નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજે ૨૯ ફેબ્રુઆરી, મોરારજીભાઇનો ‘૨૯મો’ જન્મ દિવસ

વલસાડના ભદેલી ગામની શાળામાં આજે પણ મોરારજીભાઈની બાળપણની સ્મૃતિ સચવાયેલી છે

વલસાડથી ચારથી પાંચ કિલો મિટરના અંતરે ભદેલી ગામમાં માજી વડા પ્રધાન મોરારજીભાઇના બાળપણની સ્મૃતિ હજી જળવાયેલી જોવા મળે છે. દર ચાર વર્ષે મોરારજીભાઇનો જન્મ દિવસ ઉજવવાનો અવસર આવે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૨૯ ફેબ્રુઆરીના રોજ તેમનો જન્મ ભદેલીમાં મોસાળમાં થયો હતો. આ વર્ષે તેમનો ૨૯મો જન્મ દિવસ છે. આમ ૧૧૬મો જન્મ દિવસ પણ જો ચાર વર્ષે એક વખત ઉજવણી થતી હોય તો બરાબર ૨૯મો જન્મ દિવસ ગણાય.

વલસાડમાં રામવાડીમાં રહેતા મોરારજીભાઇના ભાણેજ મહેશભાઇના કહેવા પ્રમાણે મોરારજીભાઇ વડાપ્રધાન હતા ત્યારે લંડનમાં એક પત્રકારે તેમને કેટલાં વર્ષના થયા તેવો સવાલ કર્યો હતો, ત્યારે તેના જવાબમાં હાજર જવાબી મોરારજીભાઇએ કહ્યું હતું તમારા (અંગ્રેજી) કેલેન્ડર પ્રમાણે ૨૦ વર્ષનો.

જોકે ખૂદ મોરારજીભાઇ તેમનો જન્મ દિવસ તિથિ પ્રમાણે ધૂળેટીના દિવસે ઉજવતા હતા. તેમની હયાતી નથી ત્યારે તેમની જન્મજયંતીની ઉજવણી પણ વલસાડમાં ધૂળેટીના દિવસે થતી આવી છે. સોમવારે ભાસ્કરની ટીમે મોરારજીભાઇના જન્મ સ્થળના ગામ ભદેલીની મુલાકાત લઇ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગામમાં પ્રવેશતા જ તળાવ તથા મંદીરની સામે પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં જ મોરારજીભાઇ ચાર ધોરણ સુધી ભણ્યા હતા. હમણાં વડના ઝાડ નીચેની શાળાના મૂળ બે ઓરડાને સાચવવામાં આવ્યા છે. આ બે ઓરડાની પાછળ નવી શાળાના ઓરડા તથા શિક્ષકો માટેની ઓફિસનું મકાન બનાવવામાં આવ્યું છે.

ફરજ પરના શિક્ષકના કહેવા પ્રમાણે મોરારજીભાઇ જે ઓરડામાં ભણ્યા હતા તે ઓરડાને હમણાં પ્રાર્થનાના ખંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઓરડામાં ત્રણ સ્ટેપ છે. મોરારજીભાઇના સમયમાં બાળકોને બેસવાના સ્ટેપ પાટિયાના બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તેને પાકા સિમેન્ટના બનાવી સાચવી રાખ્યા છે. છેલ્લા બે વર્ષથી આ શાળામાં એકથી આઠ ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. શાળાની આસપાસ બગીચો પણ બનાવવામાં આવ્યો છે. ૨૧૮ જેટલા બાળકો હમણા તો અહીં ભણે છે. જેમાં એક પણ દેસાઇ નથી.

દેસાઇ પાટીમાં હવે જુજ દેસાઇ રહ્યાં -

એક સમયે દેસાઇઓના ગામ તરીકે ઓળખાતા ભદેલીમાં હમણાં આંગળીના વેઢે ગણાય તેટલા જ દેસાઇ પરિવાર રહી ગયા છે. મોટા ભાગના અનાવિલ દેસાઇઓ મુંબઇ, વલસાડ તથા સુરત સ્થળાંતર કરી ગયા છે. બિંદેશભાઇ દેસાઇના જણાવ્યા પ્રમાણે ભદેલીમાં જુની દેસાઇ પોળમાં પહેલાં ૧૨૦ દેસાઇ પરિવારના ઘર હતા. હવે માત્ર ૧૪ પરિવારના ઘર રહ્યા છે. ચોમાસામાં ભદેલીનો રસ્તો નદીના પાણીના કારણે બંધ થવાની મુશ્કેલીને લઇ મોટાભાગના દેસાઇ પરિવારો અહીંથી અન્ય શહેરમાં સ્થળાંતર કરી ગયા છે.

દર વર્ષે શાળામાં મોરારજી ભાઇનો જન્મ દિવસ ઉજવાય છે -

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના -

શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોરારજીભાઇના જન્મ દિવસે તેમને યાદ કરશે. શાળામાં મોરારજીભાઇની એક તસવીર તેઓ ભણ્યા હતા તે ઓરડામાં રાખવામાં આવી છે. આ તસવીર પર હાર ચઢાવીને આ વર્ષે પણ રાજપુરૂષ મોરારજીભાઇને યાદ કરવામાં આવશે. શાળાના મુખ્ય શિક્ષક ગુલાબભાઇએ કહ્યું કે આ ઉજવણી આ શાળા પૂરતી જ સીમિત હોય છે. અમે પ્રાર્થના કરી બાળકોને તેમના વિશે વાત કરીએ છીએ.

છેલ્લા ચાર વર્ષથી ભદેલીમાં ઉજવણી થઇ નથી -

મોરારજીભાઇનો જન્મ દિવસ આમ તો ઠેર ઠેર ઉજવાય છે. પણ તેમનો જન્મ જે ગામમાં થયો હતો તે ભદેલીમાં છેલ્લા ચાર વર્ષથી મોરારજીભાઇના જન્મ દિવસની ઉજવણી થઇ નથી. ભદેલીમાં જે ઘરમાં મોરારજીભાઇનો જન્મ થયો હતો તેના હાલના માલિક બિંદેશ રતિલાલ દેસાઇએ ભદેલીમાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી આ ગામમાં તેમના જન્મ દિવસની ઉજવણી થઇ નથી. આ વર્ષે પણ કોઇ આયોજન નથી. તેમના જન્મ સ્થળે અમે દીવાબત્તી કરીને તેમને યાદ કરીએ છીએ. બિંદેશભાઇએ કહ્યું કે થોડા વર્ષ પહેલાં તેમના જન્મ સ્થળને સ્મારક બનાવવાની વાત થઇ હતી, પરંતુ મારા પિતાજીએ એ સમયમાં આ મકાન નવ હજારમાં લીધું હતું મને જો આવું જ બીજુ મકાન બનાવી આપે તો પણ અમે સ્મારક માટે આપવાની તૈયારી બતાવી હતી. લગભગ દોઢસો વર્ષ જુનું આ મકાન અમે હજી તેવું જ રાખ્યું છે. જે ઓરડીમાં મોરારજીભાઇનો જન્મ થયો હતો તેને પણ સાચવી રાખી છે. તેમના કહેવા પ્રમાણે શાળા પાસે મોરારજીભાઇની પ્રતિમા મૂકાય તેવી અમારી લાગણી છે. ભદેલીના સરપંચ વિશાલભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે આ વખતે પણ ગામમાં તેમના જન્મ દિવસે કોઈ કાર્યક્રમ નથી.

મોરારજીભાઇ પર તેમના મામાનો વધુ પ્રભાવ હતો -

મોરારજીભાઇનું વતન તો વલસાડનું મદનવાડ. પરંતુ તેમના જન્મ સ્થળ ભદેલી સાથે મોરારજીભાઇને વધુ લગાવ હતો. તેનું કારણ મોરારજીભાઇના મામા નીછુંભાઇ ગોપાળજી દેસાઇનો તેમના પર વધુ પ્રભાવ હતો. વલસાડ રામવાડીમાં રહેતા મોરારજીભાઇના ભાણેજ મહેશભાઇના કહેવા પ્રમાણે જન્મ બાદ ચાર ધોરણ સુધી ભદેલીમાં અભ્યાસ બાદ પણ મોરારજીભાઇ તેમના મામાને ત્યાં રહીને વલસાડ આવાંબાઇમાં અભ્યાસ માટે ચાલીને આવતા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી