નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્વાદ કરતાં મહત્વનું છે સ્વાસ્થ્ય

 
 
 
શિશુ જ્યારે છ માસનું થાય ત્યારે તેને દૂધ ઉપરાંત નક્કર આહારની જરૂર પડે છે. દરેક માતા ઇચ્છે છે કે શિશુને સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટિક આહાર આપે, પણ જ્યારે શિશુ માટે ભોજન બનાવવાની વાત આવે ત્યારે સૌથી મહત્વની બાબત ભૂલી જાય છે. આ બાબત છે, ખાંડ અને મીઠાનું યોગ્ય પ્રમાણ.

મીઠું અત્યારથી જરૂરી નથી
મોટા ભાગે માતા વિચારે છે કે બાળકને મોળું - ઓછા મીઠાવાળો ખોરાક નહીં ભાવે, પરંતુ આ ગેરસમજ છે. બાળક પંદર મહિનાનું થાય ત્યાં સુધી એની સ્વાદગ્રંથિ વિકાસ પામેલી હોતી નથી. પરિણામે તેમને સ્વાદનો ખ્યાલ આવતો નથી. જો નાના બાળકના ભોજનમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખશો તો તેના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડશે. આ વધારાનું મીઠું બાળકની કિડની અને મગજ પર અસર કરે છે. ખાદ્યપદાર્થો જેવા કે શાકભાજી, ફળ અને માતાના દૂધમાં પણ કુદરતી રૂપે જે મીઠું રહેલું હોય છે, તે બાળક માટે પૂરતું છે. આથી તેના ભોજનમાં વધારાનું મીઠું ભેળવવાની જરૂર નથી.

ઘણી વાર બધાં સાથે જમવા બેઠાં હોય, ત્યારે નાનું બાળક જે રીતે મોટાની થાળી ખેંચે છે, તે જોઇને લાગે કે એ પણ બીજા લોકો જેવું જ ભોજન ખાવા ઇચ્છે છે. એવામાં શિશુને નિરાશ કરવાનું ગમતું નથી. ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે શિશુના ભોજનમાં જેટલું મીઠું છે તેના કરતાં ત્રણ-ચાર ચમચી મીઠું મોટાનું ભોજન ખાવાથી એના શરીરમાં જાય છે. જે સરવાળે એને નુકસાન જ પહોંચાડે છે. ક્યારેક એને થોડું ભોજન આપો તે બરાબર છે, પણ રોજ આ રીતે આપવું યોગ્ય નથી. તદુપરાંત, એ પણ યાદ રાખવાની જરૂર છે કે શિશુ માટે બનાવેલા આહારમાં ક્યારેય ઉપરથી મીઠું ઉમેરવું નહીં.

ખાંડનું પ્રમાણ ઓછું રાખો
બાળકના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે તેમને ઓછામાં ઓછા એક વર્ષની વય સુધી ખાંડથી દૂર રાખવા. નાની વયમાં વધારે પડતું ગળ્યું ખવડાવવાથી બાળક સ્થૂળ બની જાય છે. એટલું જ નહીં, દાંતોમાં કેવિટી પણ થાય છે. બાળકો માટે મળતા બેબીફૂડમાં ખાંડ હોય જ છે. જ્યૂસમાં પણ સુગર સિરપ ભેળવેલું હોય છે. આથી બાળકોને જ્યારે આવો જ્યૂસ આપો ત્યારે તેમાં અડધોઅડધ પાણી ભેળવો. તેના બદલે જો તમે શિશુને જ્યૂસ આપવા ઇચ્છતાં જ હો, તો ઘરે જ ફળમાંથી કાઢેલો તાજો રસ કંઇ પણ નાખ્યા વિના તેને પીવા આપો.

તદુપરાંત, તેને અડધા ગ્લાસથી વધારે જ્યૂસ ન પીવડાવવો કારણ કે બાળકનું પેટ જ્યૂસ પીવાથી ભરાઇ જાય છે અને તે અન્ય પોષક તત્વોથી વંચિત રહી જાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્યપદાર્થોમાં સ્વીટનર નાખેલું હોય છે જે બાળકના મગજને નુકસાન પહોંચાડે છે. મોટા ભાગે લોકો એવું માનતાં હોય છે કે શિશુને ખાંડના બદલે મધ આપવું વધારે સારું અથવા તો જ્યારે એને દાંત આવતાં હોય ત્યારે એના પેઢાં પર મધ લગાવવાથી લાભ થાય છે.

વાસ્તવમાં દાંત આવતાં હોય ત્યારે પેઢાંમાં ખંજવાળ આવે છે. મધ લગાવવાથી એના ગળ્યા સ્વાદને કારણે થોડી વાર માટે શિશુ પેઢામાં આવતી ખંજવાળ અને દુખાવો ભૂલી જાય છે, પરંતુ મધમાં રહેલાં બેક્ટેરિયા નાના શિશુના કુમળા આંતરડાં માટે નુકસાનકારક પુરવાર થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે બાળકનું સારું સ્વાસ્થ્ય માતાપિતાની પ્રાથમિકતા છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી