નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વર્કઆઉટ કરવું નથી ગમતુ પણ વજન ઉતારવું છે?

 

વધતુ વજન ફિટનેસમાં માનનારાની સૌથી મોટી સમસ્યા છે વજન પર નિયંત્રણ રાખવા માટે ફિટનેસ પ્રત્યે ક્રેઝી લોકો તેમનાથી બનતા બધા જ જતન કરી લે છે.

તો તે સાથે એવા પણ ઘણાં લોકો છે જે ફિટ તો રહેવા માંગે છે પણ તે માટે વર્કઆઉટ કરવામાં કંટાળતા હોય છે. તો તેમના માટે યૂનિવર્સિટીઓફ નોર્થ કેરોલિનાની નવી રિસર્ચ ઘણી કારગાર સાબિત થઈ શકે છે.


*3 મહિનામાં ઉતરશે 5 ટકા વજન

આ રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા કે તેને વધતુ અટકાવવા કેલરી ઓછી કરવા કરતાં સાદુ પાણી પીવાની ટેવ વધારી દે તો 3 મહિનાની અંદર તેઓ બે કિલો જેટલું વજન ઘટાડી શકે છે. અહીં તેમણે ફક્ત પીવામાં પાણીનું પ્રમાણ વધારવાનું છે બસ આટલું કરવાનું છે.


*પરિણામ

રિસર્ચમાં શામેલ 500 લોકોને બે ભાગમાં વ્હેચી દેવામાં આવ્યાં હતાં. એક વર્ગ ડાયેટ કોક અને સોડા પીતું હતું જ્યારે બીજા વર્ગના લોકોને ફક્ત સાદુ પાણી પીવા આપવામાં આવતું હતું. છ મહિના બાદ પરિણામોની તપાસ કરવામાં આવી જેમાં ફક્ત પાણી પીનારા ગ્રુપના વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જાણવા મળ્યું કે પાણીથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રહે છે અને શરીરના હાઈડ્રેટ રહેવાથી વજન ઘટાડવામાં પણ સરળતા રહે છે. જો આપ પણ વજન ઘટાડવા માંગો છો તો રૂટિનમાં પાણીનું ઈનટેક વધારી દો ફાયદો જરૂર દેખાશે.

પાણીનું વધુ પ્રમાણ ન ફક્ત વજન ઘટાડશે પણ આપને ગ્લોઈંગ સ્કિન પણ આપશે.


 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી