નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

...તો સ્ત્રીએ પુરુષને પોતાનો ગુલામ બનાવી દીધો હોત

 
 
સિંગલ વુમન એટલે કે એકલી સ્ત્રીને કાયમ કોઇના આધારની જરૂર પડે જ એવું માની લેતા આ સમાજ એ વાત નથી સમજતો કે સ્ત્રી જો પોતાની આવડતનો ઉપયોગ કરે તો ‘મનુસ્મૃતિ’ જેવા ગ્રંથ લખાયા ન હોત.

‘જે લોકો અમારા મિત્રો હતાં એ હવે મને ફોન કરતા નથી. પહેલાં અમે બધા સાથે બહાર જતાં, દર રવિવારે ડિનર પર ભેગા થતાં અને દર વર્ષે વેકેશન લેતાં. છેલ્લાં બે વર્ષથી મને કોઇએ વેકેશન પર સાથે આવવા માટે પૂછ્યું પણ નથી.’ આ એવી સ્ત્રીની ફરિયાદ છે જેના પતિનું બે વર્ષ પહેલાં મૃત્યુ થયું છે. એક દીકરી સાથે એ સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરી રહી છે. એ જ રીતે બીજી એક સ્ત્રીનું કહેવું છે કે, એના છુટાછેડા નહોતા થયા ત્યાં સુધી પરિસ્થિતિ સાવ જુદી હતી.

જે ક્ષણે એણે ડિવોર્સ લીધા એ જ ક્ષણથી એમના સહિયારા મિત્રો ફકત એના પતિના મિત્રો બની ગયા. એના પોતાના સગાંવહાલાંએ એની સાથે સંબંધ ઓછા કરી નાખ્યાં. એટલી હદ સુધી કે પતિના જે મિત્રોની પત્નીઓ સાથે એને અંગત સંબંધ હતા, એવી સખીઓએ પણ શરૂઆતમાં એના ફોન ટૂંકમાં પતાવ્યા અને પછી રીતસર એવોઇડ કરવા માંડ્યા.

આ કોઇ એક-બે સ્ત્રીનો અનુભવ કે પીડા નથી. સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે સ્ત્રી જ્યારે સિંગલ વુમન બની જાય છે, ત્યારે એની આસપાસની દુનિયા એને સમજાય પણ નહીં એટલી ઝડપથી બદલાઇ જાય છે. ક્યારેક આ સિંગલ વુમન રહેવું એની પસંદગીનો નિર્ણય હોય છે, તો ક્યારેક એ એના હાથમાં નથી હોતું. પતિનું મૃત્યુ કે બીજા કોઇ કારણસર જેમ કે, પતિ પરદેશ રહેતો હોય. આ સમાજ આજે પણ એવું માને છે કે સ્ત્રી એકલી પડે એટલે એ આધાર શોધવા જ લાગે. એકલી સ્ત્રી સન્માનપૂર્વક જીવી શકે છે એવું સ્વીકારતા હજી આ સમાજને કોઇક તકલીફ પડે છે એ નક્કી છે.

નવાઇની વાત એ છે કે આ માન્યતાને તોડીફોડીને ફેંકી દેવાને બદલે સ્ત્રીઓ જ એને પુષ્ટિ આપે છે. સ્ત્રીની અસલામતી એને આવું કરવા માટે મજબૂર કરતી હશે એમ માની લઇએ, તો પણ મોટા ભાગની સ્ત્રીઓ એ સમજવા તૈયાર નથી કે એક સ્ત્રી ક્યારેય સ્ત્રીની દુશ્મન બનવાનું પસંદ ન જ કરે. સંજોગો અને પરિસ્થિતિઓનો વળાંક ક્યારેક એવો હોય કે એક સ્ત્રી પરણેલા પુરુષના પ્રેમમાં પડે અથવા એની સાથે નિકટનો સંબંધ બાંધી બેસે ત્યારે પણ એના મનમાં અપરાધભાવ નથી અથવા એ જે કંઇ કરી રહી છે એ બધું પ્લાન કરીને પોતાની જિંદગીને બહેતર બનાવવા માટે કરી રહી છે એવું માનવાની કોઇ જરૂર હોતી નથી.

લાગણીઓ ભાગ્યે જ કોઇના વશમાં હોય છે. કોને, ક્યારે, કોની સાથે પ્રેમ થઇ જાય એ વિશેના નિર્ણયો જો માણસ સમજી-વિચારીને કરી શકતો હોત તો આ દુનિયા સાવ જુદી હોત. સામાન્ય સંજોગોમાં લગભગ દરેક માણસને ખબર હોય છે કે પોતે જે કંઇ કરે છે તે બરાબર નથી અથવા બરાબર છે. આ ‘બરાબર’ની એની વ્યાખ્યાઓ અલગ અલગ હોઇ શકે, પરંતુ સમજી-વિચારીને બીજાનું નુકસાન કરે એવા ખોટા અને ખરાબ માણસો પ્રમાણમાં ઓછા હોય છે.

બીજું, સ્ત્રી લાગણીની મૂર્તિ છે. એ ક્યારેય ગણતરીપૂર્વક વિચારતી નથી. જો સ્ત્રી વિચારતી હોત તો એણે સદીઓ પહેલાં પુરુષને પોતાનો ગુલામ બનાવી દીધો હોત. સ્ત્રીને ખબર છે કે એ પુરુષ કરતાં વધારે કેપેબલ અને સ્વતંત્ર રીતે જીવી શકે એમ છે. એ પુરુષને જન્મ આપી શકે છે. પુરુષનો ઉછેર સ્ત્રી કરે એટલે જો પોતાની આવડત કે પોતાનામાં રહેલી આ ક્ષમતાની સમજ એને હોત તો સ્ત્રીએ ક્યારેય ‘મનુસ્મૃતિ’ જેવા ગ્રંથો રચાવા દીધા ન હોત. એને બદલે ક્યાંક, કોઇ એવા ગ્રંથ લખાયો હોત, જેમાં પુરુષનું ‘રક્ષણ’ કરવું એ સ્ત્રીની જવાબદારી છે, પરંતુ એવું ન થયું કારણ કે સ્ત્રીએ ક્યારેય ગણતરીથી કશું મેળવવા માટે પ્રયત્નપૂર્વક પ્રેમસંબંધ બાંધ્યા કે તોડ્યા હોય એવું બન્યું નથી.

જે સ્ત્રીઓ પોતાની પસંદગીથી સિંગલ વુમન તરીકે જીવવાનું નક્કી કરે છે, એમણે મોટે ભાગે આ નિર્ણય સમજદારીથી લીધો હોય છે. થોડા વર્ષોના લગ્નજીવનમાં એમને સમજાઇ જાય છે કે એમના જીવવા માટે સ્વતંત્રતા અનિવાર્ય છે. આવી સ્ત્રીઓ કાયમી સંબંધમાં દાખલ થવાનું ટાળે છે. શક્ય છે કે નાના-મોટા ઇમોશનલ ખેંચાણ અનુભવે, પરંતુ એમની સ્વતંત્રતા અને માનસિકતા આવા સંબંધોને લાંબો સમય ટકવા દેતી નથી, એ નક્કી.

જેટલી સ્ત્રીઓ સિંગલ વુમન હોય એ બધી જ સ્ત્રીઓ પોતાના જીવનમાં કોઇ ખાલીપો અનુભવે છે અને પ્રેમીની કે જીવનસાથીની શોધમાં રહે છે એવું માનવું બેવકૂફી છે. કેટલીક સ્ત્રીઓ સ્વતંત્રમિજાજી હોય છે. જિંદગીના એક-બે અનુભવ પછી એને સમજાઇ જાય છે કે પુરુષ એના જીવનમાં આવીને ખાલીપો ભરવાનું કામ નહીં કરી શકે. આવી સ્ત્રીઓ પુરુષો સાથે મૈત્રી તો કેળવે છે, પરંતુ નિકટનો સંબંધ ક્યારેય બાંધતી નથી. આવી સ્ત્રીઓ સામાન્યત: ખુશમિજાજ, પ્રેમાળ, લાગણીશીલ અને સમજદાર હોય છે એટલે પુરુષોને પણ એમની કંપનીમાં મજા આવે છે.

સિંગલ વુમન તરીકે જીવતી આવી સ્ત્રીઓ મહદ્દંશે પુરુષની જેમ વિચારવા લાગે છે. એટલે એમને પણ લાગણીના સંબંધો બોજારૂપ લાગવા માંડે છે. આવી સ્ત્રીઓ પુરુષો સાથે શરાબ પી શકે છે, ગાળો પણ બોલી શકે છે, અમુક પ્રકારના નોનવેજ જોક પણ શેર કરી શકે છે, એ ‘દોસ્ત’ બની શકે છે. જે પત્ની કદાચ નથી આપી શકતી એવું પેશન્ટ હિયરિંગ (શાંતિથી સાંભળવું) પણ આપી શકે છે. ક્યારેક સંબંધોમાં એ સાચી સલાહ આપી શકે છે અને એને કારણે પુરુષો સાથે એમની મૈત્રી બહુ સ્વાભાવિક રીતે બંધાય છે.

આવી સ્ત્રીઓ ગૃહિણીઓ કે પત્નીઓ માટે ધમકીરૂપ પુરવાર થાય છે. કોઇ કારણ વગર પત્ની મનોમન પોતાની સરખામણી આવી સ્ત્રીઓ સાથે કરવા માંડે છે. પોતાને જે સ્વતંત્રતા નથી મળી એવી સ્વતંત્રતા આવી સ્ત્રીઓ ભોગવે છે અને પોતાનો પતિ એની સાથે મિત્રતા રાખે છે અથવા એની નિકટ છે એ જોઇને કારણ વગરની, ધારી લીધેલી હરીફાઇ શરૂ થાય છે.

એ પછી આવી ગૃહિણીઓ-પત્નીઓ તીવ્ર અસલામતી અનુભવે છે. ગમે તેમ બોલવું, ઝઘડા કરવા અને આક્ષેપો કરવા એ રોજિંદી પ્રક્રિયા બનવા લાગે છે. જે પુરુષ ખરેખર એ સ્ત્રી તરફ આકષાર્યો પણ ન હોય એને જાણ્યે-અજાણ્યે આવા વર્તનથી પત્ની પોતાનાથી દૂર કરે છે... ટેલિવિઝન સોપમાં દેખાડવામાં આવતી સ્ત્રીઓ પુરુષોની કે ચેનલની ક્રૂર કલ્પના છે. સ્ત્રી ખરેખર આવી હોતી નથી... હોઇ શકે નહીં એવી શ્રદ્ધા સ્ત્રીને તો હોવી જ જોઇએ.

પુરુષનો સ્વભાવ પઝેશનનો છે. જે સ્ત્રી એના કહ્યામાં નથી રહેતી એ સ્ત્રી એને ભાગ્યે જ મંજૂર હોય છે. એ આવી સ્વતંત્ર સ્ત્રીથી આકષૉય છે કારણ કે ઊડતા પંખીને પાંજરામાં પૂરવાની મજા સાવ જુદી છે! પુરુષ સ્વભાવે ચેઇઝર-શિકારી છે. આ એની આદિમ પ્રકૃતિ છે. જ્યાં સુધી સ્વતંત્ર સ્ત્રી પોતાની ઢાલ ફેંકીને એના શરણે ન આવે ત્યાં સુધી જ પુરુષનો રસ જળવાય છે એવું સમજી ગયેલી પત્ની આ દુનિયાની સૌથી સુખી સ્ત્રી છે.

સિંગલ વુમનને ધમકી કે થ્રેટ સમજવાને બદલે જો ફકત ‘સ્ત્રી’ સમજીને એની સાથે ‘દોસ્તી’ કરવામાં આવે તો મુશ્કેલીના સમયમાં એના જેવી મજબૂત દોસ્ત કદાચ ભાગ્યે જ મળે. એ પોતાની પીડા સમજે છે અને બીજી સ્ત્રી આ પીડામાંથી પસાર ન થાય એવો પ્રયાસ એ સતત કરતી જ હોય છે... જરૂર છે બે સ્ત્રીઓ વચ્ચે સમજદારીના સેતુની!

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી