નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફ્રી WiFiમાં ડાઉનલોડ કરવું આપને બહું મોંઘુ પડી શકે..!

 
મોટા ભાગના લોકો લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોનને ફ્રી પબ્લિક વાઇફાઇ નેટવર્કથી કનેક્ટ કરે છે. આમ કરવું કયારેક જોખમી પુરવાર થઈ શકે છે. હેકર્સ એની મદદથી તમારા વેબસાઇટ લોગઇનથી વિગતો મેળવી શકે છે. જોકે, યૂઝર અનસેફ વાઇફાઇથી કનેક્ટ રહે ત્યારે જ આ શકય બને છે.

ઉપરાંત હેકર્સ સ્માર્ટફોન કે ટેબલેટમાંથી પર્સનલ ઇન્ફોર્મેશનની ચોરી પણ કરી શકે છે, પરંતુ એનો અર્થ એ નથી કે હેકર્સના ડરથી ફ્રી પબ્લિક વાઇફાઇનો ઉપયોગ જ બંધ કરી દેવો જોઈએ. ચોક્કસ જ કેટલીક કાળજી રાખવાની જરૂર છે, જેના પછી કોઈ સમસ્યા વિના ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકાય છે.

*નેટવર્ક સિકયોર હોય

જો તમે કોઈ સેફટી ફીચર વિના વાઇફાઇનો ફ્રી પબ્લિક હોટ સ્પોટ ઉપયોગ કરતા હોય તો આ તમારા માટે ખતરનાક પણ પુરવાર થઈ શકે છે. જોકે, એમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના મારફત યૂઝર બો ફ્રીલોડર્સથી બચી જાય છે. એનો ફાયદો એ રહે છે કે, કોઈ પણ તમારા વાઇફાઇથી કનેકટ ન થઈ શકે. જો તમે આ પ્રકારની સિકયુરિટી સિસ્ટમની મદદ મેળવવા ઇરછો છો તો તમારા પર્સનલ ડેટા સુરક્ષિત રહેવાની શકયતા વધી જાય છે.

આજકાલ એ પણ જોવા મળે છે કે, પબ્લિક એરિયામાં કેટલાક હોટ-સ્પોટ પણ લોકપ્રિય થઈ રહ્યાં છે. એકવખત જયારે તમારું ડિવાઇસ આ પ્રકારના નેટવર્કથી કનેક્ટ થાય છે ત્યારે એના ડેવલપરથી તમારું કન્ટેન્ટ બચાવવું મુશ્કેલ છે. આથી આ પ્રકારના નેટવર્કથી બચવાની કોશિશ કરો અને ફ્રી વાઇફાઇ નેટવર્ક યૂઝ કરતાં પહેલાં એનું નામ ચોક્કસ ચેક કરી લો.

*કાળજીપૂર્વક કરો ઉપયોગ

છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોન અને ટેબલેટમાં છુપાયેલી એપ્લિકેશન્સ મારફતે મેલવેરમાં ખાસ્સો એવો વધારો થયો છે. જોકે, આ મામલે આઇફોન અને આઇપેડ યૂઝર્સ કંઈક અંશે ભાગ્યશાળી પુરવાર થયા છે. હકીકતમાં એપલનું સ્ક્રીનિંગ પ્રોસેસ ખૂબ જ સ્ટ્રીકટ છે,

જે આ પ્રકારની એપ્લિકેશન્સને એકસેપ્ટ કરતી નથી. આમ છતાં પણ એપલના યૂઝર્સ આ પ્રકારની સમસ્યાની ફરિયાદ કરી રહ્યાં છે. જોવા મળ્યું છે કે, આવા મામલામાં એન્ડ્રોઇડ યૂઝર્સને વધારે સમસ્યા રહે છે. જાણકારો કહે છે કે, વાઇફાઇનો ઉપયોગ કરો ત્યારે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કાળજી રાખવી જોઈએ.

*ઉપાય શું છે?

જાણકારોની વાત પર વિશ્વાસ કરીએ તો આ સમસ્યાનો ખૂબ જ સામાન્ય રીતે ઉકેલ આવી શકે છે. તમારે એવીજી એન્ટિ વાઇરસ ટૂલને ડિવાઇસમાં ડાઉનલોડ કરવાની રહેશે. એવીજી એન્ટિ વાઇરસ ટૂલ ગેઝેટની તમામ એપ્લિકેશન સ્કેન કરી યૂઝરને ઇન્ફોર્મ કરે છે.

આ રીતે યૂઝર પહેલાં જ એલર્ટ થઈ જાય છે અને તેમનું ગેઝેટ મેલવેરનો શિકાર થવાથી બચી જાય છે. એટલું જ નહીં યૂઝર પાસવર્ડ નાંખીને આવી એપ્લિકેશન્સને લોક પણ કરી શકે છે, જેનાથી આ ડિવાઇસ હેકર્સથી બચી રહેશે.

*અપડેટ કરો સોફ્ટવેર

આજકાલ સ્માર્ટફોન અને ટેબલેટ નિર્માતા કંપનીઓ એમના ફંકશન્સને ઇમ્પ્રૂવ કરતી હોય છે. જેમ કે જો તમે કોઈ ડિવાઇસ બે મહિના પહેલાં ખરીદી હોય તો એમાં આજની તારીખમાં ઘણો સુધારો આવી ગયો હશે. આથી ડિવાઇસમાં સિકયુરિટી ફીચર્સ અપડેટ કરતા રહેવું જોઈએ. જેથી ખતરાથી બચી શકાય. જોકે, સ્માર્ટફોન અને ટેબલેટ પોતાની રીતે જ અપડેટ થતાં રહે છે.

ઉદાહરણ તરીકે આઇફોન અને આઇપેડમાં આઇઓએસ-૫નું વર્ઝન સોફ્ટવેર ઉપલબ્ધ છે. યૂઝર જયારે ચીપ વાઇફાઇ નેટવર્કથી કનેકટ થવા લાગે છે ત્યારે આ સોફ્ટવેર ઇન્ફોર્મ કરી દે છે. હવે એન્ડ્રોઇડ બેઝ સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ આવી સુવિધા મળી રહી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી