નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તૈલી ત્વચા હોય તો ચહેરો સાદા પાણીથી ધૂઓ

 
 
પ્રશ્ન :મારી ઉંમર ૩૭ વર્ષ છે. મારી ત્વચા તૈલી છે. મારે કયા ક્રીમથી ફેશિયલ કરાવવું અને કયા ફેશવોશથી ચહેરો ધોવો જોઇએ? હું કેવા કોસ્મેટિક્સનો ઉપયોગ કરું તો વધારે સારું?

ઉત્તર : તમે ચહેરો ધોવા માટે બજારમાં ઓઇલી સ્કિન માટે મળતા ફેશવોશનો ઉપયોગ કરો. દિવસમાં ત્રણ-ચાર વાર ચહેરો સાદા પાણીથી ધૂઓ. ફેશિયલ કરાવતાં પહેલાં તમે બ્યૂટિશિયનને તમારી સ્કિન વિશે જણાવી દેશો તો એ ત્વચાના પ્રકારને અનુરૂપ ફેશિયલ ક્રીમનો ઉપયોગ કરશે. કોસ્મેટિકસમાં તમે વોટરબેઝડ કોસ્મેટિકસ તેમ જ મેટ ફિનિશ ધરાવતાં હોય તેનો ઉપયોગ કરો.

પ્રશ્ન :હું બાવીસ વર્ષની છું. ઋતુ બદલાવાની સાથે જ મારા ચહેરા પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ જાય છે. તે દૂર કરવા માટે ઘરગથ્થુ ફેસપેક જણાવશો.

ઉત્તર : તમે જણાવ્યું નથી કે તમારી ત્વચાનો પ્રકાર કેવો છે. જોકે તમારી સમસ્યા પરથી લાગે છે કે ત્વચા અત્યંત સંવેદનશીલ હોવી જોઇએ. તમે તુલસીના થોડા પાન વાટીને તેને જ્યાં ફોલ્લીઓ થઇ હોય ત્યાં લગાવો. ભોજનનું ખાસ ધ્યાન રાખો. તળેલાં ખાદ્યપદાર્થો ઓછા લેવાનું રાખો. તાજાં ફળ ખાવ. છતાં જો ફરક ન જણાય તો ડર્મેટોલોજિસ્ટને બતાવો.

પ્રશ્ન :મારી દીકરી સાત વર્ષની છે. એના ચહેરા અને પીઠ પર ખૂબ જ રુંવાટી છે. એ મોટી થતી જાય છે તેમ તેમ રુંવાટી વધતી જાય છે. એ મોટી થશે ત્યારે તેના ચહેરાની સુંદરતા બગડી જશે તેથી મને ચિંતા થાય છે. આ રુંવાટી દૂર કરવાનો કોઇ ઉપાય છે?

ઉત્તર : તમે દીકરી માટે ઉબટણનો ઉપયોગ કરો. તે માટે એક ચમચો ચણાનો લોટ લઇ તેમાં ચપટી હળદર, અડધી ચમચી મલાઇ અને થોડું કાચું દૂધ ભેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દીકરીના શરીર પર જ્યાં રુંવાટી વધારે હોય ત્યાં હળવા હાથે ઘસો. નિયમિત રીતે આમ કરવાથી ધીરે ધીરે એના શરીર પરની રુંવાટી ઓછી થઇ જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી