નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

મિત્રો તમને એમ થતું હશે કે અંતિમસંસ્કાર વળી કઈ રીતે વિચિત્ર અને ખતરનાક હોઈ શકે. દુનિયાના આવા પાંચ અંતિમસંસ્કાર કે જેના વિશે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.



 

ટાવર્સ ઓફ સાયલન્સ : જોરોસ્ટ્રીયન નામના એક પંથની માન્યતા છે કે તે મૃત શરીરને અશુદ્ધ માની તેની દફનવિધિ કે દહનવિધિ કરતા નથી કારણ કે તેનાથી અન્ય વસ્તુઓ પણ પ્રદૂષિત થાય છે. આ કારણે તેઓ મૃત શરીરને એક ટાવર પર લટકાવી દે છે. જેને કાગડા, ગીધડા, કે બાજપક્ષીઓ આવીને ખાય છે. ત્યારબાદ તેમાંથી બચેલા હાડકાઓને ચૂનામાં ઓગાળી દેવામાં આવે છે. જે ટાવર પર મૃતશરીરને લટકાવવામાં આવે છે તેને જ ટાવર ઓફ સાયલન્સ કહે છે.
 
ટ્રી બેરીઅલ : ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ મૃત વ્યક્તિને ઝાડ પર લટકાવી દે છે. જોરોસ્ટ્રીયનની જેમ જ તેઓ પ અણ પોતાના સંબંધીઓના મૃત શરીરને પ્રાણીઓને ખાવા માટે મૂકી દેવામાં વિશ્વાસ રાખે છે.
 

તિબ્બતન સ્કાય બેરીઅલ : તિબ્બતી પરંપરામાં માનવામાં આવે છે કે જો મૃત શરીરને ગિધડા જેવા પક્ષીઓ ખાય તો તેમની ઉડાનની સાથે મૃત આત્મા પણ સ્વર્ગ સુધી પહોંચી જાય છે. માટે તેઓ મૃતશરીરના ટૂકડા કરી તેની આસપાસ દૂધ અને અન્ય ખાવાની ચીજોવસ્તુઓ નાખવામાં આવે છે જેને ગીધડા આવીને ખાય છે.
 

બેરીઅલ ઇન અ બોગ : મૃત શરીરને હંમેશા માટે સુરક્ષિત રાખવાના હેતુથી મધ્યકાલીન યૂરોપવાસી તેને કાદવ કિચડમાં દબાવી દેતા હતા. હજારો વર્ષ બાદ યૂરોપના દલદલમાંથી ઘણા મૃતશરીર પ્રાપ્ત થયા હતા, જેને એક વિશેષ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.
 

બર્નિંગ ધ વિડો : ઔપચારિકરીતે ભારતમાં આ પરંપરાનો અંત આવી ચૂક્યો છે, જોકે હજી પણ ભારતના છેવાડાના ગામડાઓમાં આવી ઘટનાઓ ઘટવાના સમાચાર સામે આવે છે. જેમાં મરેલા પતિની ચિતામાં તેની પત્નીને પણ જીવતી સળગાવી દેવામાં આવતી હતી. આ પ્રથાને સતીપ્રથા તરીકે ઓળખવામાં આવતી હતી હાલમાં ભારતીય કાયદા પ્રમાણે પ્રથા પર પ્રતિબંધ મૂકાયો છે.
 

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી