નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દિલ્હી દોડી રહ્યું છે, કારણ કે ગુજરાત 'ગતિ' આપી રહ્યું છે

દિલ્હી મેટ્રોને આવતા પાંચ મહીનામાં બ્રૉડગેજની 22 નવી મેટ્રો ટ્રેન મળવા જઈ રહીં છે. આ ટ્રેન તે ઑર્ડરનો હિસ્સો છે, જે દિલ્હી મેટ્રોએ જુલાઈ 2007માં બૉમ્બાર્ડિયર કંપનીને આપ્યો હતો. આ ટ્રેનો ગુજરાતમાં વડોદરા સ્થિત બોમ્બાર્ડિયર કંપનીની ફેક્ટરમીમાં તૈયાર કરવામાં આવી રહીં છે. અત્યાર સુધી આ કંપનીએ દિલ્હીમાં મેટ્રોને 450 કોચ સપ્લાઈ કર્યા છે.

બોમ્બાર્ડિયરના પ્રવક્તાએ જણાવ્યુ કે બે વર્ષ પુરા કરી રહેલી આ કંપનીએ દિલ્હી મેટ્રોના ઑર્ડરને આયોજિત કાર્યક્રમ પ્રમાણે પુરો કર્યો છે. બ્રોડગેજના 88 કોચ આ વર્ષે ડિસેમ્બર સુધી દિલ્હી મેટ્રોને પુરા પાડવામાં આવશે. બીજો તબક્કો પુરો થવા પહેલા જ દિલ્હીમાં મેટ્રોએ 538 કોટ તૈયાર કરવા માટેનો ઓર્ડર આપ્યો હતો.

કંપનીનુ કહેવું છે કે આ ટ્રેનો પેસેન્જર્સને મુસાફરી દરમિયાન આરામ તો આપે જ છે સાથે-સાથે તેમાં લાગેલા સીસીટીવી કેમેરા અને અન્ય કેટલાય ફીચર્સ સુરક્ષા પણ પુરી પાડે છે. દિલ્હી મેટ્રો પાસે આ સમયે 200 ટ્રેનો ઉપલબ્ધ છે, અને તેમાંથી 65 ટ્રેનો છ કોચ ધરાવતી છે. આ કોચ આવ્યા પછી દિલ્હી મેટ્રો પાસે 6 કોચ વાળી ટ્રેનોની સંખ્યા વધીને 100 થઈ જશે.

ત્રીજા તબક્કાની તૈયારીમાં લાગેલી દિલ્હી મેટ્રોને પોતાના આ ઑર્ડરમાં 578 કોચની જરૂરિયાત રહેશે. તેમાંથી 32 કોચ મુંડકા-ઇન્દ્રલોક-કીર્તિ નગર સેક્શન માટે જોઈશે, જ્યારે 60 કૉચની જરૂરત બદરપુરથી કેન્દ્રિય સચિવાલય અને પછી આગળ કશ્મીરી ગેટ સુધી જનારી લાઈન માટે જોઈશે.

ત્રીજા તબક્કામાં જે બે નવી લાઇનો બની રહીં છે, તેના માટે 486 કોચની જરૂરિયાત રહેશે. જનકપુરીથી કાલિંદી કુંજ થતા નોએડા સુધી જનારી મેટ્રો લાઇન માટે 174 અને યમુના વિહારથી મુકુંદપુર જનારી સૌથી મોટી 55 કિમી લાઈન માટે 312 કોચની જરૂરિયાત રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી