નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મકાઇમાં રહેલાં ફાઇબર ઘટાડશે કોલેસ્ટરોલ

 
 
વરસતા વરસાદમાં મકાઇ ખાવાની કેવી મજા આવે? મકાઇ આપણા શરીરને કેટલી ઉપયોગી છે તે જાણીએ.

મકાઇમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનિઝ, ઝિંક, કોપર, આયર્ન અને સીલેનિયમ સારા પ્રમાણમાં આવેલું છે. તેમાંથી પોટેશિયમ પણ મળે છે. તેમાં વિટામિન ‘બી’ (થીયામિન, વિટામિન બી-૬, નીયાસીન) સારા પ્રમાણમાં મળે છે. મકાઇને શેકીને, બાફીને અથવા તેનું શાક બનાવીને ખાવામાં આવે છે. મકાઇમાં ફાઇબર વધુ તેમ જ તેમાં ૭૫ ટકા પાણીનો ભાગ હોવાથી પેટ જલદી ભરાઇ જાય છે. વધુ પડતા મકાઇ પેટમાં વાયુ પેદા કરી પાચનની તકલીફ કરી શકે છે. ઘણી વાર સ્વાદ ઉમેરવા મકાઇમાં વધુ પડતા માખણ અને ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જે વજન વધારી શકે છે.

૧૦૦ ગ્રામ કોર્ન

કાર્બોહાઇટ્રેટ - ૯ ગ્રામ, કેલ્શિયમ - ૯ ગ્રામ, પાચક ડાયેટ રેસા - ૨.૭ ગ્રામ, ફેટ - ૧.૨ ગ્રામ, આયર્ન - ૦.૫ ગ્રામ, મેગ્નેશિયમ - ૩૭ ગ્રામ, ફોસ્ફરસ - ૧૨૦ ગ્રામ, પોટેશિયમ - ૨૭૦ ગ્રામ, પ્રોટીન - ૩.૨ ગ્રામ, શર્કરા - ૩.૨ ગ્રામ, વિટામિન એ - ૧૫ ગ્રામ, વિટામિન સી - ૭ ગ્રામ, કેલેરી - ૯૦

મકાઇના ફાયદા

- મકાઇમાં રહેલાં ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે.
- ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણસર મકાઇ ખાઇ શકે છે.
- ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે, જે પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે, પરંતુ તેનાથી ગેસ, અપચો થતા હોવાથી રાત્રે ન ખાવા.
- તેમાં આવેલું થીયામીન કાર્બોહાઇડ્રેટસનું નિયમન કરે છે.
- તેમાંનું બીટા-ક્રીપટોકઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
- ઇનસોલ્યુએબલ ફાઇબર આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.

બેબી કોર્ન

બજારમાં મકાઇના નાના ડોડા મળે છે. તે શાક કે સલાડમાં સ્વાદ ઉમેરે છે. નાના મકાઇ ઓછી ફેટ અને સોડિયમવાળા, કોલેસ્ટરોલ-ફ્રી અને વિટામિન ‘સી’થી ભરપૂર છે.

૧૦૦ ગ્રામ બેબી કોર્નમાં કેલેરી - ૨૬, પ્રોટીન - ૨.૫, કાર્બોહાઇડ્રેટસ - ૩.૧, ફેટ - ૦.૪, ફાઇબર - ૧.૭

મકાઇનો લોટ

મકાઇ સૂકવીને દળીને તેનો લોટ બનાવવામાં આવે છે. ખૂબ ઝીણો દળવામાં આવે ત્યારે તે કોર્નફ્લોર તરીકે ઓળખાય છે. તે દળાય ત્યારે તેમાંના મહત્વના પોષક તત્વો નાશ પામે છે. તેમાં લીપડ ટ્રાન્સફર પ્રોટીન છે. જેનાથી એલર્જી થઇ શકે છે.

મકાઇનું તેલ

મકાઇમાંથી બનાવવામાં આવતા કોર્ન ઓઇલમાં ૯૯ ટકા ટ્રાઇગ્લીસરાઇઝડ આવેલાં છે. રિસર્ચમાં જાણવા મળે છે કે મકાઇના તેલમાં આવેલું ફાયટોસ્ટરોલ બ્લડ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. કેલરી દરેક તેલ અથવા ઘીમાં લગભગ સરખી જ હોય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !