નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિવેકથી કમાઈ વિચારપૂર્વક ખર્ચશો તો જીવન સાર્થક ગણાશે

 
આપણો દેશ સાધનાપ્રધાન દેશ છે. આપણે સર્વધર્મમાં જીવીએ છીએ. ધર્મમાં સત્સંગનું ઘણું મહત્વ હોય છે. સાધનામાં લીન લોકો મોટા ભાગના પ્રસંગે સાધના અને સત્સંગ પર જ ટકેલા હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે તેનું શ્રેષ્ઠ પરિણામ સેવા હોવું જોઈએ. ધાર્મિક લોકોમાં બીજા લોકોની પીડાને સમજવાની વિશેષતા હોવી જોઈએ.

હકીકતમાં લોકોએ સેવાને સમય પસાર કરવાનું સાધન અને પોતાના અહંકારનું પોષણ કરવાનું માધ્યમ બનાવી લીધું છે. આપણે તંદુરસ્ત હોવાનો ડોળ કરતા રહીએ અને બીજાની બીમારી દૂર કરવાનો પ્રયાસ કરીએ તો આ ડોળ પણ ભાર થઈ પડશે. પરંતુ જે સેવા, સાધના તથા સત્સંગમાં થઈને આવશે તે પ્રથમ તો આપણને અંદરથી સ્વસ્થ કરશે અને પછી આપણે સાચા અર્થમાં સેવા કરીશું.

સેવાનો સંબંધ ધન સાથે પણ જોડાયેલો છે. સાચો સત્સંગી ધનને અલગ દ્રષ્ટિથી જુએ છે. અધ્યાત્મમાં એ બાબત પર ભાર મૂક્યો છે કે નાણાં જરૂર કમાવા જોઈએ, પરંતુ ઉચિત સમયે તેના ખર્ચની સમજ પણ હોવી જોઈએ. વિવેકપૂર્વક કમાઓ અને વિચારપૂર્વક ખર્ચ કરો. આજે ધનનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે લોકો તેનો સુખ-શાંતિ માટે નહીં પરંતુ પોતાની શક્તિ અને યોગ્યતા પણ તેનાથી ખરીદતા થયા છે.

આ બાબતે જ શોર્ટકટથી નાણાં કમાવવાની વૃત્તિને પ્રોત્સાહન આપ્યું છે. લક્ષ્મીજીએ પણ ક્યારેય વિચાર્યું નહોતું કે લોકો તેને આટલા બધા વાઘા પહેરાવી દેશે. લોકોએ નાણાં સુધી પહોંચવા માટે ભ્રષ્ટાચાર, અપહરણ, હિંસા અને શોષણના તમામ માર્ગો, સુરંગ અને રાજપથ બનાવી નાખ્યા છે. આથી સૌથી પહેલાં સેવાને અધ્યાત્મ સાથે જોડો, પછી ધનથી, ત્યારે જ પવિત્ર સેવાભાવ જીવનમાં ખોટી વાતોને આવતી રોકશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી