નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જરૂરથી વાંચો,આ વાર્તા શીખવશે સંસ્કારિતા અને સભ્યતા!

સંસ્કાર એ આપણાં જીવનની મહામુલ્ય મુડી છે.જેનાં થકી આપણું વ્યક્તિત્વને અન્ય લોકો માપે અને આંકે છે.અસંસ્કારી અને અસભ્ય લોકોને સમાજ પણ ધિક્કારે છે તેમનું કોઇ માન- સન્માન રહેતું નથી.

સલુકમાન નામે એક હકીમ હતા.જે દવાઓની સાથે સાથે સારી શીખામણો આપવા માટે પણ ઘણા જાણીતા હતા.તેઓ જેટલા હોશિયાર હકીમ હતા એટલા જ સારા માણસ પણ હતા. આથી તેમની પાસે લોકો માત્ર પોતાની બીમારીનો ઇલાજ કરાવવા માટે જ નહીં પણ પોતાની મૂંઝવણ અને જિજ્ઞાસાઓનું સમાધાન મેળવવા પણ આવતા હતા.

એક દિવસ એક માણસ લુકમાન પાસે આવ્યો અને થોડો સમય વાતચીત કર્યા બાદ તેણે તેમને સવાલ કર્યો કે, હકીમસાહેબ હું એ જાણવા માગું છું કે, તમે આટલું સંસ્કારીપણું અને સભ્યતા ક્યાંથી શીખ્યા? હકીમસાહેબે જવાબ આપ્યો અસંસ્કારી અને અસભ્ય લોકો પાસેથી. તે વ્યક્તિએ ફરી પૂછ્યું કે તે કઈ રીતે શક્ય છે? અસંસ્કારી અને અસભ્ય લોકો કોઈને શું શીખવાડી શકે? ત્યારે લુકમાને કહ્યું તમે ખોટું કહી રહ્યા છો. જરા વિચારી જુઓ. મને અસંસ્કારી અને અસભ્ય લોકોની વાતનું ક્યારેય ખોટું નથી લાગતું.

તેને હું તરત જ ભૂલી જાઉં છું, પણ તેના જે વ્યવહારે મને દુ:ખ પહોંચાડ્યું હોય છે તેવો વ્યવહાર હું બીજા સાથે કરતો નથી.જે બાબત મને પસંદ નથી તે બીજાને પણ પસંદ ન જ હોય. આ રીતે મેં અસભ્ય લોકો પાસેથી સભ્યતા શીખી છે. તે માણસ તેમની વાતનો અર્થ સમજી ગયો અને તેને એક બોધ માનીને અપનાવી લીધી. જેવો સદ્વ્યવહાર વ્યક્તિ બીજા પાસેથી મેળવવાની ઇચ્છા રાખે છે તેવો જ વ્યવહાર તેણે બીજાઓ સાથે પણ કરવો જોઈએ.એટલે કે માન આપવાથી જ માન મળે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !