નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઢીંચણના દુખાવામાં સાઈકલિંગ કરી શકાય?

 
માન્યતા: ઢીંચણના દુખાવા ઓસ્ટીઓ આથ્રૉઈટિસના દર્દીઓએ સાઈકલિંગની કસરત ના કરવી જોઇએ. મિત્રો, એક્સરસાઇઝમાં બે પ્રકારની સાઇકલનો ઉપયોગ કરીએ છીએ.

- બહાર ચલાવવાની સાઇકલ (આઉટડોર સાઇકલ)
- સ્ટેશનરી બાઇક (જેમાં સાઇકલ સ્ટેન્ડ પર જ (ફિક્સ) હોય અને માત્ર પેડલ જ ચલાવવાના હોય છે.)

બહાર ચલાવવાની સાઇકલમાં જ્યારે જરૂર પડે ત્યારે સાઇકલ ઊભી રાખીને એક પગ ઉપર વજન આપવું પડે છે. પણ ‘સ્ટેશનરી બાઇક’માં એકવાર બેઠા પછી બ્રેક નથી મારવાની હોતી કે પગ પણ નીચે મૂકવાનો હોતો નથી. તેથી આથ્રૉઇટીસના દર્દીઓએ આ પ્રકારની સાઇકલ ચલાવવી જોઇએ.

*તેમાં નીચે મુજબના ફાયદાઓ થાય છે.
- ઢીંચણના સાંધાની મૂવમેન્ટ વધારે છે.
- ઢીંચણના સાંધાની મજબૂતાઇ વધારે છે અને જાળવે છે.
- ઢીંચણની આજુબાજુ કામ કરતા સ્નાયુઓને મજબૂત બનાવે છે.
- દુખાવો ઓછો કરે છે અને અમુક કેસમાં નાબૂદ પણ કરે છે.
- વારંવાર થતી ઇજાઓને રોકે છે.

*આ ફાયદાઓ થવાનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે.
- એ નોન-વેઇટ-બેરિંગ એક્ટિવિટી છે. (જેમાં સાંધા પર શરીરનું પૂરું વજન નથી આવતું).
- આ એક ‘લો ઇમ્પેકટ’ એક્સરસાઇઝ છે. જેમાં સાંધા અને સ્નાયુઓની ક્ષમતા મુજબ રેઝિસ્ટન્સ વધારી કે ઘટાડી શકાય છે.
- સાઈકલિંગ કરવાથી ઢીંચણમાં રહેલ કાર્ટીલેજને પોષણ મળે છે.
- જો 20 મિનિટથી વધારે સમય કરવામાં આવે તો એરોબિક એક્સરસાઇઝ પણ મળે છે.

*રિકમ્બેન્ટ સાઇકલિંગ

આ એવા પ્રકારની સાઇકલ છે જેમાં તમને સીટની સાથે બેકરેસ્ટ પણ મળે છે અને પેડલ તમારી નીચે નહીં પણ તમારી સામે હોય છે. જેમને ઢીંચણમાં લીગામેન્ટ ઇન્જરી થઇ હોય જે સ્પોર્ટ્સમાં સામાન્યપણે થતી હોય છે, તેમની સર્જરી પછી પણ રિકમ્બેન્ટ સલાહ ભરેલ છે. મોટી ઉંમરના લોકો, વધારે વજનવાળી વ્યક્તિઓ તથા કમરના દુખાવાવાળી વ્યક્તિઓ માટે આ સાઈકલિંગ ખૂબ ઉપયોગી છે.

હાઇટ એડજસ્ટેબલ સાઈકલિંગ: સાઇકલિંગ સીટની હાઇટ વધારવાથી ઢીંચણ પર વધારે સારી રીતે કામ કરી શકાય છે અને સાંધા પર ઘસારો પડતો નથી.

હા, એક વાત યાદ રાખજો કે ઢીંચણમાં બે પ્રકારનો ઘસારો થતો હોય છે. ટીબીઓ અને ફ્રીમોરલ. ટીબીઓ મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે અને ઉંમર સાથે વધી શકે છે અને ફ્રીમોરલ (ઢાંકણીનો ઘસારો) જે મિડલ એજના લોકોમાં પણ જોવા મળે છે અને ઘણા લોકોમાં બંને પ્રકારનો ઘસારો જોવા મળે છે માટે અનુભવી ઓર્થોપેડિક સર્જન અથવા ફિઝિયોથેરપિસ્ટની સલાહ લઇને સાઇકલિંગ કરવું.

માન્યતા: હવે એવાં ઘણાં પ્રકારનાં ઉપકરણો માર્કેટમાં મળે છે કે જેમાં પગ મૂકીને સૂઇ જવાથી કે તેના પર ઊભા રહી જવાથી દુનિયાભરના બધા જ રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો વગેરે જેવી ધણી સમસ્યાઓનો અંત આવી જાય છે.

તો આવું એક મશીન વસાવવાથી જ કામ થાય તો પછી કસરત કરીને શરીરને કષ્ટ ના આપવું. તો પછી આ મશીન મેજિક મશીન જ કહેવાય કે જે ડોક્ટરનું કામ જાતે કરી આપે છે. પણ હકીકતમાં આવું નથી. મારા છેલ્લા પંદર વર્ષના વ્યક્તિગત ક્લિનિકલ પ્રેક્ટિસના અનુભવ પરથી એવા તારણ પર આવ્યો છું કે જેમાં મહેનત ના કરવાની હોય તેવો માર્ગ લોકો વધારે પસંદ કરે છે.

જ્યારે કોઇપણ ક્વોલિફાઇડ ડોક્ટર સલાહ આપે કે દવાઓ અને કસરત પ્રીસ્કાઈબ કરે છે ત્યારે ટૂંકા અને લાંબાગાળાના પરિણામોને ધ્યાનમાં રાખી ને જ કરે છે, જેમાં ડોક્ટરનો કોઇ સ્વાર્થ નથી એનાથી ઊલટું માત્ર વ્યાપારી વૃત્તિથી એક મશીનથી બધા રોગો મટશે તેવી જાહેરાત કરી શકે છે. જેમને મેડિકલ સાયન્સ સાથે કોઇ લેવાદેવા હોતી નથી.

કોઇ મશીન પર સૂઇ જવાથી કે ઊભા રહેવાથી સારું લાગવું અને સારું થવું એમાં બહુ મોટો ફર્ક હોય છે.
જ્યાં સુધી તમે જાતે તમારા દર્દ વિશે સમજી, મહેનત નહીં કરો તો પરિણામ નહીં આવે તે ચોક્કસ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી