોગ કર્યો છે.

બીજા ભાગમાં ગાયકવાડ અને પેશ્વાના હાથમાં અમદાવાદ કેવી રીતે આવ્યું તેની  હકીકતથી શરૂ કરીને અંગ્રેજી રાજ્યના પ્રારંભ સુધીની હકીકત આપવામાં આવી છે. ત્રીજો ભાગ ‘હાલની અવસ્થા’માં અમદાવાદમાં એ સમયે ચાલતા હુન્નર-ઉદ્યોગોની નોંધો, જાણીતા શિલ્પ-સ્થાપત્યની વિગતો, કોટ વિસ્તારમાં આવેલી નાની-મોટી પોળો તથા તેમાં રહેતાં લોકો, તેમની જ્ઞાતિઓ અને વ્યવસાયોની માહિતી આપે છે. ત્રીજા ભાગના મોટા ભાગનાં પ્રકરણ મનગલાલની જાતતપાસને આધારે લખાયાં હોવાનું ફલિત થાય છે. સાથે આપવામાં આવેલો નકશો પણ મહત્વનો છે.

આ ઉપરાંત સહજાનંદ સ્વામીનું ચરિત્ર, શેઠ હઠીસિંહનું ચરિત્ર અને તેમની વંશાવળી, મગનભાઈ કરમચંદનું ચરિત્ર અને નગરશેઠની વંશાવળી મહત્વનાં છે. બુદ્ધિપ્રકાશમાં પણ તે પ્રસિદ્ધ થયું હતું અને ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’માં રત્નમણિરાવ ભીમરાવે તેનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આ ગ્રંથનું ઐતિહાસિક મહત્વ આજે પણ છે. સન ૧૮૫૦માં મગનલાલ વખતચંદે ‘અમદાવાદનો ઈતિહાસ’ લખ્યો ત્યારે તેમની ઉંમર વીસેક વર્ષની હતી. આ ઘટનાને આજે ૧૬૦ વર્ષ થવા આવ્યા છે છતાં મગનલાલનું આ સંશોધન સંશોધકો માટે પથદર્શક છે. તેમણે ‘સાબરમતી નદીનો પ્રવાહ’ નામનું એક સ્વતંત્ર પ્રકરણ આ પુસ્તકમાં લખીને નવી ચર્ચા શરૂ કરી.

મગનલાલે પોતે નજરે જોયું હતું કે ઢાલગરવાડથી રાયખડ દરવાજા તરફ જતા માર્ગમાં નદી જેવી રેત થતા મથડીયા છે. સાથે સાથે સન ૧૮૫૦માં ચાલતી લોકવાયકા પણ તેમણે નોંધી છે, ‘‘કાગદી ઓળમાં નદી વહેતી હતી નેં હાલ તો માંડવીની પોળમ છે ત્યાંહાં મડદાં બળતાં હતાં. એહમદશાહે અમદાવાદ વસાવવાનું ધાર્યું ત્યારે નદીનો પ્રવાહ ફેરવવાને માટે પાદશાહીવાડી (શાહીબાગ) આગળ મજબૂત થોડોશેક કોટ બંધાવ્યો છે. તે હાલ છે નેં તેહેની અડતી નદી વેહે છે.’’

વળી, મગનલાલે એક ઘટના તો લખાણ લખ્યાના વર્ષ પૂર્વે નજરે દીઠી હતી, જે ઘણી જ મહત્વની છે. ‘‘કાગદીઓળ આગળ પથ્થરનો ઢાળ નદીમાં જવાને બાંધેલો હતો. ગએ વરશ દહાડે બે મથોડાં ઊંડુ ખોદી ત્યાં હાંથી ઢાળના પથ્થરા સરકારે કાઢી લીધેલા તે વાત નજરે દીઠેલી છે.’’

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી