આપણાં આહારની સીધી અસર આપણાં મૂડ પર પડે છે. હકીકત એ છે કે બદલતા મૂડ માટે અમુક ખાસ અંગ જવાબદાર છે. તેને અનુરૂપ આહાર-વિહાર અપનાવવા જોઇએ એવું મેક્રોબાયોટિક કહે છે. મૂડ બનાવતું ફૂડ કેવું હોવું જોઇએ એ વિશે જાણીએ.
મૂડને અનુરૂપ આહાર વિહાર અપનાવવાની ચિકિત્સકીય પદ્ધતિનું નામ મેક્રોબાયોટિક છે. તે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન(ટીસીએમ) પર આધારિત છે. આ અનુસાર શરીરનું પ્રત્યેક અંગ કોઇ ને કોઇ લાગણીના ઉદ્ભવ સાથે જોડાયેલું છે. એ અંગને વિશેષ અસર કરતો ખોરાક લેવાથી મૂડ જળવાઇ રહે છે.
મારે ખુશ રહેવું છે તો શું ખાવું : ગુસ્સા અને ખુશીનો સીધો સંબંધ લીવર સાથે છે.
આવા સંજોગોમાં ઓટ્સ, જવ ખાવ. ફણગાવેલું કઠોળ, લીલા શાકભાજી, લીલી ડુંગળી, સૂરણ અને ફુદીનાનું સેવન લાભદાયી નીવડશે.
આનંદ અનુભવવા માટે: આનંદ અનુભૂતિ હૃદય અને નાના આંતરડાંથી થાય છે. આનો અનુભવ કરવા માટે ફણગાવેલા કઠોળ, આખું અનાજ, અને સોયાબીનનું સેવન કરવું જોઇએ. મૂળા, સરસવનું શાક, ડુંગળી, લસણ ખાવા. લીલા શાકભાજી, બ્રોકોલી અને કોબી અને ર્કોનફલેકસવાળું શાક ખાવું સારું રહેશે.
ચિંતા થાય ત્યારે શું ખાવું: સ્ટાર્ચસયુકત શાક જેવા કે બીટ, લાલ કોળું, ગાજર, ડુંગળી અને કોબી ચોક્લેટ્સ ખાવ એ લાભદાયી નીવડશે. ખરેખર ચિંતા માટે બરોળ અને સ્વાદુપિંડ જવાબદાર છે. ઉપરોકત ભોજનથી તેને શાંત રાખવામાં મદદ મળશે.
ગભરામણ થાય ત્યારે શું ખાવું : ગભરામણ કે બ્લૂ ફીલિંગ માટે ફેફસાં જવાબદાર છે. આવી પરિસ્થિતિમાં ફણગાવેલાં કઠોળ અને ખમણેલા શાકભાજીનો ભોજનમાં સમાવેશ કરો. એટલે કે સરસવનું શાક ફેફસાંમાંથી મ્યૂકસને સાફ કરે છે. તેમજ તમે ફ્રુટ્સમાં નારંગી કે લીંબૂપાણીનો સમાવેશ કરી શકો છો.

Comments
Post a Comment