નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દોઢ લાખમાં માગો તેવી માર્કશીટ

પંદર હજાર રૂપિયાથી લઇને દોઢ લાખ રૂપિયામાં ડપિ્લોમાથી માસ્ટર ડિગ્રી સુધીનું માગો તેવું બોગસ સિર્ટફિકેટ અને માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ અમદાવાદમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નારણપુરા વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાના નામે હાટડી ખોલી ગોરખધંધા આચરતી આ ચાર શખ્સોની ટોળકી અમરાઇવાડી પોલીસે ઝડપી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને આ ટોળકીએ બોગસ માર્કશીટ બનાવી આપી હોવાથી તેમાંના કેટલાય અત્યારે નોકરી પણ મેળવી લીધી હોવાના અનુમાને આ કૌભાંડ વ્યાપક હોવાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ટોળકીની ખાસિયત એ છે કે તે માત્ર ગણતરીના કલાકોમાં જ માર્કશીટ બનાવી આપતી હતી. આરોપીઓની કારમાંથી પોલીસે ૩૦થી વધુ બોગસ માર્કશીટ કબજે લીધી છે.

જનતા સેવક ટ્રસ્ટના નામે ગેરકાયદે રીતે શૈક્ષણિક સંસ્થા ઉભી કરીને અત્યાર સુધી લાખો રૂપિયા ઉભા કરનારી ટોળકીને અમરાઇવાડી પોલીસે સતર્કતા દાખવીને પકડી લીધી હતી. ઠગ ટોળકી વિષે બાતમી મળતાં અમરાઇવાડી પી.આઇ. શક્તિસિંહ પરમારે પી.એસ.આઇ. એમ.સી. રાવ સાથે છટકંુ ગોઠવ્યું હતું. સરદાર પટેલ કોલોની નજીકના બી.ડી. પટેલ હાઉસના બીજા માળે આવેલી નેશનલ એજયુકેશન મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી સ્ટડીઝના મુખ્ય સંચાલક બોબીસિંગ મહેન્દ્રસિંગ મહેદિરતાલ (ઉં.૪૦, રહે.સગૂન પેલેસ, સેટેલાઇટ)ને ‘ગ્રેજયુએટ ઇન બિઝનેસ એડમિનસ્ટિ્રેટ’ની વર્ષ ૨૦૦૫, ૦૬ તથા ૦૭ની માર્કશીટ બનાવી આપવા જણાવ્યું હતું. ખાનગીવેશમાં પોલીસે ૨૨,૫૦૦ રૂપિયામાં બોબીસિંગ સાથે બોગસ માર્કશીટ અને સિર્ટફિકેટ બનાવવાનો સોદો કર્યો.

ગુરુવારે સાંજે ૬ વાગ્યે બોબીસિંગ તેની સંસ્થામાં ભાગીદારી જિજ્ઞેશ વિષ્ણુભાઇ બારોટ (ઉં.૨૫, રહે.મંગલદીપ ફ્લેટ, જીવરાજ પાર્ક), ઉત્કર્ષ રમેશભાઇ પટેલ (ઉં.૨૧, રહે.ત્રિમૂતિg એપાર્ટમેન્ટ, મેમનગર) તથા પ્રવીણ નાગજીભાઇ દેસાઇ (ઉં.૨૪, રહે.શુભલક્ષ્મી સો.ચાંદખેડા)સાથે ફિઆટ કારમાં માર્કશીટ આપવા ખોખરા સર્કલ પાસેના નેશનલ હેન્ડલૂમ નજીક આવ્યો હતો. જયાં અમરાઇવાડી પોલીસના કોન્સ્ટેબલો ભાવિનભાઇ અને અમરસિંહ સહિતના સ્ટાફે ઉપરોકત ચારેયને રંગેહાથ ઝડપી પાડયા હતા.



વિદેશ જવા કે નોકરી માટે બોગસ માર્કશીટ અને સિર્ટફિકેટનો ઉપયોગ થાય છે

બોગસ માર્કશીટ અને સિર્ટિgફકેટનો ઉપયોગ કરી મોટાભાગનાં લોકો સ્ટુડન્ટ વઝિા પર વિદેશ જતા રહ્યાં હશે, એટલુંજ નહીં કેટલાકે નોકરી માટે તો કેટલાકે લગ્ન માટે યોગ્ય કન્યા મળી રહે તે માટે પણ આ પ્રકારના બોગસ સિર્ટફિકેટ આ ટોળકી પાસેથી લીધા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.



આરોપીઓને બચાવવા સંબંધીઓ સામ-દામ-દંડ ભેદની નીતિ પર ઊતરી આવ્યા

બોબીસિંગ, જિજ્ઞેશ, ઉત્કર્ષ અને પ્રવીણ નામનાં ચારેય આરોપીઓને બોગસ માર્કશીટ અને સિર્ટફિકેટ કૌંભાડમાં પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા બાદ શુક્રવારે બપોરે ઉપરોકત આરોપીઓના કેટલાક સંબંધીઓ પોલીસમથક ધસી આવ્યા હતા. જયાં આરોપીઓને બચાવવા તેઓ અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધીની ઓળખાણો લગાવવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે આરોપીઓના બચાવ અર્થે પોલીસને કોઇ પણ પ્રકારની માગણી સંતોષવા તૈયાર હોવાનું પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેમને મોટા માથા ઓળખતા હોવાનો કહી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.



સંસ્થા કોઈ યુનિવર્સિટીમાં નોંધાયેલી નથી

‘એન.ઇ.એમ.ટી.એસ’ (નેશનલ એજયુકેશન મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી સ્ટડીઝ)એ જનતા સેવક ફાઉન્ડેશન ટ્રસ્ટના નામે ચાલતી સંસ્થા છે. આ સંસ્થાનું ક્યાંય કોઇ પણ યુનિ.માં રજિસ્ટ્રેશન કે પરવાનગી ન હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે.



સેન્ટ્રલ એ.સી. ઓફિસમાં ૫૦થી વધુ યુવતીઓનો સ્ટાફ ?

ઓફિસે આવતા લોકોને અભીભૂત કરવા આરોપીઓએ ઓફિસમાં ભવ્ય ડેકોરેશન કરાવ્યું છે. ઓફિસમાં એ.સી. ઉપરાંત નવાનકોર કોમ્પ્યૂટર અને વિદ્યાર્થીઓને કોલ કરવાથી માંડીને તેમની સાથે ડિલ કરવા સુધી અંદાજે ૫૦થી વધુ યુવતીઓનો સ્ટાફ પણ છે.



નોકરી ડોટ કોમ અને મોન્સ્ટર પરથી ડેટા લઇ લોકોને ફોન કરતા હતા

આરોપીઓની કબૂલાત પ્રમાણે નોકરી ડોટ કોમ અને મોન્સ્ટર જેવી પ્લેસમેન્ટ વેબસાઇટ્સ પરથી વિદ્યાર્થીઓનાં નામ અને નંબર મેળવતા અને તેમને ફોન કરી ઓફિસ બોલાવી જયાં તેમને ગમે તે કોર્સની માર્કશીટ બનાવી આપવા માટે સોદો નક્કી કરતા હતા

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી