નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મુશ્કેલી ગમે તેવી હોય..બસ, આવો આઇડિયા સુઝવો જોઇએ

 
  એક સફળ વ્યક્તિની ઓળખ શું છે? તેને દરેક પરિસ્થિતિમાં સામનો કરતાં આવડે.કોઇપણ મુશ્કેલીમાં ફસાવવાની જગાએ ત્યાંથી બચીને નીકળવાની કળા દરેક માણસને આવડવી જોઇએ અને આ કળા જેને પણ આવડે છે તે દુનિયાને જીતવાનો દમ રાખે છે.

આવો જાણીએ આ સંદર્ભને એક વાર્તા થકી

એક માણસને પોતાનાં વાકચાતુર્ય માટે ઘણો જાણીતો હતો.એકવાર તે કોઇ ભુલ કરતાં પકડાઇ ગયો અને પોલિસનાં હાથમાં આવી ગયો.જ્યારે તેમને જજની સામે લાવવામાં આવ્યો.તેનાં વાદને સાંભળીને જજને ગુસ્સો આવી ગયો.જજે તે માણસને કહ્યું કે તું બહુ ચતુર જણાય છે.દરેક માણસને પોતાની વાતોમાં ગુંચવી દે છે.

જજે તેમને કહ્યું કે તું દરેક વાતનો જવાબ માત્ર હવે હા કે ના માં આપવો.દરેક વ્યક્તિ બોલ્યો કે જજ સાહેબ જો મારે દરેક વાતને જવાબ હાં કે નાં માં આપવાનો હોય તો તમે મને જે સોગંદ આપ્યા છે તે પાછાં લઇ લો કે મારે દરેક વાતનો સાચો જવાબ આપવાનો છે.જજે આશ્ચર્ય સાથે પુછ્યું કે એવી કઇ વાત છે કે જેનો જવાબ તુ મને હા કે ના આપી શકે નહિ. બન્ને પોતાની વાત પર અડગ રહ્યાં.થોડીવાર રહીને તે વ્યક્તિએ કહ્યું કે સારૂ ઠીક છે જો તમે મારી દરેક વાતનો જવાબ હા કે ના માં આપશો તો હું પણ તમારા દરેક સવાલનો જવાબ હા કે ના માં આપીશ.

જજે કહ્યું કે મને મંજુર છે.તે વ્યક્તિએ કહ્યું કે તમે કહો કે તમે તમારી પત્નીને મારવાનું બંધ કરી દીધું? જજ મુંઝવણમાં મુકાયા કે જો હા કહેશે તેનો અર્થ એ છે કે તે પોતાની પહેલી પત્નીને મારતો હતો અને જો ના કહેશે તો તેનો અર્થ થશે કે તે હજી પણ તેને મારે છે.તે કોઇ જવાબ આપી શક્યો નહિ.પોતાનાં વાકચાતુર્યનાં બળે તે વ્યક્તિ જેલ જવાથી બચી ગયો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી