નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે થશે આપની ઈંતેજારીનો અંત, આવશે વિન્ડોઝ 8

-29 ફેબ્રુઆરીએ મર્યાદિત સમય માટે રજુ થશે વિન્ડોઝ 8


માઈક્રોસોફટે તેની ઓપરેટિંગ સીસ્ટમ વિન્ડોઝ-૮નું બીટા વર્ઝન લોન્ચ કરવાની તૈયારી આદરી છે. ૨૯મી ફેબ્રુઆરીએ તે મર્યાદિત સમય માટે રજૂ કરવામાં આવશે અને તે સમયગાળા દરમિયાન લોકો તેને ડાઉનલોડ પણ કરી શકશે.

વિન્ડોઝના નવા વર્ઝન કરતાં આ વર્ઝનમાં કંઈક અલગ ફીચર્સ રજૂ કરવામાં આવશે તેમાં કોઈ શંકા નથી. જો કે નવા વર્ઝનના આઈકોન, સિગ્નેચર કલર થીમ અને ડિઝાઈન અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.

જો કે સાઈબર વર્લ્ડમાં દરેક વ્યકિતએ આ અંગે પોત-પોતાની રીતે અટકળો લગાવવાની શરૂ કરી દીધી છે અને કેટલાકે તો વિન્ડોઝ-૮ના ફોટોગ્રાફસ પણ ઈન્ટરનેટ પર મૂકયા છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !