નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કામદેવની જન્મભૂમિ એમ જ નથી કહેવાતુ આ શહેર


કુદરતી સુંદરતાને માણવાનો શોખ હોય તો ગુવાહાટીથી વિશેષ કોઈ વિકલ્પ ન હોઈ શકે. અહીં બ્રહ્મપુત્ર નદીનો ઠંડો અહેસાસ છે તો સાથે કાજીરંગા નેશનલ પાર્ક અન ભક્તિનો સંદેશ આપતા પ્રાચીન મંદિર લોકોને અહીં આવવા માટે આકર્ષિત કરે છે.

એશિયાના ગણ્યાગાઠ્યા પ્રાચીન શહેરોમાં સમાવિષ્ટ ગુવાહાટીની કુદરતી સુંદરતા અને સંસ્કૃતિ ઉત્તર-પૂર્વમાં સૌથી ખાસ બનાવી દે છે. આ જગ્યાને કામદેવની જન્મભૂમિ પણ કહેવાય છે. નદીઓ, પહાજ અને જંગલ ગુવાહાટીના મુખ્ય આકર્ષણ છે.

જો કે અહીં હિન્દુ સંસ્કૃતિની અમુક એવી ધરોહર પણ છે જે પર્યટકોને અહીં વારે વારે આવવાની માટે વિવશ કરે છે. આ સિવાય અહીં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે, અદ્ધભૂત ઝુ છે, મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ છે, રિવર ક્રૂઝની મસ્તી છે અને કામખ્યા માતા જેવું મંદિર પણ.

મંદિર:ગુવાહાટીમાં કામખ્યા મંદિર, ઉમાનંદ મંદિર અને નવગ્રહ મંદિરને મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. ગુવાહાટી જાઓ અને આ મંદિરના દર્શન ન કરો તેવું શક્ય ન બને. કામાખ્યા મંદિર હિન્દુ ધર્મમાં શક્તિ પીઠના રૂપમાં માનવામાં આવે છે. ઉમાનંદ મંદિર બ્રહ્મપુત્ર નદીની વચ્ચો વચ્ચ પિકોક દ્વિપ પર સ્થિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની આરાધનામાં ખલેલ પહોંચાડવા બદલ કામદેવને ભસ્મ થઈ જવાનો શ્રાપ મળ્યો હતો, જેના અનુક્રમે આ પર્વતનું નામ ભસ્મશાળા પડ્યું. નવગ્રહ મંદિર ચિત્રાંચલ પર્વત પર સ્થિત છે. આ મંદિર નવ ગ્રહોને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ 18મી સદીના અંતમાં રાજા રાજેશ્વર સિંહે કરાવ્યું હતું.

વશિષ્ઠ આશ્રમ:અહીં આવેલું વશિષ્ઠ આશ્રમ પણ જોવા લાયક છે. કહેવાય છે કે અહીં વશિષ્ઠ મુનિ રહેતા હતાં. આ આશ્રમમાં તમને દુર્લભ જડીબુટ્ટીના ભંડાર મળશે.

કાજીરંગા નેશનલ પાર્ક:કાજીરંગા નેશનલ પાર્ક વાઈલ્ડ લાઈફના શોખીનો લોકોનું ફેવરિટ સ્પોટ માનવામાં આવે છે. કાજીરંગા નેશનલ પાર્કના મહત્વને જોતા 1985માં તેને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પાર્કમાં તમને એક શીંગડા વાળા ગેંડા, વાઘ, હાથી, દીપડા, ચીત્તા જેવા જંગલી જાનવરોની સાથે પક્ષીઓ પણ જોવા મળશે. આ પિકનિક, એડવેન્ચર અને આઉટિંગનું હોટ સ્પોટ માનવામાં આવે છે.

આસામની સંસ્કૃતિને જો નજીકથી જોવા માંગતા હોવ તો ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર હાજોમાં તમે તેની ઝલક જોઈ શકો છો.










Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !