નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મારઝૂડ બાળકોનું વર્તન બગાડે છે

ટૂંકાગાળે મારઝૂડના સકારાત્મક પરિણામ જોવા મળે પણ લાંબાગાળે નુકસાન થતું હોય છે

વાલીઓ ખાસ ધ્યાન રાખે કે મારઝૂડ કરવાથી બાળકો લાંબાગાળે બગડે છે. અભ્યાસમાં જણાવાયું છે કે મારઝૂડથી બાળકોની સંવેદનશીલતાને અસર થાય છે અને તે તેમના વર્તનને બગાડે છે. સંશોધકોએ શોધી કાઢયું હતું કે બિનશારીરિક સજાઓને બદલે મારઝૂડ કરવામાં આવતાં બાળકોની સંવેદનશીલતા ઘટે છે અને તેમની વિશેષ કાર્ય કરવાની ક્ષમતાને પણ અસર થાય છે જે બાબત લોકોને સજા કરતી વખતે વિચારવા અને જરૂર પડ્યે તેમની વર્તણૂંક સુધારવા ફરજ પાડે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સતત મારઝૂડની સજાથી બાળકોની શિસ્ત નબળી બને છે અને તેમની વિશેષ કાર્યક્ષમતા પણ નીચી જાય છે.

ડેઇલી ટેલિગ્રાફના અહેવાલમાં જણાવાયું હતું કે બાળકો માર પડવાની બીકે ટૂંકાગાળા માટે નિયમનો અમલ કરે છે, પણ લાંબાગાળે તેઓ આ નિયમોને અનુસરતા નથી અથવા તો તેમના ફેંકાઈ જવાના કારણે સમજી શકતાં નથી.

મોન્ટેરિયલની મેકગીલ યુનિવર્સિટીના સંશોધક પ્રો. વિક્ટોરિયા તલવારે કહ્યું હતું કે, ‘આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મારવાની સજા બાળકને કઈ રીતે વર્તવું અથવા તેમના અભ્યાસમાં કઈ રીતે સુધારો કરવા એ શીખવતી નથી. ટૂંકાગાળામાં આની કદાચ કોઈ નકારાત્મક અસરો જોવા ન મળે, પણ સમય જતાં બાળકોની સમસ્યા ઉકેલવાની આવડત ખિલતી નથી અથવા તેઓ યોગ્ય વર્તણૂંક કે શીખવાની આવડત કેળવી શકતાં નથી.’

અભ્યાસ માટે સંશોધકોએ પશ્ચિમ આફ્રિકાની બે ખાનગી શાળાના પાંચથી છ વર્ષનાં ૬૩ બાળકો પર નજર રાખી હતી. એક શાળા પેન્સિલ ભૂલી જવાથી માંડીને વર્ગમાં ખલેલ પહોંચાડવા જેવા ગુના બદલ મારવાની સજા કરતી હતી, જ્યારે અન્ય શાળા બાળકોને ગેરવર્તણૂંક બદલ મૌખિક ચેતવણી અને અન્ય સામાન્ય બિનશારીરિક સજા કરતી હતી. યુવાઓને તેમની વિશેષ કાર્યક્ષમતાઓ ચકાસવા જુદા જુદા પડકારો આપવામાં આવ્યા હતા. પરિણામ એ જોવા મળ્યું કે શાળામાં મારવાની સજાનો સામનો કરનારાની સરખામણીએ મારઝૂડની સજા ટાળનારી શાળાનાં બાળકોનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો.

પ્રો. તલવારે તેમનાં તારણો પર લખ્યું છે કે, ‘સતત કરાયેલા અભ્યાસનાં તારણો પરથી જાણવા મળ્યું છે કે મારઝૂડથી મેળવાયેલી શિસ્તથી બાળકો તત્કાળ સક્ષમ જણાય, પરંતુ તેનાથી તેનો રસ ઘટે છે અને તેના નિયમો અને સ્તર કથળે છે. પરિણામે બાળક મોટો થાય એમ તેની સ્વનિયંત્રણ શક્તિ ઘટતી જાય છે.’

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી