નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો?

 
મે જાણો છો આપણા જીવનમાં પહેલુ સુખ શું છે? શાસ્ત્રો અને વિદ્વાનો અનુસાર પહેલુ સુખ નિરોગી કાયાને બદાવવામાં આવી છે. નિરોગી કાયાનો અર્થ છે સ્વસ્થ શરીર. જો કોઈ વ્યક્તિનું શરીર સ્વસ્થ નથી રહેતું તે દુનિયાનું કોઈપણ સુખ ભોગવી શકતો નથી. આપણા સમસ્ત સુખોનો આનંદ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે આપણુ શરીર સ્વસ્થ હોય. શાસ્ત્રો પ્રમાણે શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે, આ ઉપાયોમાંથી એક છે વ્રત-ઉપવાસ.

મોટાભાગની બીમારીઓ ખાન-પાનની વસ્તુઓ અને પેટ સાથે સંબંધિત હોય છે, આથી આ વાતોનું વિશેષ ધ્યાન આપવામાં જરૂર હોય છો. જો આપણું પાચન તંત્ર વ્યવસ્થિત અને સ્વસ્થ રહેશે તો ઘણી હદ સુધી આપણે બીમારીઓ ઉપર રોક લગાવી શકીશું. પાંચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આપણે એક મહિનામાં ઓછામાં ઓછા બે વાર ખાધા વગર રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને પ્રાચીન કાળથી જ વ્રત-ઉપવાસ રાખવાની પરંપરા બનાવવામાં આવી જેથી વ્યક્તિ વ્રત-ઉપવાસના નામ ઉપર શરીરના પાંચનતંત્રને આરામ આપી શકે.

વ્રત-ઉપાવાસનું ધાર્મિક મહત્વ પણ છે. વ્રતનો અર્થ છે સંકલ્પ કે દ્રઢ નિશ્ચય તથા ઉપાવાસનો અર્થ ઈશ્વાર કે ઈષ્ટદેવની નજીક બેસવું, ભારતીય સંસ્કૃતિમાં વ્રત તથા ઉપવાસનું એટલું વધુ મહત્વ હોય છે કે દરેક દિવસે કોઈને કોઈ ઉપવાસ વ્રત હોય છે. બધા ધર્મોમાં વ્રત ઉપવાસની જરૂરિયાત બતાવવામાં આવી છે. એટલા માટે દરેક વ્યક્તિ પોતાની ધર્મ પરંપરા પ્રમાણે ઉપવાસ કે વ્રત કરે છે. વાસ્તવમાં વ્રત ઉપવાસનો સંબંધ આપણા શારીરિક અને માનસિક શુદ્ધિકરણ સાથે છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.

ક્યારે વ્રત-ઉપવાસ કરવાઃ-

દર મહિનામાં એકાદશી આવે છે, શાસ્ત્રો પ્રમાણે અગિયારસનું વ્રત અક્ષય પુણ્ય પ્રદાન કરે. આથી દરેક મહિનામાં બંને અગિયારસે વ્રત કરવું જોઈએ. અર્થાત્ આ બંને દિવસોમાં વગર ખાધે રહેવું જોઈએ. ફળાહાર કરી શકાય. તે સિવાય દર રવિવારે પણ મીઠા વગરનો ખોરાક લેવો જોઈએ તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયી રહે છે. કોઈ-કોઈ દિવસે દૂધ અને ફળાહાર કરવો જોઈએ.

વ્રત કરવાથી શરીર સ્વસ્થ્ય રહે છે. નિરાહાર રહેવા, એક સમયે ભોજન લેવા અથવા માત્ર ફળાહારથી પાચનતંત્રને આરામ મળે છે. તેનાથી કબજિયાત, કબજિયાત, ગેસ, એસીડીટી અજીર્ણ, માથાનો દુખાવો, તાવ વગેરે રોગોનો નાશ થાય છે. આધ્યાત્મિક શક્તિ વધારે છે. જ્ઞાન, વિચાર, પવિત્રતા બુદ્ધિનો વિકાસ થાય છે. આને લીધે ઉપવાસ વ્રતની પૂજા પદ્ધતિને સામેલ કરવામાં આવ્યું છે.

કયા લોકોનો વ્રત-ઉપવાસ ન કરવોઃ- સન્યાસી, બાળક, રોગી, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધોને ઉપવાસ કરવાની છુટ હોય છે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી