નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નવાં નવાં પ્રેમમાં પડ્યાં છો, તો આ વાતોનું ધ્યાન રાખજો

 
અહીં એવી કેટલીક બાબતો વિશે અમે જણાવીયે છીએ કે જે દરેક છોકરાએ તેની ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવતો હોય ત્યારે ધ્યાનમાં રાખવા જેવી છે. સંબંધોને બાંધવા સહેલાં છે પણ તેને સાચવવાં ઘણાં અઘરાં છે તેથી આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી આપનાં સંબંધો મજબુત બને અને તેનું આયુષ્ય લાંબુ ટકે.

*ક્યારેય તમારા ભુતકાળ વિશે વાત ન કરો. તમારી ગર્લફ્રેન્ડ સામે ક્યારેય તમારી એક્સ ગર્લફ્રેન્ડની વાત કરશો નહી. આ તમારી સૌથી મોટી ભુલ કહેવાશે. આ વાતો તેને ખરેખરમાં દુઃખી કરે છે.

* જ્યારે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે હોવો અને ત્યાથી અન્ય કોઈ સુંદર છોકરી પસાર થાય તો ક્યારેય તેને જોઈ હોટ કે સેક્સી જેવાં શબ્દનો ઉપયોગ કરશો નહી. આ વસ્તુ તમારી ગર્લફ્રેન્ડ જરાં પણ પસંદ નહી કરે કે તમે તેની હાજરીમાં અન્ય યુવતીમાટે આવા શબ્દોનો ઉપયોગ કરો છો.

* જેવી રીતે આપને તે તેની સહેલીઓની વાતો કરે તે પસંદ નથી તેવું તેને પણ હોય તેને પણ આપનાં મિત્રોની વાતોમાં કોઈજ રસ હોતો નથી. તેથી હમેશાં તેની સહેલીઓનાં નામે તેને ચિડવવાની ભુલ ન કરશો. કારણ કે જે દીવસે તેની કમાન છટકશે આપની આવી બનશે.

* ક્યારેય તેને આવી વાત ન કરશો કે 'જો તુ મને પ્રેમ કરે છે તો આમ કર...' આ વાતથી તેને લાગશે કે તમે તેને પ્રેમ નથી કરતાં પણ તેમારા સંબંધોને લઈને તેને બ્લેકમેલ કરો છો.

* ક્યારેય તેનાં વજન વિશે તેને કાંઈ જ કહેશો નહી. આ વાતે તે ખરેખર ગુસ્સે થઈ શકે છે. જો તે જાડી છે તો પણ તમે તેને તેનાં ડાયેટ વિશે કાઈજ કહી શક્તા નથી અને જો તે પાતળી છે તો પણ તેને ફિગર મેન્ટેઈન કરવાની સલાહ આપશો તો તો તમારી આવી જ બનશે.

* 'મારી પાસે અત્યારે ટાઈમ જ નથી.' આવું સ્ટેટમેન્ટ તો ક્યારેય તમારા પાર્ટનરને ન આપતાં. મોટાભાગનાં છોકરાઓની આવી ટેવ હોય છે એક વખત છોકરી માની જાય પછી તેને પોતાનાં ટાઈમ પર જ મળવું અને મન હોય ત્યારે જ વાત કરવી. પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા પાર્ટનરની પણ ઈચ્છાઓ હોય છે આવી વાતથી તેની ફિલીંગ્સ પણ હર્ટ થાય છે. જેની અસર તમારા સંબંધો પર પણ પડી શકે છે.

તો જો આપ કોઈ સાથે રિલેશનમાં છો તો આ સલાહનું જરૂરથી ધ્યાન રાખજો

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી