નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

૨૦૦ ફૂટ ઊંડે ખાબકેલી કારમાં ૨૦ કલાક સુધી મોતને હાથતાળી

 
 
- ૫૬ વર્ષની મહિલાની કાર ડઝનેક ગડથોલિયાં ખાઇને એવી જગ્યાએ ખાબકી જ્યાં અમુક યાર્ડ દૂર દરિયો ઘૂઘવતો હતો

- ક્લિફહેંગર્સ ટીમે મહિલાને બચાવી

જીવન - મૃત્યુ કુદરતના હાથમાં છે. જીવન બાકી હોય તો ગમે તેવી દુર્ઘટનામાં માણસ જીવી જાય છે. બ્રિટનમાં ૨૦૦ ફૂટ ઊંડે ખાબકેલી કારની મહિલા ડ્રાઇવરનો જીવ કંઇક આવી જ અવસ્થામાં બચી ગયો.

બ્રિટનની કોર્નવેલ કાઉન્ટી (રાજ્ય)માં સેન્ટ એજન્સ નામના નાનકડાં શહેરમાં લીન વેન્ટન નામની ૫૬ વર્ષીય મહિલાની કાર ગબડીને ૨૦૦ ફૂટ ઊંડે ખાબકી. તેની વોકસહોલ વેકટ્રા કંપનીની કાર ડઝનેક ગડથોલિયાં ખાઇને જ્યાં ચમત્કારિક રીતે અટકી ગઇ ત્યાંથી થોડાક જ યાર્ડ દૂર દરિયો ઘૂઘવતો હતો.

ઝાંખા પ્રકાશને કારણે ભટકી ગયેલી લીન વેન્ટોન આ અકસ્માતનો શિકાર બની હતી. તેની કાર ગડથોલિયાં ખાઇ જતાં તે ડ્રાઇવરની સીટ પરથી પાછળની પેસેન્જર સીટ પર અફળાઇ હતી. તેને સખત ઇજા થઇ હતી પરંતુ સદ્નસીબે તે બેભાન બની ન હતી.

સવારે ૯-૩૦ કલાકે જોગિંગ કરીને પરત ફરતી બેન સ્ટેફોર્ડ નામની મહિલાએ દરિયા નજીક ગબડીને ઊંધી પડેલી કાર જોઇ હતી. તેણે ઇમરજન્સી સર્વિસને જાણ કરતાં દોરડાં પર લટકી - સરકીને બચાવ કરતી ટુકડી (ક્લિફ હેંગર્સ) તૂર્ત જ દોડી આવી હતી. ક્લિફ હેંગર્સને કપરી કામગીરી બજાવવાનો અનુભવ હોય છે પરંતુ તેમને ૨૦૦ ફૂટ ઊંડે ખાબકેલી કાર અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લીન વેન્ટોનને સલામતીપૂર્વક ઉપર ખેંચતા ૨૦ કલાક લાગ્યા હતા. કેમ કે, ૨૦૦ ફૂટની ઊંડાઇ સમતલ ન હતી.

પડીકું વળી ગયેલી કારમાં મહિલા શ્વાસ ગણતી હતી -

પડીકું વળી ગયેલી કારમાં ૨૦ - ૨૦ કલાક સુધી પૂરાઇ રહેલી લીન વેન્ટોન રીતસર પોતાના શ્વાસ ગણતી હતી. તેને દરેક પળે એમ જ હતું કે હમણાં તેનો શ્વાસ થંભી જશે. સદ્નસીબે ઇજાગ્રસ્ત મહિલા બેભાન બની ન હતી. ગંભીર ઇજાગ્રસ્ત લીન વેન્ટોનને હેલિકોપ્ટર થકી રોયલ કોર્નવેલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. લીનના જખમ તો રૂઝાઇ જશે પરંતુ તેને ખૂબ આઘાત લાગ્યો છે. તેમાંથી બહાર આવતાં તેને સમય લાગશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી