નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વૈષ્ણોદેવી જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટી ખુશખબરી!

ભારતભરમાં વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. કટડા રેલવે સ્ટેશન ઉપર સમગ્ર તૈયારી પુરી થઈ ગઈ છે. ઉધમપુર પાસે ટનલનુ એક કામ પુરૂ થતાની સાથે જ ભારતભરના શ્રદ્ધાળુઓ સીધા કટડા જઈ શકશે. આટલું જ નહીં, જમ્મુ આવનારી 90% ટ્રેનો અહીંયા પહોંચશે. રેલવેએ કટડામાં ટ્રેનોની વૉશિંગ લાઇન બનાવી છે, આનાથી જમ્મુ સ્ટેશનનો ભાર પણ ઓછો થશે.

અત્યારે માત્ર ઉધમપુર સુધી જ ટ્રેનો ચાલે છે. સમસ્યા છે કે ઉધમપુરમાં વૉશિંગ લાઇનો નહીં હોવાના કારણે બે થી ત્રણ ટ્રેનો જ અહીં સુધી આવે છે અને બાકી ટ્રેનોની અવર-જવર જમ્મૂથી થાય છે.

વર્લ્ડ ક્લાસમાં થશે પ્રખ્યાતઃ
કટડા સ્ટેશન વર્લ્ડ ક્લાસમાં પ્રસિદ્ધ થશે. સ્ટેશન સુધી પહોંચવા માટે મુસાફરોને લિફ્ટની સાથે-સાથે એસ્કલેટરની સુવિધા પણ મળશે.

સ્ટેશનનું કામ લગભગ પુરૂ થઈ ગયુ છે.

શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે લગભગ 170 રિટાયરિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સ્ટેશનના નિર્માણ ઉપર 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાધૂનિક ટેક્નોલોજીથી સજ્જ આ સ્ટેશને વિશ્વસ્તરની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

આ માટે ખાસ છે કટડા સ્ટેશન
કટડા સ્ટેશન ખાસ્સી ઉંચાઈએ છે. મુસાફરોને સ્ટેશનથી પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે લિફ્ટ અને એસ્કલેટરની સુવિધા મળી રહેશે. સંભાવના છે કે સ્ટેશન ઉપર દરરોજ 20 થી 30 હજાર મુસાફરોની અવર-જવર થશે.

સ્ટેશન પર કેવી-કેવી સુવિધાઓ મળશે.
- દેશી-વિદેશી વ્યંજન અને ફાસ્ટફૂડ
- શૉપિંગ મોલ અને કેટલીય બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ
- આકર્ષક ફર્નિચર અને ખાણીપીણી માટેની વિશેષ સુવિધા
- સ્ટેશનમાં દરેક જગ્યાએ માતા વૈષ્ણોદેવીની તસવીરો
- ટ્રેનોની સુચના સાથે માતા વૈષ્ણોદેવીનો જયકારો પણ બોલાશે
- કેટલીક ટ્રેનોને વૈષ્ણોદેવી અને કટડાનું નામ આપવામાં આવ્યું છે
- આ ઉપરાંત અહીં ત્રણ વધુ પ્લેટફોર્મ પણ બનાવાયા છે.
- અત્યાધૂનિક સુવિધાઓ મળશે

આ સ્ટેશન ભારતના પસંદગીપાત્ર સ્ટેશનોમાંથી એક હશે. મુસાફરોને અહીંયા અત્યાધુનિક સુવિધાઓ મળશે. અહીંયા દેશના દરેક ખુણે લોકો આવી શકશે. રેલવે મુસાફરોને કોઈ તકલીફ ન પહોંચે તેની ખાસ દેખરેખ રાખશે. સ્ટેશન પર વૉશિંગ લાઇન હોવાથી જમ્મુથી આવનારી ટ્રેન કટડા પહોંચશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !