નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દેશની સૌથી ખ્યાતનામ સંસ્થાને મળ્યા ગુજરાતના 'મહા' નાયક

 
- એલએન્ડટીના ચેરમેન અનિલ નાયકની આઇઆઇએમ-એના ચેરમેન તરીકે વરણી - 1965થી તેઓ એલએન્ડટીમાં કાર્યરત છે અને હાલ તેઓ નિવૃત્તિના આરે - ડૉ.વિજયપત સિંઘાનિયાની ચેરમેન પદ તરીકેની મુદત 28મી માર્ચના રોજ સમાપ્ત થવા જઇ રહી છે.દેશ અને દુનિયામાં પ્રખ્યાત બનેલી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (આઇઆઇએમ-એ)ને પ્રથમ ગુજરાતના ચેરમેન મળશે. કેન્દ્રીય માન સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા લાર્સન એન્ડ ટુબ્રો લિ.ના મેનેજિંગ ડિરેકટર અને ચેરમેન અનિલ નાયકના નામની પસંદગી નવા ચેરમેન તરીકે કરવામાં આવી છે. નાયક આગામી 28મી માર્ચ બાદ આઇઆઇએમ-એ સોસાયટી અને બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકે ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે.

1942ની સાલમાં નવસારી જિલ્લાના એંઘલ ગામમાં એ.એમ.નાયકનો જન્મ થયો હતો. તેઓએ ગણદેવી તાલુકાના નાનકડા ગામની સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી બી.ઇ.મિકેનિકલ, એન્જિનિયર બન્યા હતા. ત્યારબાદ 1965થી તેઓ એલએન્ડટીમાં કાર્યરત છે અને હાલ તેઓ નિવૃત્તિના આરે છે.

આઇઆઇએમ-એના હાલના ચેરમેન ડૉ.વિજયપત સિંઘાનિયાની ચેરમેન પદ તરીકેની મુદત  28મી માર્ચના રોજ સમાપ્ત થવા જઇ રહી છે. ત્યારે તેમના પદ પર નાયકની નિમણૂક થઇ છે. ત્યારે આવો આપણે જાણીએ એ આપણા ગુજરાતીની કેટલીક અજાણી વાતો

- અનિલભાઇ ક્યારે ટેલિફોન ડાયરી કે સેક્રેટરી પર આધાર રાખતા નથી. - અનિલભાઇ આજે પણ ઘરે જમે ત્યારે જુવારના રોટલા જ ખાય અને આ જુવાર તેમના ગામથી જ આવે છે - 2009ની સાલમાં તેમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો અને એ જ વર્ષે તેમને બિઝનેસ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો - તદઉપરાંત ગુજરાત સરકારે ગુજરાત ગરિમા એવોર્ડથી નવાજ્યા છે - અનિલભાઇ હંમેશા રોજ રાત્રે સૂતા પહેલાં આજે શું કામ કર્યું તેનું મૂલ્યાંકન અને આવતી કાલે શું કામ કરવાનું છે તેની યાદી જાતે જ બનાવી લે છે. 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી