નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સેટલ થવા માટે રશિયા કેવોક દેશ છે?

 
 
રશિયામાં રશિયન ભાષા આવડતી ન હોય તો સ્થાયી થવાનું વિચારી શકાય જ નહીં. ત્યાં હાલમાં બેકારી છે.

સવાલ: હું હાલમાં ઘાનામાં કામ કરું છું. મારે યુએસએ જવું છે અને ત્યાં કામ કરવું છે.-મૌલિક શાહ, ઘાના

જવાબ: તમે ઘાનામાં હોઇ અમેરિકાના વિઝિટર વિઝા માટે પ્રયત્ન કરી જુઓ. જો વિઝા મળે તો પહેલાં અમેરિકા જઇને ત્યાંની હાલની જોબ મળવાની શક્યતાઓનું અવલોકન કરી પછી જ તમારો દેશ ‘ઘાના’ કે જ્યાં તમે સેટલ થયા છો તે છોડજો. જો તમે ઘાનાના સિટિઝન થઇ શકો તો ગ્રીનકાર્ડ માટેની વિઝા લોટરી દ્વારા અમેરિકા સેટલ થઇ શકો.

સવાલ: અમારી F-4ની પિટિશન ૨૦૦૩ની છે. જેમાં બે વ્યક્તિની જન્મ તારીખ ૨૦-૨-૧૯૮૮ તથા ૨૦-૧૧-૧૯૯૦ છે. તે બંને ૨૧ વર્ષના થઇ જવાથી અમારી સાથે આવી શકે?-મનદીપ દેસાઇ, વડોદરા

જવાબ: હા. બંને આવી શકે. હજુ વિઝા કોલ આવતાં ત્રણેક વર્ષ થશે. તે દરમિયાન બંને માટે બે જુદી જુદી પિટિશન નવા કાયદાની કલમોમાં જરૂરી દસ્તાવેજો રજુ કરવાથી તથા ફાઇલ કરવાથી શક્ય છે.

સવાલ: હું B.Com થયા પછી હાલમાં જ C.A.ની પરીક્ષા આપી છે. આ પરીક્ષાની સંસ્થાનું USA, UK, Singapore સાથે Collatoration છે, જેથી તે દેશમાં આર્ટિકલશિપ થાય. મને અમેરિકામાં સેટલ થવાનો ચાન્સ છે?-નિરજ એમ. સોની, ગાંધીનગર

જવાબ: આપણે ત્યાં જેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) કહીએ તે ડિગ્રીને અમેરિકામાં C.P.A. કહેવાય, જેની પરીક્ષા પાસ કર્યા પછી જ તે બાબતની પ્રેક્ટિસ કરી શકાય. અમેરિકામાં H-1B વિઝા માટે પ્રયત્ન કરી જુઓ.

સવાલ: મારી બહેન યુએસ સિટિઝન છે, જે અમને અમેરિકામાં જવા ઇન્વાઇટ કરી ત્યાં અમારા માટે ફાઇલિંગ કરવા માગે છે. મને મારા માતા-પિતા સાથે વિઝા મળે? મેં F-4 પિટિશન માટે બહુવાર વાંચ્યું છે. તે F-4 શું છે?- જીજ્ઞેશ પટેલ, અમદાવાદ

જવાબ: તમે પિટિશન ફાઇલ થતાં પહેલાં તમારા સમગ્ર ફેમિલી માટે વિઝિટર વિઝા માગી જુઓ. તમારો Dependent Parents of U.S. Citizenની કેટેગરીમાં સમાવેશ થતો નહીં હોવાથી સાથે જઇ શકો નહીં. તમારા સિસ્ટરે તમારા માટે F-4 કેટેગરીમાં પિટિશન ફાઇલ કરવી પડે જેને અમેરિકાના કાયદા અન્વયે Sister or Brother of U.S. citizen, section 203 (a) (4) of I.N.A. કહેવાય. I.N.A. કાયદા હેઠળ માત્ર સિટિઝન જ આ પિટિશન કરી શકે, ગ્રીનકાર્ડ હોલ્ડર નહીં.

સવાલ: હું B.Com છું અને રશિયા જઉં છું. હું રશિયન ભાષા વાંચી, લખી કે બોલી શકતો નથી. સુરતમાં રશિયન લેંગ્વેજ શીખવાડવાના કલાસીસ છે? રશિયન ઇમિગ્રેશન રુલ્સ છે?-જીતેન્દ્ર ચાવડા, સુરત

જવાબ: રશિયામાં રશિયન લેંગ્વેજ આવડતી ન હોય તો સ્થાયી થવાનું વિચારી શકાય જ નહીં. ત્યાં હાલમાં બેકારી છે. મારો જાત અનુભવ છે કે ટુરિસ્ટ તરીકે પણ તમારે રશિયન ભાષાના જાણકાર ગાઇડ તમને ઇંગ્લિશમાં સમજાવે તો જ ટૂરને માણી શકો. હું અમદાવાદમાં રહું છું તેથી સુરતના કલાસીસની જાણકારી નથી. તમે રશિયન એમ્બેસીમાં ઇમેલ દ્વારા આ માહિતી મેળવી શકો છો. રશિયા કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે. તેથી સેટલ થવા વિચારી જોજો.

સવાલ: હું અને મારી વાઇફે Bridging visa ‘A’ દ્વારા ઓસ્ટ્રેલિયામાં રહીને P.R માટે એપ્લાય કર્યું છે. અમારો માઇનોર દીકરો ઇન્ડિયામાં મારા પેરેન્ટસ સાથે રહે છે. તેનો પાસપોર્ટ રિન્યૂ કરાવવા અમારામાંથી એક જણે ઇન્ડિયા આવવું પડે?-શ્યામલ વસેતા, ઓસ્ટ્રેલિયા

જવાબ: રિન્યૂઅલ માટે તમારે આવવું ના હોય તો તમારા પિતાને ગાર્ડિયન એન્ડ વોર્ડસ એક્ટ અન્વયે લીગલ ગાર્ડિયન નીમી શકાય છે જે ઇન્ડિયાના કાયદાના ગૂંચવાડાભર્યા પ્રોસિજરમાં ઘણો સમય માગી લેશે. આ સિવાય રિજિયોનલ પાસપોર્ટ ઓફિસમાં તમારો જનરલ પાવર ઓફ એટર્ની દ્વારા તમારા એટર્ની હોલ્ડર ફોર્મમાં સહી કરી શકે તો ચાલે કે કેમ તે તેની સાઇટ ઉપર ઇમેલ કરી જાણી લો. વધુ તપાસ માટે ઓસ્ટ્રેલિયાની ઇન્ડિયન કોન્સ્યુલેટમાં તપાસ કરો.

સવાલ: અમે અત્યારે અમેરિકામાં ગ્રીનકાર્ડના આધારે રહી મારી ૨૩ વર્ષની દીકરી માટે એપ્લાય કર્યું છે. તેને ઘણો સમય લાગશે તેથી તેને બીજી કઇ રીતે અહીં લાવી શકાય?- કાન્તિલાલ દરજી, યુએસએ

જવાબ: ના. જેની ઇમિગ્રન્ટ પિટિશન પેન્ડિંગ હોય તેને જવલ્લેજ કે ભાગ્યેજ નોન-ઇમિગ્રન્ટ વિઝા મળે. તમારી કેટેગરી હાલમાં ફાસ્ટ ચાલે છે તેથી તેનો વિઝા કોલ આવતા વર્ષ નહીં લાગે. ખોટી સલાહથી નાહકના પૈસા તથા સમય બગાડશો નહીં.

સવાલ: મારી બહેન ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા ગઇ ત્યાં બેબીનો જન્મ ડિસેમ્બર ૨૦૦૮માં થયો તો તેના આધારે તેના ફેમિલીને ત્યાં સેટલ થવાની શક્યતા છે?-પ્રશાંત સોની, અમદાવાદ

જવાબ:હા, છે પરંતુ તે બેબી પુખ્યવયની થાય પછી જ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી