નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તો આ આખરે ફેસબુકની આ નવી સર્વિસ થઈ જાહેર!

 
  જી હા, ફેસબુકનુ આ નવું ફીચર્સ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ક્રાંતિ લાવી દેશે. ગૂગલને પછાડવા હવે ફેસબુકે પોતાની કમર કશી લીધી છે, અને તેને વીડિયો ચેટ સર્વિસની પણ શરૂઆત કરી દીધી છે, જેનાથી ફેસબુક યૂઝર્સ એક બીજા સામ-સામે વાતચીત પણ કરી શકશે. ફેસબુકે તેની આ સર્વિસ સ્કાઇપ સાથે મળીને શરૂ કરી છે. અત્યાર સુધી કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર વીડિયો ચેટિંગની સુવિધા આપવામાં આવી નથી. - ફેસબુક એક અનોખી સર્વિસ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે જે તેમની સિએટલ ટીમે તૈયાર કરી છે - ફેસબુકે તેને સ્કાઇપ સાથે મળીને શરૂ કરી છે જેના દુનિયાભરમાં 17 કરોડથી પણ વધારે યુઝર્સ છે ફેસબુકના સીઈઓ માર્કે ત્ઝૂકરબર્ગે પાછલા સપ્તાહે જ કહ્યું હતુ કે ફેસબુક એક અનોખી સર્વિસ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે જે તેમની સિએટલ ટીમે તૈયાર કરીછે. જોકે પ્રેસને જે ઇન્વિટેશન મોકલવામાં આવ્યું છે તેમાં કઈ જણાવામાં આવ્યુ નથી, તેમાં માત્ર એટલો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફેસબુકના આ પ્રોગ્રામનો ભાગ બનો. ફેસબુક આ સર્વિસ સ્કાઇપ સાથે મળીને શરૂ કરી છે જેના દુનિયા ભરમાં 17 કરોડથી પણ વધારે યુઝર્સ છે. ફેસબુકની આ નવી સર્વિસ ગૂગલની નવી સોશિયલ સાઇટ ગૂગલ પ્લસને ટક્કર દેવા માટે તૈયાર કરવામાં આવી છે. બન્ને કંપનીઓ વચ્ચે હવે કાંટાની ટક્કર ચાલુ થઈ ચુકી છે. જોકે હજુ તેની પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ફેસબુક સ્કાઇપની આ સુવિધા માટે યૂઝર્સે અલગથી કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે કે વીના એપ્લિકેશન તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી