નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ લકવાગ્રસ્ત યુવાનનું સાહસ જોઈ દંગ રહી જશો!

 
- અડગ મનના માનવીને કિલીમાંજરો પણ નડતો નથી, અદભૂત સાહસ જુઓ વીડિયોમાં
- 19340 ફીટ ઊંચો કિલીમાંજરો પર્વત સર કરનાર યુવાન ક્રિસ વાડેલ બન્ને પગે લકવાગ્રસ્ત
- 61 મજૂરો અને 8 સાથીદારોની મદદથી ખેડ્યું અદભૂત સાહસ
- માત્ર સાડા છ દિવસમાં કિલીમાંજરોની ટોચ પર પહોંચ્યો
આપણા ગુજરાતીમાં એવી પંક્તિ બોલાય છે કે કદમ હો અસ્થિર જેના તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પરંતુ ટાન્ઝાનિયામાં બનેલી એક ઘટનાને જોતાં આ પંક્તિમાં થોડો ફેરફાર કરવો જોઇએ. એ ફેરફાર મુજબ કદમ હો અસ્થિર જેના તેને રસ્તો જડતો નથી, અપંગ માનવીને પણ કિલીમાંજરો નડતો નથી.

વાત એમ છે કે ક્રિસ વાડેલે 19340 ફીટ ઊંચો કિલીમાંજરો પર્વત સર કરી લીધો છે. ક્રિસ વાડેલ લકવાગ્રસ્ત છે અને તેના બન્ને પગ કામ કરતા નથી. આટલી ઊંચાઇએ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શારીરિક રીતે વિકલાંગ ન હોવા છતાં કોઇપણ માનવી આવું સાહસ ખેડવા તૈયાર નથી થતો ત્યારે એક લકવાગ્રસ્ત યુવકે કિલીમાંજરો પર્વત સર કરીને અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેના આ સાહસમાં માત્ર હિંમ્મત જ નહીં પરંતુ શક્તિ, જોમ અને જુસ્સો પણ જોવા મળ્યા હતા.

આટલી ઊંચાઇ પર શ્વાસની તકલીફ, પાતળી હવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ક્રિસે 61 જેટલા મજૂરો અને 8 સાથીદારોની મદદથી કિલીમાંજરો પર્વત સર કર્યો હતો. ક્રિસ દુનિયાનો પ્રથમ એવો વ્યક્તિ બની ગયો છે જેણે હેન્ડસાયકલ પર કિલીમાંજરો પર્વત સર કર્યો હોય. કિલીમાંજરો સર કરવાની ક્રિસની સિદ્ધિની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કિલીમાંજરો સર કરતાં તેને માત્ર સાડા છ દિવસ જ લાગ્યા હતા.

ક્રિસ એક એથ્લેટ હતો. વર્ષ 1988માં થયેલા સ્કીઇંગ એક્સિડેન્ટમાંમ તે લકવાગ્રસ્ત થઇ ગયો હતો. તેણે 4 પેરાલમ્પિક ગેમ્સમાં 12 મેડલ્સ પણ જીત્યા છે.

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી