નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ શું? ભારતીય પ્રજા દુનિયાની સૌથી હતાશ પ્રજા

 
-વિક્સિત દેશો કરતાં વિકાસશિલ દેશોમાં ડિપ્રેશનથી પિડાતી પ્રજાની સંખ્યા વધુ

ભારતીયો દુનિયાની સૌથી વધુ હતાશ પ્રજા છે. આશરે 36 ટકા ભારતીયોમાં હતાશાના લક્ષણોમાંની મેજર ડિપ્રેસિવ એપિસોડ (એમડીઈ) બીમારી જોવા મળી હતી. WHO (હુ)ના સર્વે પ્રમાણે નેધરલેન્ડ, ફ્રાન્સ જેવા સમૃદ્ધ રાષ્ટ્રો કરતાં ગરીબ રાષ્ટ્રોમાં રહેતા લોકો વધુ પ્રમાણમાં સુખી છે.

નેધરલેન્ડ 33.6 ટકા એમડીઈના કેસો સાથે બીજા ક્રમે હતું જ્યારે ફ્રાન્સ અને અમેરિકા અનુક્રમે ત્રીજા ચોથા ક્રમે હતા.

ફ્રાન્સમાં એમડીઈના 32.3 ટકા જ્યારે અમેરિકામાં 30.9 ટકા કેસો નોંધાયા હતાં ભારતમાં અંદાજે 9 ટકા લોકો આજીવન હતાશાથી પિડાય છે. અને 36 ટકા લોકો એમડીઈથી પીડાય છે.

ભારતમાં હતાશા સરેરાશ વય 31.9 વર્ષ છે જ્યારે ચનમાં આ ઉંમર 18.8 અને અમેરિકામાં 22.9 વર્ષ છે.

બીએમસી મેડિકલ જર્નલમાં પ્કાશિત અભ્યાસ વિવિધ દેશોમાં 89000થી વધુ લોકોની મુલાકાત પરથી કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસ પ્રમાણે ભારતમાં દરેક સાતમાંથી એક વ્યક્તિ આજીવન હતાશાથી પિડાય છે. જ્યારે વિક્સિત દેશોમાં આ આંકડો દર નવમાંથી એક વ્યક્તિનો છે.

મેજર ડિપ્રેસિવ એપીસોડની બીમારીમાં ચિંતા, ઉત્સાહ કે ઉંમગનો અભાવ, ગુનાહિતપણાની લાગણી, આત્મવિશ્વાસની કમી, આરોગ્યમાં ખામી,બેધ્યાનપણું, હતાશા અને અનિદ્રા જવાબદાર છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી