નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પરિણીત યુવાન સાથે લગ્ન કરી શકું?

 
 
પ્રશ્ન : મારા દીકરાને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો છે. એ યુવતી અમારી નાતની નથી. મારા પતિને આ સામે વાંધો છે. મને મારા દીકરાની પસંદ સામે કંઇ વાંધો નથી. મારે શું કરવું?

ઉત્તર :તમારા પતિને તમે સમજાવો કે હવે નાત-જાત જેવું કંઇ રહ્યું નથી. દીકરાને પસંદ હોય અને એ યુવતી સંસ્કારી હોય તો એના પ્રિયપાત્ર સાથે લગ્ન કરી આપવા સામે વાંધો લેવાની જરૂર નથી. તમે તેમને સમજાવશો તો તેઓ ચોક્કસ દીકરાની ખુશી માટે માની જશે.

પ્રશ્ન : મેં એક દિવસ મારા પ્રેમીને ચુંબન કરવા માટે મંજુરી આપી હતી. એ દિવસ પછી તે મારી સાથે સંબંધ રાખવાનો આગ્રહ રાખે છે. હજી અમારા બંનેના સંબંધો વિશે બંનેના ઘરમાં કોઇને જાણ નથી. મારે શું કરવું?

ઉત્તર :ભૂલ તમારી છે. તમે શરૂઆતમાં છુટ આપી ત્યારે હવે એ આગળ વધવા માટે આગ્રહ રાખે છે. છતાં તમે બંને તમારા સંબંધો અંગે તમારા પરિવારને જાણ કરો અને લગ્ન કરી લો. તે પછી તમારી બંનેની ઇચ્છા પૂરી થઇ જશે.

પ્રશ્ન : હું એક નોકરિયાત મહિલા છું. મારા પતિ ઘરે આવે તે પછી મને ક્યાંય બહાર જવા દેતા નથી. તેમ જ જો મારા પર સ્ટાફમાંથી પણ કોઇના ફોન આવે તો મારા ચારિત્ર્ય પર શંકા કરે છે. મારે શું કરવું? હું નોકરી છોડી દઉં?

ઉત્તર :તમારા પતિ નોકરી કરે છે? જો એ નોકરી કરતાં હોય તો તેમને પણ આવી રીતે સ્ટાફમાંથી ફોન આવતાં હશે કે ક્યારેક બહાર જવાનું બનતું હશે. તમે એમનો જ દાખલો એમને સમજાવો અને સાથે તેમના શંકાશીલ સ્વભાવ વિશે એમને શાંતિથી વાત કરો. નોકરી છોડી દેવી એ આ સમસ્યાનો હલ નથી.
પ્રશ્ન : હું મારી સોસાયટીમાં રહેતા એક છોકરાને પ્રેમ કરું છું, પરંતુ તે પરિણીત છે. જોકે એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. શું અમે બંને લગ્ન કરી શકીએ?

ઉત્તર :પ્રથમ પત્ની હયાત હોય તો એ યુવાન તમારી સાથે લગ્ન ન કરે એ કાયદો અને સમાજ બંનેમાં માન્ય નથી. તેમ છતાં જો એ યુવાન પોતાની પત્ની પાસેથી છુટાછેડા લઇ તમારી સાથે લગ્ન કરવા તૈયાર હોય અને તમારા પરિવારજનોને વાંધો ન હોય તો લગ્ન કરી શકો છો. ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય, તેનો ખ્યાલ રાખજો.

પ્રશ્ન : મારે એક વર્ષનો દીકરો છે. મારા સાસુ કહે છે કે મારે ઓછામાં ઓછા બે સંતાન તો હોવા જ જોઇએ, પણ ડોક્ટરના કહેવા મુજબ મારું શરીર બીજી વાર પ્રસૂતિની તકલીફ સહન કરી શકે એમ નથી. હું શું કરું?

ઉત્તર :તમે તમારા પતિને આ વાત કરો અને એ ડોક્ટર સાથે પણ એમને વાત કરાવો. તમારી વાતની સાથે ડોક્ટર જો તમારા પતિને આ મુદ્દો સમજાવશે તો વધારે હિતાવહ રહેશે અને એ તમારા સાસુના દુરાગ્રહ અંગે સમજાવી શકશે.

પ્રશ્ન : અમે બંને નોકરી કરીએ છીએ. હું ઓફિસેથી આવું તે પછી એટલી થાકી ગઇ હોઉં છું કે ઘરનું કામકાજ કરવાની પણ ક્યારેક હિંમત થતી નથી. આમ છતાં મારા પતિ પરાણે મારી સાથે સંબંધ બાંધે છે. આવી જિંદગીથી મને કંટાળો આવી ગયો છે. શું કરું?

ઉત્તર :તમારે કંઇ કરવાની જરૂર નથી. શાંતિથી પતિને સમજાવો અને જ્યારે વધારે થાકેલા હો, ત્યારે પતિને પ્રેમથી ના કહેતાં શીખો અથવા તો એવી રીતે એમને સંતોષ આપો કે તમને વધારે થાક ન લાગે.

પ્રશ્ન : મારી સમસ્યા એ છે કે હું જ્યારે પણ મારા પતિને પાસે બોલાવું ત્યારે એ કંઇ ને કંઇ બહાનું કાઢે છે. જ્યારે એમને ઇચ્છા હોય ત્યારે એ મારી ઇચ્છાની પરવા કર્યા વિના સંબંધ બાંધે છે. તો પત્ની તરીકે મારે એમને કેવી રીતે મારી ઇચ્છા અંગે જણાવવું?

ઉત્તર :આવું ઘણી વાર દાંપત્યજીવનમાં બને છે. તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે પતિને કહો કે તમને પણ જ્યારે ઇચ્છા જાગે ત્યારે તે સંતોષવા માટે થોડો સાથ આપે. એ તમને અને તમારી લાગણીને સમજશે અને જ્યારે તમે કહેશો ત્યારે ચોક્કસ સાથ આપશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !