નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો, શું છે આ SWOT એનાલિસિસ

 
 
સ્વોટ (SWOT ) એનાલિસિસ એટલે શું? તે ક્યાં ક્યાં કામમાં આવે? તેનો ફાયદો કઇ રીતે ઉઠાવવો? આ રહ્યા જવાબો...

SWOT એનાલિસિસ એ કરિયર કાઉન્સેલરોમાં માનીતો અને કોર્પોરેટ કલ્ચરમાં જાણીતો ‘MOST WANTED’ ઉપાય છે, કે જેના ઉપયોગથી જુદી જુદી કરિયર પૈકી કઇ કરિયર પસંદ કરવી તે નક્કી કરી શકાય છે. કોર્પોરેટ સેક્ટરમાં જ્યારે એકથી વધુ વ્યૂહરચના ઉપલબ્ધ હોય,

ત્યારે પણ આ એવરગ્રીન યોજનાનો ઉપયોગ કરાય છે.સ્વોટ (SWOT ) એનાલિસિસ કરવા માટે એક કાગળના ચાર સરખા ભાગ કરાય છે. આ દરેક ભાગ પર સ્વોટ (SWOT )ના અક્ષરો S W O T લખવામાં આવે છે. જેમાં S=Strength, W=Weakness, O=Opportunity અને T=Threat.

હવે S=Strengthવાળા ભાગમાં જે તે કરિયરના સંદર્ભમાં વ્યક્તિએ પોતાની શક્તિઓ લખવાની રહે છે. ઘણીવાર વ્યક્તિ ખુદ પોતાની કેટલીક ક્ષમતાઓથી અજાણ હોય છે. આવા સંજોગોમાં પોતાના ખાસ મિત્રો, કુટુંબીજનો, શિક્ષકોનો અભિપ્રાય લઇ શકાય. અહીં કોઇ ક્રમ જાળવ્યા સિવાય નાની-મોટી બધી જ ક્ષમતાઓ લખી શકાય. પણ યાદ રહે, આ શક્તિઓ/ક્ષમતાઓ જે-તે કરિયરના સંદર્ભમાં જ હોવી જોઇએ.

C.A કરિયર ઓપ્શન તરીકે વિચારતા હોઇએ ત્યારે સુંદર દેખાવ, વજન, ઊંચાઇ જેવી ક્ષમતાઓ લખવી બિનજરૂરી છે. પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીએ English Speakingનો કોર્સ કર્યો હોય તો તે લખી શકાય.

હવે W=Weakness વાળા ભાગમાં જે તે કરિયરના સંદર્ભમાં વ્યક્તિએ પોતાની નબળાઇઓ લખવાની રહે છે. જેમાં વ્યક્તિની શારીરિક, માનસિક, આર્થિક, ટેવ/આદતરૂપી મર્યાદાઓ જાહેર થાય છે. સારા કરિયર કાઉન્સેલરો સાથેની થોડીક વાતચીતમાં જ તેઓ જે-તે વ્યક્તિની મર્યાદાઓ શોધી કાઢે છે.

ત્યાર બાદ O=Opportunity વાળા ભાગમાં જે તે કરિયરના સંદર્ભમાં વ્યક્તિએ પોતાની પાસે રહેલી તક લખવાની રહે છે. જેમાં જે તે કરિયરની ડિમાન્ડ, કરિયર બનાવી ચૂકેલાઓ સાથેના સંપર્કો, કરિયર અંગે સરકારનો હકારાત્મક અભિગમ, કરિયરનું ઉજજવળ ભાવિ વગેરેનો સમાવેશ થાય છે. જરૂર પડે કરિયર મહારથીની મદદ લઇ શકાય. અહીં પ્રમાણભૂત માહિતી જ લખવી.

T=Threat વાળા ભાગમાં જે તે કરિયરના સંદર્ભમાં રહેલાં જોખમો લખવાના રહે છે. જેમાં જે તે કરિયર અંગે વ્યાપક જાગૃતિનો અભાવ, ગેરમાન્યતા, સરકારી કાયદાઓ, કોમ્પિટિશન વગેરેનો સમાવેશ થાય છે.

આજ પ્રમાણે અન્ય કરિયર ઓપ્શનના પણ SWOT ચાર્ટ તૈયાર કરી શકાય. ત્યારબાદ આવા જુદા જુદા ચાર્ટને સરખાવીને શ્રેષ્ઠ અથવા ઓછો ખરાબ વિકલ્પ (Choose best of them or less evil from them) પસંદ કરી શકાય. કંપનીઓના ડિરેક્ટરો તેમના જુદા જુદા પ્લાનના અલગ અલગ SWOT ચાર્ટ તૈયાર કરીને નિર્ણય લેતા હોય છે. રોજિંદા જીવનમાં આવી પડેલી સમસ્યાઓનો સામનો કરવા માટે તેમજ તેનો વિકલ્પ પસંદ કરવા માટે વ્યક્તિ પોતાનો અંગત SWOT ચાર્ટ બનાવી શકે.

સ્વોટ એનાલિસિસ એ માસ્ટર ‘કી’ છે. તેનો ઉપયોગ ગમે તે સમસ્યામાં કરી શકાય છે. યુવા વર્ગ તેની કરિયર પસંદગીમાં જુદી જુદી કરિયરના SWOT ચાર્ટ બનાવી જ શકે છે. પણ તદુપરાંત પોતાના ‘ભાવિ’ પાત્રની પસંદગીમાં પણ શક્ય વૈકલ્પિક પાત્રોનું વિષ્લેષણ કરી શકે.

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી