નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોમળ ત્વચા પર એલોવેરા લગાવો

 
પ્રશ્ન : શિયાળામાં ક્રીમના ઉપયોગ કર્યા વિના હોઠની સંભાળ કેવી રીતે લઇ શકાય?

ઉત્તર :તમે જો ક્રીમ લગાવવા ન ઇચ્છતાં હો, તો વેસેલિન લગાવી શકો. એ ઉપરાંત, રાત્રે સૂતાં પહેલાં અને દિવસ દરમિયાન ક્યાંય બહાર જતાં પહેલાં હોઠ પર મલાઇ લગાવો. વધારે પાણી પીવાનું રાખો અને વારંવાર હોઠ પર જીભ ન ફેરવશો.

પ્રશ્ન : મારા ચહેરા પર કરચલીઓ થઇ ગઇ છે. ખાસ કરીને હોઠ અને આંખના ખૂણા પાસે કરચલીઓ ખૂબ દેખાય છે. તે દૂર કરવા શું કરી શકાય?

ઉત્તર :તમે રોજ રાતે સૂતાં પહેલાં થોડું કોપરેલ લઇને તેનાથી હોઠ અને આંખની આસપાસના ભાગમાં હળવા હાથે માલિશ કરો. જરૂર લાગે તો તેમાં થોડું વિટામિન ઇ ઓઇલ ભેળવો. નિયમિત રીતે માલિશ કરવાથી ધીરે ધીરે કરચલીઓ દૂર થઇ જશે.

પ્રશ્ન : મારા ચહેરાની ત્વચા અત્યંત તૈલી છે. ખૂબ ખીલ પણ થાય છે. મેં અનેક સાબુ બદલી જોયાં, પણ કંઇ ફેર નથી પડતો. ખીલ કેવી રીતે દૂર થઇ શકે?

ઉત્તર :તમે ચહેરો ધોવા માટે સાબુનો ઉપયોગ કરવાને બદલે સારા ફેસવોશનો ઉપયોગ કરો. આજકાલ માર્કેટમાં અનેક એન્ટિબેકટેરિયલ ફેસવોશ મળે છે. તેનાથી ચહેરો ધોવાનો રાખો અને એ ધ્યાન રાખો કે તે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ પીએચ બેલેન્સ ધરાવતું હોય.

પ્રશ્ન : મારી ઉંમર ૧૭ વર્ષ છે. મારા વાળ અત્યારથી થોડા થોડા સફેદ થવા લાગ્યા છે, જેના લીધે મને ખૂબ સંકોચ થાય છે. મારા વાળ કાળા કરવા માટે શું કરવું જોઇએ?

ઉત્તર :તમારી ઉંમર એટલી મોટી નથી કે તમે અત્યારથી ડાઇ અથવા કલર કરવાનું શરૂ કરો. તેના બદલે તમે વાળમાં મેંદી લગાવી શકો છો. જોકે અત્યારે બજારમાં મળતી મેંદીમાં પણ કેમિકલ્સ આવતાં હોવાથી બને ત્યાં સુધી મેંદીના પાનને વાટીને તેને જ લોખંડના વાસણમાં પલાળી રાખી તે વાળમાં લગાવો તો વધારે સારું.

પ્રશ્ન : સ્નાન કર્યા પછી મારી ત્વચા થોડી જ વારમાં બરછટ થઇ જાય છે. હું નિયમિત રીતે બોડી લોશન લગાવું છું. છતાં ત્વચા બરછટ રહે છે. મારી ત્વચા કોમળ અને મુલાયમ રહે તે માટે કોઇ ઉપાય બતાવશો.

ઉત્તર :અઠવાડિયામાં બે વાર બોડી સ્ક્રબ કરવાનું રાખો. સ્ક્રબ કર્યા પછી મોઇશ્વરાઇઝર લગાવો. દરરોજ સવાર-સાંજ મોઇશ્વરાઇઝર અવશ્ય લગાવો. આનાથી ત્વચાનો કુદરતી ભેજ જળવાઇ રહેશે. આ ઉપરાંત, ત્વચાની સ્વચ્છતા જળવાઇ રહે તેની કાળજી રાખો.

પ્રશ્ન : મારા પગ પર ઉઝરડાના નિશાન છે. મેં તે દૂર કરવા માટે અનેક પ્રકારના ક્રીમ અને લોશન લગાવી જોયા, પણ તે દૂર થતા નથી. આ નિશાન કેવી રીતે દૂર થઇ શકે?

ઉત્તર :પગ પર પડેલા ઉઝરડાના નિશાન થોડા સમય પછી આપમેળે દૂર થઇ જતાં હોય છે. જોકે તમારા કિસ્સામાં આ નિશાન કેમ દૂર થતાં નથી, તે નવાઇ લાગે છે. તમે કોઇ સારી કંપનીનું પ્રોએિકટવ ક્રીમ લગાવી જુઓ. તેનાથી ચોક્કસ ફરક જોવા મળશે.

પ્રશ્ન : મારી ત્વચા કોમળ અને ગોરી છે, પણ મારા શરીર પર ખૂબ જ રુવાંટી છે. હું વેકસ કરું તે પછી તરત જ પગ પર ઝીણા ઝીણા વાળ દેખાવા લાગે છે. મારે શું કરવું?

ઉત્તર :તમે વેકસ કર્યા પછી બીજા દિવસે પગ પર વોલનટબેઝડ સ્ક્રબનો ઉપયોગ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આનાથી પગ પર સ્ક્રબ કરો. આમ કરવાથી રુવાંટી ઘસાઇને નીકળી જશે. સ્ક્રબિંગ કર્યા બાદ પાણીથી સારી રીતે પગ ધોઇ નાખો. ત્વચા સહેજ ભીની હોય ત્યારે જ એલોવેરા અથવા બદામના તેલયુકત લોશન લગાવો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !