નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દસ મિનિટ કરો આ ક્રિયા શ્વાસ નહીં છોડે આપનો સાથ

 
માનસિક કામગીરી કે શારીરિક કાર્યો જેને વધારે રહેતા હોય તેને આ યોગાસનનો સહારો લેવો જ જોઈએ. દિવસ ભર ચુસ્ત અને તન-મન સ્ફૂર્તિલું રહેશે. આ ક્રીયાથી વ્યક્તિની ફેફસા અને શ્વાસને લગતી બીમારીઓ પણ દૂર રહે છે.

ક્રિયાની વિધિ -

સમતલ અને સારા પ્રમાણમાં શુદ્ધ હવા આવતી હોય તેવા સ્થળ પર પદમાસન કે સુખાસનમાં બેસો. બન્ને હાથને બન્ને ઘુંટણ પર રાખો. હવે બન્ને નાકથી ઊંડા શ્વાસ લો. પછી શ્વાસને રોક્યા વગર બહાર છોડી દો. આ જ રીતે ઘણીવાર ઝડપથી શ્વાસ લો અને એટલી જ ઝડપથી શ્વાસને છોડતા આ પ્રક્રિયા કરો. આ ક્રિયામાં ધીરે ધીરે શ્વાસની સંખ્યામાં આગળ વધવું.

આ ક્રિયાના લાભ -

આ ક્રિયાના અભ્યાસથી ફેફસામાં સ્વચ્છ વાયુ ભરવાથી ફેફસા સ્વસ્થ અને રોગ દૂર થાય છે. આ પાચક અંગને સ્વસ્થ રાખે છે. આ દ્વારા શરીરમાં પ્રાણ તત્વનો વધારો થતા શરીરની શક્તિ તથા સ્ફૂર્તિમાં વધારો થાય છે અને શ્વાસ સંબંધી ઘણી બીમારી દૂર થાય છે.

સાવધાની -

જો કોઈ વ્યક્તિને દમ કે શ્વાસ સંબંધિ કોઈ બીમારી હોય તો તેને નિષ્ણાંતોની સલાહ પછી જ આ ક્રિયા કરવી.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી