નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

5 પ્રકારનો ખોરાક, હાડકા મજબૂત બનાવવા છે અક્સીર

મજબૂત હાડકા મજબૂત વ્યક્તિત્વ માટે ખુબ જરૂરી છે. કહેવાય છે કે શરીરમાં માંસ ઓછુ હશે તો ચાલશે પણ હાડકા તો મજબૂત જ હોવા જોઈએ.

તો ચાલો આજે આપણે એવા ખોરાકની વાત કરીએ જે આપણા હાડકા મજબુત બનાવવા અક્સીર છે.


*દૂધ
કોઈપણ પ્રકારનાં પ્રશ્ન વગર આ વાત નાનામાં નાનો બાળક પણ કહી શકે છે કે હાડકા મજબૂત બનાવવા દૂધ કેટલું જરૂરી છે. લો ફેટ કે ફેટ ફ્રી દૂધ કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. દૂધ એક સારો ન્યૂટ્રિશીયન, મેગ્નેશિયમ, રિબોફ્લાવિન, ફોસફર્સ, વિટામીન D, A અને B12, જેવા તત્વોનો ભરમાર છે.

*ઓરેન્જ જ્યૂસ
ઓરેન્જ જ્યૂસ સૌથી સારુ ન્યૂટ્રિસિઅસ વિટામિન, મિનર્લ્સ અને કેલ્શિયમનો ભંડાર છે. તે એક સારું પૌષ્ટિક જ્યૂસ છે. આપ ક્યારેય પણ આ જ્યૂસનો ઉપયોગ કરી શકો છો. પણ જો વ્હેલી સવારે તે લેવામાં આવે તો ઘણો વધુ ફાયદો થાય છે. જો આપ મિક્સ જ્યૂસ પીતા હોવ તો પણ તેમાં ઓરેન્જનું પ્રમાણ વધુ રાખો.

*ડેરી પ્રોડક્ટ્સ
ઘણા બધા એક્સપર્ટ્સનું કહેવું છે કે ડેરી પ્રોડક્ટ જેવા કે ચિઝ, દહીં અને પનિર કેલ્શિયમના ઉત્તમ સોર્સ છે. ડેરી પ્રોડક્ટ્સનું સેવન યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ. દહીંનું સેવન તો દરરોજના ભોજનમાં અવશ્ય કરો તેના ઘણા ફાયદા છે.

*ડ્રાયફ્રુટ્સ
અખરોટ, પિસ્તા, બદામ, જલદારુ કેલ્શિયમનો સૌથી ઉત્તમ સોર્સ માનવામાં આવે છે. શિંગમાં પણ કેલ્શિયમનું પ્રમાણ ભારોભાર હોય છે. તેમાં પોટેશ્યિમનું પ્રમાણ પણ સારુ હોય છે જે હાડકાને મજબૂત બનાવવા કાફી છે.

*લીલા શાકભાજી
લીલા શાકભાજી કેલ્શિયમ અને ફોસફર્સનો સારો એવો સ્ત્રોત છે. તેથી જ તેના ઉપયોગથી હાડકા અને દાંત મજબૂત બને છે. પાલક મેથી તાદળજો જેવી ભાજીનો યોગ્ય ઉપયોગ શરીરમાં શક્તિ પુરી પાડે છે.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી