નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બ્લુ ફિલ્મ માટે ધમકાવતી ભાભીને સબક શીખવાડવા ઘડી કાઢ્યું નાટક

 
 
- કારમાં અપહરણ કર્યા બાદ કપડાં ફાડી નાંખવાના કિસ્સામાં કાવતરુ ઘઢ્યુ

- ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ભાભીનો કાંટો કાઢી નાખવા તખ્તો ઘડ્યો

બ્લૂ ફિલ્મની પ્રિન્ટ પકડનાર ભાભીનો કાંટો કાઢવા ધો. ૧૨ની વિદ્યાર્થિનીએ બોગસ પોલીસ ફરિયાદનો તખ્તો ગોઠવ્યો હતો. સગીરાએ પોતાના જ મોબાઇલથી ભાઇ, મામા અને બે સહપાઠીઓને એસએમએસ કરી ઊધાં ચશ્માં પહેરાવ્યા હતાં.

અકોટા પ્રોડિકટવિટી રોડ પર રહેતી અને ધો. ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ૨૨મીએ રાત્રે ટ્યૂશનેથી ઘરે જતી હતી ત્યારે કારમાં સવાર ચાર શખ્સોએ તેને કારમાં બેસાડી તારા ભાઇને કહી દે કે તેની પત્નીને છોડી દે નહિ તો તને અગર તારા ભાઇને મારી નાખીશું, તેવી ધમકી આપી હતી. ચપ્પા વડે તેનાં કપડાં ફાડી નાખી કેળવણી ટ્રસ્ટ સ્કૂલ પાસે છોડી શખ્સો ફરાર થયા હતાં.

આ પ્રકરણે ગક્ષેત્રી રોડ પીઆઇ ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. પૂછતાછમાં વિદ્યાર્થિનીના ભાઇ, મામા અને તેની બે સહપાઠીઓને પણ ધમકીભર્યા એસએમએસ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એક બહેનપણીને પૂછતાં તેણે એસએમએસ વિદ્યાર્થિનીના મોબાઇલ પરથી આવ્યો હોવાનું કહેતા પોલીસ ચોંકી ઊઠી હતી.

પોતાની પાસે મોબાઇલ હોવાનો ઇનકાર કરનાર વિદ્યાર્થિનીના મોબાઇલ પરથી એસએમએસ આવ્યો હોવાની જાણ થતાં પોલીસ મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી. પોલીસે મોબાઇલ ડીટેઇલ અને આઇએમઇઆઇ નંબરના આધારે તપાસનાં ચક્રોગતિમાન કર્યાં હતાં. વિદ્યાર્થિનીના ઘરમાં તપાસ કરતાં મોબાઇલ કંપનીનું બારકોડેડ સ્ટિકર મળતાં વિદ્યાર્થિની પાસે મોબાઇલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો, વિદ્યાર્થિની ત્રણ મહિનાથી મોબાઇલનો ઉપયોગ કરતી હતી. તેની પાસે બે-બે સિમકાર્ડ હતાં. તે મોબાઇલનો સિફ્તાઇથી ઉપયોગ કરતી કે ઘરના સભ્યો અજાણ હતાં.

પોલીસે કડકાઇથી પૂછતાછ કરતાં તેણે એસએમએસ મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. તેણે ભાભીના પ્રેમીએ છેડતી કરી હોવાની ફરિયાદ કરતાં પોલીસે ખંભાતથી પરિણીતાના પ્રેમીને લઇ આવી પૂછતાછ કરતાં તેણે હાલ કોઇ સંબંધ નહિ હોવાની કેફિયત કરી હતી.

પતિ-પત્નીના સંબંધ છુટાછેડા સુધી પહોંચી ગયા

નણંદની ખોટી ફરિયાદથી પતિ-પત્ની વચ્ચેના સંબંધ વણસી ગયા હતાં. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જાણી પતિ અકળાઇ ઉઠ્યો હતો જ્યારે પરિણીતા પર સાસરિયાના આક્ષેપથી તેના પિતાએ પણ પુત્રીને પરત મોકલવા ઇનકાર કરતાં બંનેના સંબંધ છુટાછેડા સુધી પહોંચી ગયા હતાં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!