નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પરિવાર તો સાથે મુંબઇ આવ્યો પરંતુ પિતા હજીપણ નારાજ

 
 
પરિવાર તો સાથે મુંબઇ આવ્યો પરંતુ પિતા હજીપણ નારાજ

નિકિતા રાવલ, વિરમગામ, ગુજરાત, ઓળખ : ગરમ મસાલા
એક્ટિંગનો શોખ. દસમા ધોરણનો અભ્યાસ છોડીને ભાવનગરના ગામથી ભાગીને મુંબઇ આવી. માતા-પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી. બે મહિના બાદ મળી. માતા સોનાલીએ ઘરે પરત આવવા માટે દબાણ કર્યું. નિકિતાએ ફરી ઘરેથી ભાગી જવાની ધમકી આપી. કહ્યું- કામ મરજી મુજબનું જ કરીશ.

ગુજારો કરવા માટે એક કાર કંપનીના સર્વિસ સ્ટેશનમાં રિસેપ્શનસ્ટિની નોકરી કરી. પત્રા ચારથી અભ્યાસ કર્યો. ડાન્સસ્પર્ધામાં ભાગ લીધો. વીનસના વીડિયો આલબમ ‘જીતે હૈં શાન સે’માં કામ કર્યું. ગરમ મસાલા ફિલ્મમાં અભિનય કર્યો. પરિવાર સાથે છે પરંતુ પુત્રીના બળવાથી પિતા નારાજ છે.

વીડિયો આલબમ ડાયરેક્ટર નવીન બત્રા,નિકિતાનું પ્રથમ વીડિયો આલબમ લાવ્યા હતા. તેમણે કહ્યું કે, હું જાણતો ન હતો કે, તે ગામડાની છે. તેણીમાં ક્ષમતા દેખાઇ, તેથી તેને બ્રેક આપી. બહુ મહેનત કરનારી છોકરી હતી અનેએટિટયૂડ તો બિલકુલ જ ન હતું પરંતુ હવે તેનામાં મેચ્યોરિટી આવી ગઇ છે અને તે પોલિશ્ડ થઇ ગઇ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી